Book Title: Vani No Siddhanta Granth
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 271
________________ ૫૩૮ વાણીનો સિદ્ધાંત વાણીનો સિદ્ધાંત પ૩૭ અને ‘ચંદુભાઈ’ ‘ચંદુભાઈ”ની ફરજ બજાવે. જ્ઞાતા-શેયનો સંબંધ રહેવો જોઈએ. દેહ કઈ બાજુ રહે છે, દેહના શા શા ચેનચાળા છે, એ દેખાવું જોઈએ. વાણી કઠોર નીકળે છે કે સુંવાળી નીકળે છે, એ પણ તમને દેખાવું જોઈએ. પણ તે ય રેકર્ડ છે, એ દેખાવું જોઈએ. કઠોર બોલવું કે મધુરી વાણી બોલવી, એ બધાં વાણીનાં ધર્મો છે અને આ પાંચ ઇન્દ્રિયોનાં ધર્મ, આ બધા ધર્મને જાણ્યા કરવું. એ જ કામ કરવા માટેનો આ મનુષ્ય અવતાર છે. એ બધા ધર્મો શું કરી રહ્યા છે, એને જાણ કરવું. બીજી બાબતમાં પડવા જેવું નથી. અને ત્યારે જ મનની સહજતા, વાણીની સહજતા, શરીરની સહજતા આવે ને ! એ એનું ફળ છે. દેહાધ્યાસ છૂટતો છૂટતો સહજતા આવે. સહજતા આવે ત્યારે પૂર્ણાહુતિ કહેવાય. કારણ કે આત્મા તો સહજ જ છે અને આની સહજતા આવી ગઈ. સાહજિક વાણી એટલે જેમાં કિંચિત્ માત્ર અહંકાર ના હોય ! નીરોગી વાણી ! પ્રશ્નકર્તા : અત્યારનું મન અને વાણી એ પૂર્વભવના લઈને આવેલા છે. એટલે એ રોગીષ્ટ જ હોયને અને હવે નીરોગી મન અને નીરોગી વાણી જોઈશે તે કેવી રીતે થાય ? દાદાશ્રી : એ જ્ઞાન થયા પછી નીરોગી થવા માંડે. વધારે રોગીષ્ટ હોય તો મોડું થાય પણ થવા માંડે, શરૂઆત થઈ જાય. પ્રશ્નકર્તા : નીરોગી વાણી કોને કહેવાય ? દાદાશ્રી : કોઈ પણ માણસને દુઃખ ના થાય તે. પ્રશ્નકર્તા દરેક માણસની એવી ઈચ્છા હોય છે કે એની સારામાં સારી વાણી નીકળે. છતાં આવી નીકળી જાય છે, એનું શું કારણ ? દાદાશ્રી : એ જે ભાવ છે ને, એ ભાવસંજ્ઞા, તે એ જે જગ્યાએ ઊભો છે. પ્રશ્નકર્તા ઃ તો દ્રશ્ય જે જુએ છે એવી એની આ વાણી છે. દાદાશ્રી : એટલે આ અહીંથી જે જુએ છે, એ રાગ-દ્વેષથી જુએ છે. ભાવ એટલે રાગ-દ્વેષ, આમ જુએ તો રાગ થાય, આમ જુએ તો શ્રેષ થાય. એટલે પછી આ વાણી રાગ-દ્વેષવાળી નીકળે. બસ, બીજું કશું લેવાદેવા નથી. જેવું દેખાય છે, એવું એ ગાય છે ! વાણી, આ ભવતી કે પૂર્વતી ? પ્રશ્નકર્તા : આ વાણી જે નીકળે છે, આ મહાત્માઓની વાણી, એ પૂર્વભવના કર્મના આધીન છે કે આ ભવના પણ કર્મને આધીન છે ? દાદાશ્રી : પૂર્વભવના કર્મને આધીન છે. પણ આ ભવની એની સમજણ છે ને, તે હેલ્પ કરે છે. પ્રશ્નકર્તા : આ ભવની સમજણ કેવી રીતે હેલ્પ કરે છે ? દાદાશ્રી : આ ભવનું જ્ઞાન છે ને, તે એને ઢીલી કરી નાખે. એનાથી સામાને વાગતી હોય તો ના વાગે એવું કરી નાખે. પ્રશ્નકર્તા: એ તો આ જ્ઞાનનું પરિણામ, મહાત્માઓને માટે ને ? બહારના માટે નહીં ને ? દાદાશ્રી : બહારના લોકોને ય સમજણના આધારે વાણી ફેરવેને ! એણે જે ક્રમિક જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, તેના આધારે વાણી ફેરવે ! પ્રશ્નકર્તા : આ ભવની સમજણ કેવી રીતે વાણીમાં હેલ્પ કરે છે. એ દાખલો આપી જરા સમજાવો. દાદાશ્રી : અત્યારે તને એક ગાળ ભાંડે, તે મહીં અસર થઈ જાય. થોડું ઘણું મનમાં ને મનમાં બોલું ય ખરો કે ‘તમે નાલાયક છો.” પણ એમાં તું ના હોય. જુદો પડ્યો એટલે તું આમાં ના હોય. આત્મા જુદો પડી ગયો છે એટલે પેલું એકાકાર ના હોય. પેલું માંદું માણસ હોય એવું બોલે, એવું કરી નાખે. પ્રશ્નકર્તા: હવે અહંકાર નથી ગયો, આત્મા નથી છૂટો પડ્યો, એને એની સમજણ હેલ્પ કરે ?

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279 280