Book Title: Vani No Siddhanta Granth
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 274
________________ વાણીનો સિદ્ધાંત એમના છોકરાંને ય અવળું પડે. બધાંને અવળું પડે. એમના વાઈફ એકલાંને નહીં. કારણ એ ખીલે બાંધેલાં ને ? તે ક્યાં જાય તે ? આ આમથી ઝાપટે, તો પેલી બાજુ જતા રહે, પેલી બાજુ ઝાપટે તો આ બાજુ જતા રહે. ૫૪૩ રસ્તામાં બોસ એમના મળ્યા હોત તો એમ ના કહેત કે, “હજુ જીવો છો કે તમે ?” ત્યારે બીજી સરસ વાણી નીકળત. આ તો એમને એમ લાગે કે શું કરવા જીવતાં હશે આ ? એના કરતાં ગયા હોત તો સારાં ! હવે એમનામાં જ્ઞાનનો પ્રતાપ તો જુઓ ! મોઢું જરા ઊઘડે છે ?! બોલતા નથી ને અસરે ય થતી નથી એ જ્ઞાનનો પ્રતાપ. પ્રશ્નકર્તા : તમે તો દસ-બાર વર્ષથી મળ્યાને, પણ મને સોળ વર્ષની ઉંમરથી ખબર હતી કે મારી વાણી ખોટી છે, ખરાબ છે. પછી બહુ બહુ પ્રયત્નો કરેલા. પણ પછી મેં કહ્યું, ‘આ તો સારી થતી નથી, ત્યારે લાકડામાં જજે.' દાદાશ્રી : આ જ્ઞાન ના હોય તો આટલો બધો ફેરફાર થાય ખરો ? વાણીનો ફેરફાર થાય ? દુકાળ પડે એવી વાણી હતી એમની. પણ અત્યારે એ દેખાતી નથી. પ્રશ્નકર્તા : દાદા, વાણી સુધારવા બહુ પ્રયત્નો કરેલા. દાદાશ્રી : હવે આ તો જાણવાનું એટલું જ છે. પણ એનો ઉપાય કરે તો એ સુધરે. પ્રશ્નકર્તા : મરતી વખતે છેલ્લા વર્ષમાં સુધરે, એ શું કામની ? દાદાશ્રી : હા. એટલે વાણીને કહી દેવાનું કે તારે જો સુધરવી હોય તો સુધર, નહીં તો પછી છેલ્લી વખતે નકામી અહીં શું આવી ?! એવું એને કહી દેવાનું. પ્રશ્નકર્તા : છેલ્લા બાર મહિનાથી વીસેક ટકા વિચાર આવે કે આવુ બોલીએ અને તરત જ સમજમાં આવી જાય કે આ ના બોલાય. પણ એ બહુ ઓછા ટકા, બાકી તો બોલી જ જવાય. વાણીનો સિદ્ધાંત દાદાશ્રી : ના, પણ બહુ ફેરફાર થઈ ગયો. વાણી ય બહુ ફરી છે. આ તમે આવી વાત કરો છે. તે પહેલાં તો હેડેક થાય એવી વાત કરતા હતા તમે અને અત્યારે મને તમારી વાત ગમે એવી હોય છે. એકસ્ટ્રા ઓર્ડીનરી ફેરફાર થયો છે. તે મને થાય કે પુરુષાર્થ તો એમણે જ માંડ્યો કહેવાય ને ? ૫૪૪ પ્રતિક્રમણથી ચોપડો ચોખ્ખો ! પ્રશ્નકર્તા : મારે નહોતું બોલવું છતાં જે બોલાઈ જવાયું, એ જે બોલાઈ જવાય છે એ ચંદુભાઈનો વિભાગ છે અને આવું નહોતું બોલવું જોઈતું એ જે કહે છે, એ શું આત્માનો વિભાગ છે ? દાદાશ્રી : બરોબર છે. કારણ કે એ જ્ઞાનનો વિભાગ છે. પણ ચંદુભાઈનો વિભાગ તમે જાણો ને ? પ્રશ્નકર્તા : પણ એવું બોલાઈ જાય પછી એમ થાય કે આપણે નકામું બોલ્યા. દાદાશ્રી : હા. એટલું ભાન થાય કે આ નહીં બોલવું જોઈએ એવું, તો ય ડાઘ છૂટી જાય. પ્રશ્નકર્તા : પાછળથી કહેશે, આ બોલવામાં ફાયદો નથી. દાદાશ્રી : બોલવામાં ફાયદો ના હોય, છતાં બોલી જવાય. પણ બોલી જવા ઉપર ‘આ ખોટું થાય છે’ એવું સમજાય તો ય બહુ થઈ ગયું. તો ય ડાઘ ના પડે. પ્રશ્નકર્તા : આવી કડક વાણી નીકળે છે, એના માટે બહુ બહુ ખેદ રહે છે કે આવું ના હોવું ઘટે આપણે. દાદાશ્રી : નાનપણમાં હઉ ખેદ રહેતો હતો ? પ્રશ્નકર્તા : ના, કશું નહીં. દાદાશ્રી : ત્યારે ખેદ કોણે મૂક્યો ! એ સ્ટેશન તેં નવું બનાવ્યું એવું

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280