Book Title: Vani No Siddhanta Granth
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 275
________________ વાણીનો સિદ્ધાંત ૫૪૫ ૫૪૬ વાણીનો સિદ્ધાંત મને લાગે છે. તે સ્ટેશનો કોણે બાંધ્યા પણ ખેદના ?! પ્રશ્નકર્તા: આપે જ્ઞાન આપ્યું પછીથી થયું આ. દાદાશ્રી : એમ કે ? સારું !! પ્રશ્નકર્તા ઃ બોલેલા એનું પ્રતિક્રમણ કર્યા કરીએ એટલે છૂટાય ને ?! દાદાશ્રી : સો વર્ષથી આખો ચોપડો બગડ બગડ થયા કરતો હોય, પણ દસ દહાડા લઈ બેઠા અને મહીં સીવી કરીને સરખું કરી અને આરસપહાણ લગાવી દઈએ, પછી બધી ભૂલ મટે કે ! પ્રશ્નકર્તા : હા, દાદા. દાદાશ્રી : બસ, એટલું જ. અપવાદરૂપ ફેરફાર, જ્ઞાતીની આજ્ઞાથી ! પ્રશ્નકર્તા : આપને પૂછેલું કે અમારી આ જે વાણી છે, એ વાણી બરાબર નથી. વાણી સુધારવા માટે શું કરવું ? કે અમારી વાણી જે છે, એ તો આગળથી ચાર્જ થયેલી બેટરી છે અને પછી ‘ડિસ્ચાર્જ થાય. તો વાણીમાં મારે ફેરફાર કરવો છે. તો આપે કહ્યું કે, જ્ઞાનીની આજ્ઞા લો. જ્ઞાનીની આજ્ઞાથી ફેરફાર થઈ શકે. મૌન ધારણ કરવાનું અને પછી ફેરફાર થઈ શકે. પ્રશ્નકર્તા : તો વ્યવસ્થિત ચેન્જ થઈ શકે છે ? દાદાશ્રી : એટલું જ આ વ્યવસ્થિતમાં ચેન્જ છે. જ્ઞાની કર્તા હોવાથી પુરુષાર્થ સહિત છે. પ્રશ્નકર્તા: તો પછી પ્રકૃતિ ય ચેન્જ થાય કે નહીં ? દાદાશ્રી : પુરુષાર્થ હોય તો બધું કોઈ પણ કરી શકે. જ્યાં સુધી પુરુષાર્થ નથી ત્યાં સુધી એ સ્ત્રી પણ નથી, નાન્યતર જાતિ છે. એટલે કશું થાય નહીં. પ્રશ્નકર્તા: ‘વ્યવસ્થિત’ આમાં બદલી શકાય. દાદાશ્રી : એ જ્ઞાની પુરુષ એકલાં જ કરી શકે. વચનબળ હોય, પુરુષાર્થ હોય, બધું. પણ તે કો'કને જ થાય. બધાને ના થાય. કૃપા ઉતરવી સહેલી વસ્તુ નથી. પ્રશ્નકર્તા : હવે વાણીમાં સુધારો કરવો હોય તો કેમ કરવું ? દાદાશ્રી : વાણી પોતે પોતાની મેળે સુધારી ન શકે, એ ટેપરેકર્ડ થઈ ગયેલી છે. પ્રશ્નકર્તા : હા, એટલે જ ને ! એટલે વ્યવસ્થિત થયેલું છે. દાદાશ્રી : વ્યવસ્થિત થયેલું છે, એ હવે અહીં આગળ ‘જ્ઞાની પુરુષ'ની કૃપા ઉતરે તો ફેરફાર થઈ જાય. કૃપા ઉતરવી એ મુશ્કેલ છે. જ્ઞાનીની આજ્ઞાથી બધું સુધરી શકે. કારણ કે ભવમાં દાખલ થવાને માટે એ વાડ સમાન છે. ભવની અંદર દાખલ ના થવા દે. પ્રશ્નકર્તા : ભવની અંદર એટલે શું? દાદાશ્રી : ભવમાં ઘૂસવા ના દે. ભવમાં એટલે સંસારમાં આપણને ઘુસવા ના દે. માલિકી વગરની વાણી જગતમાં હોઈ શકે નહીં. બધું જ તોડી દાદાશ્રી : તે આજ્ઞા મળે નહીં ને, એ તો કોઈ આપે નહીંને આજ્ઞા. આજ્ઞા આપે તો ફેરફાર થાય. પ્રશ્નકર્તા : હા. પણ આજ્ઞા આપે તો ફેરફાર થાય ને ? દાદાશ્રી : પણ આપે નહીંને કોઈને, એ તો કો'ક વખત મળી જાય. પ્રશ્નકર્તા ઃ હા. પણ જ્યારે પણ મળી જાય, કોઈક વખત મળી જાય. દાદાશ્રી : મળી જાય, એ આપે નહીં. એ આજ્ઞા તો કૃપા ઊતરે તો થાય, નહીં તો થાય નહીં.

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280