Book Title: Vani No Siddhanta Granth
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 277
________________ વાણીનો સિદ્ધાંત પ૪૯ પપ૦ વાણીનો સિદ્ધાંત જોઈએ ને, કંઈ ? કે ના હોવી જોઈએ ? કબીર બહુ મોટામાં મોટો બુદ્ધિશાળી મહાન સંત હતો એ. આ યુગમાં તો મોટામાં મોટો સંત કહેવાય. છતાં ય મોક્ષમાર્ગનો જે દરવાજો છે ને, એ દરવાજાની ધજા જોઈને જ આનંદ બહુ પામી ગયા છે. હજુ તો મહીં પેસીએ, એ તો ત્યાર પછીની વાત ! હજુ દરવાજામાં પેઠાં નથી, ધજા છેટેથી જોઈને ખુશ થઈ ગયા છે. છતાં એ બોલ્યા કે “મેરી વાણી ખાંડે કી ધારા, પણ જો ઉતરે સો ગ્રહે પારા.” પ્રશ્નકર્તા : એટલે શું કહે છે ? દાદાશ્રી : ગ્રહે એટલે ગ્રહણ કરે તો, સંસાર પાર ઉતરી જાય. પણ ખાંડાની ધાર જેવી મારી વાણી છે. ત્યારે એ પોતે જ કબૂલ કરે છે, મેરી વાણી ખાંડે કી ધારા. વાણી મીઠી ક્યારે થાય ? ક્લેશ ભાવ ઓછો થતો જાય, પ્રેમ વધતો જાય, તેમ વાણી મીઠી થતી જાય. જ્યારે ભેદભાવ ઓછો થતો જાય ત્યારે પ્રેમ વધે. પોતાના ઘરનાં માણસો પર પ્રેમ તો સહુ કોઈને હોય. પણ જ્યારે પોતાના ઘરના માણસ જેવો બીજા ઉપરે ય પ્રેમ વધતો જાય ત્યારે વાણી મધુર થતી જાય. અને ત્યારે બે ધોલ મારો તો ય એને ગમે. પ્રશ્નકર્તા : વાણી મધુર કરવી એવું નહીં, પણ થવી જોઈએ. દાદાશ્રી : હા, થવી જોઈએ. કરવી હોય તો ય ના થાય. મધુર કરેલી તો જીહાગ્રે રહે. મધુર કરેલી કામની નહીં. મધુ તિષ્ઠતિ જીહાણે ! બે પ્રકારની મીઠી વાણી. એક મધુ તિષ્ઠતિ જીવ્હાઝે. એ ય મીઠી તો ખરી ને ? કે મીઠી નહીં ? ચાખેલી કે નહીં ચાખેલી તમે? પ્રશ્નકર્તા : ચાખેલી ને ! દાદાશ્રી : અને બીજી એક દરઅસલ વાણી. જે વાણી આપણને સંતોષ આપે, આનંદ આપે અને મીઠી લાગ્યા કરે. સાંભળવાનું મન થયા કરે. મધુર વાણી હોય. સંસારની મીઠી વાણી, મધુ તિષ્ઠતિ જીલ્ટાગ્રે હોય. મીઠાશવાળી હોય. “આવજો, ચંદુભાઈ તમે બહુ સારા માણસ ને આમ છો ને તેમ છો.’ બહુ મીઠું મીઠું બોલે એટલે આપણને લપસાવે. જે કપટી માણસ હોય, તે મીઠું બોલે એટલે આપણે સમજી જવું કે આજે આપણને વધેરવાનો છે, મહાદેવજી પાસે. આપણે નારિયેળી તો એ વધરનાર, અને મહાદેવજી તો નવરા બેઠા ! એમને ધંધો શો ? લોકો નારિયેળીને વધેરે, તે જોયા કરે. તે લોક તો વધેરી નાખે આપણને, નહીં ? એ કપટીને ઓળખવા. થોડે ઘણે અંશે વાણી બદલાઈ છે ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : જેટલી કડવી હોયને, તેમાંથી કડવાટ ઓછો થઈ જાય. પાછી ખારી વાણી નીકળે. ખારીલી વાણી હોય છે ને, તે ખારી ઓછી થઈ જાય. તીખી વાણી નીકળે છે ને, તે તીખી વાણી ઓછી થતી જાય. આ વાણીમાં કશું મહીં મરચું નાખવામાં આવે છે ? જો વગર મરચું મીઠે, લોક કેવું કહે છે ? આવી તીખી વાણી બોલ બોલ ના કરશો. અલ્યા, મેં મરચું નાખ્યું નથી ને શું કરવા આમ બોલ બોલ કરે છે ? છતાં ય લોક તીખી વાણી બોલે છે ને ! કડવી વાણી મીઠી થઈ જાય, તો કેવું સરસ કામ કાઢી નાખે ! એટલે એ શબ્દ ધીમે ધીમે મીઠો થવો, મધુરતા આવવી જોઈએ. એ ધીમે ધીમે મધુરતા આવે ત્યારે પછી એ શબ્દ બીજાને વહાલાં લાગે, વઢે તો ય વહાલાં લાગે. વાણી બદલાય લાંબા ગાળે... બાકી બહુ મીઠી વાણી થયા પછી, મધુર વાણી થયા પછી તમે ઊલટાં વઢોને તો પેલો હસે !

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280