Book Title: Vani No Siddhanta Granth
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 270
________________ વાણીનો સિદ્ધાંત ૫૩૫ પ૩૬ વાણીનો સિદ્ધાંત દાદાશ્રી : હા, ટેપ થયેલી. એટલે વાણી બદલાય નહીં. એ બદલવા જઈએ તો ય ના બદલાય. એ એવાં કપડાં-લત્તાં નથી કે જે બદલી શકાય. એટલે વાણી એ ફેરફાર કરી શકાય નહીં. એ તો અમુક વસ્તુ કરીએ તેનું પરિણામ છે. એટલે ‘આ વાણી સુધારવી છે, આ વાણી સુધારવી છે' એમ આખો દહાડો ભાવના રહ્યા કરે એટલે સુધરી જાય. આવાં કારણો સેવાય તો સુધરે પાછું. કારણ તો સેવવા જ પડે ને ! આપણે નક્કી કરીએ કે “કોઈને દુ:ખ ના થાય એવી વાણી બોલવી છે, કોઈ ધર્મને અડચણ ના પડે-કોઈ ધર્મનું પ્રમાણ ના દુભાવાય એવી વાણી બોલવી જોઈએ' - ત્યારે એ વાણી સારી નીકળે. ‘સ્યાદ્વાદ વાણી બોલવી છે' એવો ભાવ કરે તો સાલ્વાદ વાણી ઉત્પન્ન થઈ જાય. પ્રશ્નકર્તા: પણ આ ભવમાં ગોખ ગોખ જ કરે કે “બસ, સ્યાદ્વાદ વાણી જોઈએ છે તો તે થઈ જાય ખરી ? દાદાશ્રી : પણ આ ‘સ્યાદ્વાદ' સમજીને બોલે ત્યારે. એ પોતે સમજતો જ ના હોય ને બોલ બોલ કરે કે ગા ગા કરે તો કશું વળે નહીં. પ્રશ્નકર્તા: પણ અમે એવું કહીએ કે ‘દાદાની વાણી જેવી જ વાણી જોઈએ છેતો ? દાદાશ્રી : ‘જોઈએ છે' એવું બોલવાથી કશું વળે નહીં ને ! એ તો આવી વાણીની ભાવના ભાવવી પડે. વાણી એ તો ફળ છે. બીજ નાખવાનું છે. કોઈ જીવને કિંચિત્ માત્ર દુઃખ ના થાય એવી વાણી બોલવાની ભાવના થાય એટલે એવી ટેપ તૈયાર થઈ જાય. વાણી એવી રેકર્ડ થઈ જાય. ‘આપણી ભાવના શું છે એ ઉપરથી કોડવર્ડ થાય. આ “જ્ઞાન” મળ્યા પછી પોતાને એ આશય ગોઠવતાં આવડે. “જ્ઞાન” મળ્યા પહેલાં તો આશય કશાનું ભાન જ ના હોય ને ! એ પછી જેમ તેમ ગોઠવાઈ જાય. હવે આશય જેવો ગોઠવીએ એવું મળી જાય. કોની વાણી સારી નીકળે ? કે ઉપયોગપૂર્વક બોલતો હોય. હવે ઉપયોગવાળો કોણ હોય ? જ્ઞાની હોય. એ સિવાય ઉપયોગવાળા હોય નહીં. આ મેં ‘જ્ઞાન આપેલું છે, તેને “જ્ઞાન” હોય, તેને ઉપયોગપૂર્વક નીકળી શકે. એ પુરુષાર્થ માંડે તો ઉપયોગપૂર્વક થઈ શકે. કારણ કે ‘પુરુષ’ થાય પછીનો પુરુષાર્થ છે. “પુરુષ’ થયા પહેલાં પુરુષાર્થ છે નહીં. તો જ વરે સાહજિકતા ! પ્રશ્નકર્તા: અમારી વાણીમાં તો સાહજિકતા નથી. એને છૂટી મૂકી દઈએ છીએ તો મારામાર કરે છે અને બ્રેક મારીએ છીએ તો અંદર તોફાન થાય છે. દાદાશ્રી : તમારે કશું કરવાનું નહીં. છૂટી મૂકવાની નહીં કે બ્રેક મારવાનું નહીં. એ તો ખરાબ બોલાય ત્યારે આપણે ‘ચંદુભાઈને એમ કહેવું કે, ‘ચંદુભાઈ આવું ના શોભે. અતિક્રમણ તમે કેમ કર્યું ? પ્રતિક્રમણ કરો. “આપણે” તો છૂટા જ રહેવાનું. કર્તા ‘ચંદુભાઈ છે અને ‘તમે' જ્ઞાતાદ્રષ્ટા છો. બેનો વ્યવહાર જ જુદો છે. પ્રશ્નકર્તા : જ્ઞાતા-દ્રષ્ટા રહેવાથી ‘ચંદુભાઈ’નું કામ બરાબર એક્ઝક્ટ થાય ? દાદાશ્રી : બહુ સુંદર એઝેક્ટલી આવી જાય છે. પ્રશ્નકર્તા : કંઈ પ્રયત્ન કર્યા વગર એકઝેક્ટલી આવી જાય ? દાદાશ્રી : પ્રયત્ન કરવાથી જ બગડે છે. ‘ચંદુભાઈ બધો પ્રયત્ન કરશે. આ હું ટેપરેકર્ડ શાથી કહું છું ? એ સાહજિક વસ્તુ છે. એમાં હું હાથ ઘાલતો નથી. એટલે પછી ભૂલ વગરની નીકળે છે. આવી કેટલીય ‘ટેપો’ ભરાઈ છે અને તમારે એક ‘ટેપ’ ભરવાની હોય તો ઊંધુ-ચતું કરી લાવો. કારણ કે સાહજિકપણું છે નહીં. સાહજિકપણું આવવું જોઈએ ને ? સાહજિકપણા માટે પોતે જ્ઞાતા-દ્રષ્ટા રહે તો સાહજિકપણું આવે. જે કર્તા છે, એને કર્તા રહેવા દો અને જ્ઞાતા છે, એને જ્ઞાતા થવા દો. ‘જેમ છે એમ થવા દો. તો રાગે પડી જાય. આ જ્ઞાનનું સરવૈયું જ એ છે. બંને પોતપોતાની ફરજો બજાવે છે. આત્મા આત્માની ફરજ બજાવે

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280