Book Title: Vani No Siddhanta Granth
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 269
________________ પ૩૪ વાણીનો સિદ્ધાંત વાણીનો સિદ્ધાંત પ૩૩ આ તો ફાઈલનો નિકાલ ના થાય ને ‘શું બોલવાનું છે” તે પોતાને ખબર જ ના હોય. આવું ગોઠવવું. ફીટ થઈ ગયું ને બધાને. નહીં તો એક જ વાક્યમાં ભાંજગડ પડી જાય. આ ભૂલાય નહીં ને ? કારણો, કર્કશવાણી કેરાં ! પ્રશ્નકર્તા : ઘણી વખત એવું નથી બનતું કે આપણને સામાનો યુપોઈન્ટ જ ખોટો દેખાતો હોય, એટલે પછી આપણી વાણી કર્કશભરી નીકળે ? - દાદાશ્રી : એ દેખાયા કરતું હોય તેથી જ અવળું થાય છે ને ! એ પૂર્વગ્રહો ને એ બધું જ નડે છે ને ! ‘ખરાબ છે, ખરાબ છે' એવો પૂર્વગ્રહ થયેલો તે પછી વાણી નીકળે તો એવી ખરાબ જ નીકળે ને ! પ્રશ્નકર્તા : એટલે એ અભિપ્રાયો જ ચેંજ કરી લેવા. દાદાશ્રી : એ પૂર્વગ્રહો છે બધા. પૂર્વગ્રહોમાં એકદમ ચેંજ ના કરવું જોઈએ. પૂર્વગ્રહ બંધ કરવા માટે આવી રીતે વાણી બોલતા પહેલાં પરવાનગી લઈને કામ કરો તો ચાલે. અને જોડે જોડે આ જ્ઞાન પછી સમભાવે નિકાલ' કરતા જાય તેમ તેમ પૂર્વગ્રહો ય ઓછાં થઈ જાય, ને પછી બોલે, તે પૂર્વગ્રહરહિત બોલે. જેને મોક્ષે જવું હોય, તેણે ‘આમ કરવું જોઈએ કે તેમ ના કરવું જોઈએ' એવું ના હોય. જેમ તેમ કરીને પતાવટ કરીને ચાલવા માંડવાનું. એમાં પકડી ના રાખે. જેમ તેમ કરીને ઉકેલ લાવે. એ પ્રયોગે ફરી વાણી ! પ્રશ્નકર્તા : આચાર-વિચાર ને ઉચ્ચાર, એ નાનપણથી જ જો સુધારેસચવાય તો સારું પરિણામ આવે ને ? દાદાશ્રી : જુવાનીમાં વધારે અસરકારી હોય ! એ તો એના જ્ઞાનમાં રહેવું જોઈએ ને પછી નિશ્ચય થવો જોઈએ, એટલે એની મેળે થયા કરે. એક જણને વાણી સુધારવી હતી. આમ ક્ષત્રિય હતો અને બંગડીઓનો વેપાર કરતો'તો. હવે એ બંગડીઓ અહીંથી બહારગામ લઈ જાય. તે શેમાં ? ટોપલામાં લઈ જાય. ટોપલો માથે ઊંચકીને ના લઈ જાય. એક ગધેડી હતી ને, તેની પર આ ટોપલું બાંધીને બહારગામ લઈ જાય. ત્યાં આગળ એ ગામમાં બધાને બંગડીઓ વેચીને પછી રાતે વધી એ પાછો લઈને આવતો રહે, એ વારે ઘડીએ પેલી ગધેડીને કહે છે ‘હતું ગધેડી, ચાલ જલદી’ આમ કરતો કરતો હાંકીને જાય છે, તે એક જણે એને સમજણ પાડી કે, ‘ભઈ, તું આ ત્યાં આગળ ગામોમાં ક્ષત્રિયાણીઓને બંગડીઓ ચઢાવે છે. તે અહીં તને આ ટેવ પડી જશે ને ત્યાં કોઈક દહાડો ગધેડી બોલીશ તો મારી મારીને તારું તેલ કાઢી નાખશે તે લોકો.’ ત્યારે એ કહે છે, “વાત તો સાચી છે. એક ફેરો હું એવું બોલી ગયેલો. મારે પસ્તાવું પડ્યું'તું.' ત્યારે પેલો કહે છે, ‘તો તું એ ટેવ જ બદલી નાખ.” ‘શી રીતે બદલી નાખું ?” ત્યારે પેલો કહે છે, “ગધેડીને તારે કહેવું કે હેંડ બા, હેંડ બા, બેની હૈડો.' હવે એવી ટેવ પાડી એટલે ત્યાં આગળ ‘આવા બા, આવ બા” એમ તેમ એણે ફેરવી નાખ્યું પણ. “આવ બા, આવ બા’ કરવાથી ગધેડીને એની પર આનંદ થઈ જવાનો છે ? પણ એ ય સમજી જાય કે આ સારા ભાવમાં છે. ગધેડી ય એ બધું સમજે. આ જાનવરો બધું સમજે, પણ બોલે નહીં બિચારાં. એટલે આમ ફરે ને ! પ્રયોગ કંઈ કરીએ તો વાણી ફરે. આપણે જાણીએ કે આમાં ફાયદો છે ને આ નુકસાન થઈ પડશે તો ફેરફાર થાય પછી. કારણસેવત, કાર્ય સુધારે ! દાદાશ્રી : એટલે વાણી સુધારવાની જરૂર ખરી ને ? પ્રશ્નકર્તા: વાણી સુધારવાની ઈચ્છા રાખીએ તો વાણી સુધરે ખરી ? દાદાશ્રી : હા, સુધારવાની ઇચ્છા રાખીએ અને આપણે આવો કંઈક પ્રયોગ કરીએ તો થાય. વાણી સુધારવી એટલે શું ? વાણી ગમતી થવી જોઈએ બધાને. પ્રશ્નકર્તા: આપ કહો છોને, વાણી તો ટેપ થયેલી જ હોય છે ?

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280