________________
વાણીનો સિદ્ધાંત
૪૭૧
આવતા ભવે મળે. અત્યારે આ એણે બીજ રોપ્યું. બાકી, આ કંઈ પોપાબાઈનું રાજ નથી કે ગમે તેવું ચાલે !
પ્રશ્નકર્તા : જાણી જોઈને ખોટું કરીએ ને પછી પ્રતિક્રમણ કરી લઈશું કહીએ તો તે ચાલે ?
દાદાશ્રી : ના. જાણી જોઈને ના કરવું. પણ ખોટું થઈ જાય તો પ્રતિક્રમણ કરી લેવાય.
...તો એ ગુતા તા નોંધાય !
જૂઠ્ઠું બોલવાની તમારી ઇચ્છા ખરી અંદરખાને, મોળી પણ ? પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : છતાં બોલાય છે એ હકીકત છે ને ! તે જ્યારે જૂઠું બોલાય ને તમને ખબર પડે કે આ જૂઠું બોલાયું કે તરત ‘દાદા’ની પાસે માફી કે માગવાની કે ‘દાદા, મારે જૂઠું નથી બોલવું, છતાં જૂઠું બોલાઈ જવાયું. મને માફ કરો. હવે ફરી જૂઠું નહીં બોલું.’ અને છતાં ફરી એવું થાય તો વાંધો નહીં રાખવાનો. માફી માગ માગ કર્યા કરવાની. એથી એના ગુના પછી ત્યાં નોંધ ના થાય. માફી માગી એટલે નોંધ ના થાય.
અને જૂઠું બોલાય તે ઘડીએ દાદા યાદ ના આવે, પણ થોડીવાર પછી દાદા યાદ આવે, તો પછી માફી માગી લેવી. અને પાછું ‘હું જૂઠું બોલ્યો હતો, ને મેં માફી માગી નહીં, માટે બે વખત માફી માગું છું. અને ફરી જૂઠું ના બોલાય એવી શક્તિ આપો' એવું કહેવું.
‘ચંદુભાઈ’ જૂઠું બોલે તે ય આપણે ત્યાં વાંધો નથી. જૂઠું બોલે તો આપણે ‘ચંદુભાઈ’ને કહીએ, ‘પ્રતિક્રમણ કરી લો.’ અને શૂટ ઓન સાઈટ પ્રતિક્રમણ કર્યું એટલે આપણે છૂટયા. ‘ચંદુભાઈ’ને છોડાવ છોડાવ કરવાના છે. ‘ચંદુભાઈ’ જે જે ભૂલો કરેને, તે એની પાસે જ પ્રતિક્રમણ કરાવવાનું. શાથી પ્રતિક્રમણ કરવું પડે ? અતિક્રમણ કર્યું માટે. નહીં તો આમ સાધારણ વ્યવહારમાં કશું કરવાનું નથી. પણ આ અતિક્રમણ કર્યું, ‘જૂઠું તમે કેમ બોલ્યા ?’ માટે પ્રતિક્રમણ કરો, કહીએ.
૪૭૨
વાણીનો સિદ્ધાંત
રિલેટિવ ધર્મમાં...
‘રિલેટિવ ધર્મ’ કેવો હોવો જોઈએ ? કે જૂઠું બોલાય તો બોલ. પણ તેનું પ્રતિક્રમણ કર.
પ્રશ્નકર્તા : આપણે દરરોજ વાતો કરીએ કે આ ખોટું છે, નહોતું બોલવું, છતાં એ કેમ થઈ જાય છે, નથી કરવું છતાં કેમ થઈ જાય છે ?
દાદાશ્રી : દોઢ ડહાપણ મહીં ભરીને લાવેલા તેથી. અમે એકું ય દહાડો કોઈને કશું ય કહ્યું નથી કે આવું ના કરવું જોઈએ. જો કહ્યું હોય, તો ય ચેતે તે ઘડીએ. કહ્યું છે કોઈ દહાડો કે આવું ના કરવું જોઈએ ?
પ્રશ્નકર્તા : પણ એના કરતાં ખોટું ના કરીએ તો.
દાદાશ્રી : પણ એ ચાલે નહીં. એ તો આપણે એના ઉપરથી, મહીંથી રસ કાઢી નાખવાનો કે આ ખોટું થઈ રહ્યું છે. આમ ના હોવું જોઈએ. આ તો ગમતું હોય તે ઘડીએ તમને ટેસ્ટ આવે. એ ના ગમતું થઈ જાય તો વાંધો નહીં. તમને પેલું ખાવું છે, ને ના ગમતું હોય. ને પછી તમે ખાતા હોય તો વાંધો નહીં.
કર્મ, કર્મફળ તે ફળતું ફળ !
હવે તમે આખા દિવસમાં એકું ય કર્મ બાંધો છો ખરાં ? આજ શું શું કર્મ બાધ્યું ? જે બાંધશો તે તમારે ભોગવવું પડશે. પોતાની જવાબદારી
છે. એમાં ભગવાનની કોઈ જાતની જવાબદારી નથી.
પ્રશ્નકર્તા : આપણે જૂઠું બોલ્યા હોઈએ, તે પણ કર્મ બાંધ્યું જ કહેવાય ને ?
દાદાશ્રી : ચોક્કસ વળી ! પણ જૂઠું બોલ્યા હોયને, તેના કરતાં જૂઠું બોલવાના ભાવ કરો છો, તે વધારે કર્મ કહેવાય. જૂઠું બોલવું એ તો જાણે કે કર્મફળ છે. જૂઠું બોલવાના ભાવ જ, જૂઠું બોલાવનો આપણો નિશ્ચય, તે કર્મબંધ કરે છે. આપને સમજમાં આવ્યું ? આ વાક્ય કંઈ હેલ્પ કરશે તમને ? શું હેલ્પ કરશે ?