________________
વાણીનો સિદ્ધાંત
કરવો જ પડે. નહીં તો મારો પગાર કાપી લે.’ એવી રીતે અભિનય કરવાનો છે. જ્ઞાન મળ્યા પછી આ તો નાટક છે.
૪૮૧
પ્રશ્નકર્તા : એટલે સામેવાળી વ્યક્તિને દુઃખ થાય તો ય આપણને કાંઈ કર્મ ન બંધાય ?
દાદાશ્રી : દુ:ખ થાય એવું આપણા નિમિત્તે ન કરવું. તેમ છતાં થયાં કરે તો એ એનું પોતાનું. આપણે આપણા નિમિત્તે ન થાય એવી રીતે સાચવણી રાખવી જોઈએ.
પ્રશ્નકર્તા : છતાં આવેશમાં કંઈ બોલાઈ જવાય તો ? દાદાશ્રી : બોલાઈ જવાય તો પછી પ્રતિક્રમણ કરવું. શબ્દોના રીએકશનો....
આ દુષમકાળમાં વાણીથી જ બંધન છે. સુષમકાળમાં મનથી બંધન હતું. આ શબ્દો ના હોતને તો મોક્ષ તો સહેજા સહેજ છે. માટે કોઈના માટે અક્ષરે ય બોલાય નહીં. કોઈને ખોટું કહેવું, તે પોતાના આત્મા ઉપર ધૂળ નાખ્યા બરાબર છે. આ શબ્દ બોલવો એટલે તો જોખમદારી છે બધી. અવળું બોલો તો તેની પણ મહીં પોતાની ઉપર ધૂળ પડે, અવળું વિચારે તો તેની ય મહીં પોતાની ઉપર ધૂળ પડે. એટલે એ અવળાનું તમારે પ્રતિક્રમણ કરવાનું, તો એનાથી છૂટી જવાય.
કલુષિત વાણીતા પ્રતિક્રમણો !
પ્રશ્નકર્તા : શુદ્ધાત્માનું લક્ષ બેઠા પછી નિરંતર પ્રતિક્રમણ ચાલુ જ હોય છે.
દાદાશ્રી : જે બોલો તેનું પ્રતિક્રમણ થાય એટલે તમારી જવાબદારી ના રહે ને ! કડક બોલવાનું પણ રાગ-દ્વેષ રહિત બોલવાનું. કડક બોલાઈ જાય તો તરત પ્રતિક્રમણ વિધિ કરી લેવાની.
પ્રતિક્રમણતી એક્ઝેક્ટનેસ !
પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવાનાં હોય, તે મનથી કરવાં કે વાંચીને
૪૮૨
વાણીનો સિદ્ધાંત
અથવા બોલીને ?
દાદાશ્રી : ના. મનથી જ. મનથી કરીએ, બોલીને કરીએ, ગમે તેનાથી કે મારો એના પ્રત્યે જે દોષ થયો છે, તેની ક્ષમા માગું છું. તે મનમાં બોલીએ તો ય ચાલે. માનસિક એટેક થયો એટલે એનાં પ્રતિક્રમણ કરવાનાં બસ. હલકી નાતોમાં માર માર કરે અને આપણામાં શબ્દ મારે, નહીં તો મનથી મારે. શબ્દ મારે કે ન મારે ?
પ્રશ્નકર્તા : મારે.
દાદાશ્રી : આ બેનો તો કહે, હજુ તો કાળજેથી શબ્દ જતો નથી.
એવો ઘા વાગ્યો છે મને. એવાં શબ્દો બોલે ! અને મનથી મારે તે ય એના ઘરનાં હોય.
પ્રશ્નકર્તા : મનથી એટલે બોલ્યા વગર જ ને ?
દાદાશ્રી : જો શબ્દો બોલે ને, તો એ સામી થઈ જાય એવી હોય, તો મનથી મારે. વહુથી ય ધણી સામો થઈ જતાં હોય તો, એ મનથી મારે. મારા લાગમાં આવે તો તેને તે વખતે હું સીધો કરીશ, લાગ ખોળે !
પ્રશ્નકર્તા : એક ખરાબ પ્રસંગ આવ્યો હોય, સામેની વ્યક્તિ તમારા માટે ખરાબ બોલતી હોય કે કરતી હોય, તો એના રીએકશનથી અંદર આપણને જે ગુસ્સો આવે છે, એ જીભથી શબ્દો કાઢી નાખે છે, પણ મન અંદરથી કહે છે કે, આ ખોટું છે. તો બોલે છે એના દોષ વધારે કે મનથી
કરેલા તેના દોષ વધારે ?
દાદાશ્રી : જીભથી કરે ને, એ ઝઘડો અત્યારે ને અત્યારે હિસાબ આપીને જતો રહે છે અને મનથી કરેલો ઝઘડો આગળ વધશે. જીભથી કરે ને, તે તો આપણે સામાને કહ્યું એટલે આપી દે. તરત એનું ફળ મળી જાય. અને મનથી કરે તો એનું ફળ તો એ ફળ પાકશે, એ અત્યારે બીજ રોપ્યું. એટલે કોઝીઝ કહેવાય. એટલે કોઝીઝ ના પડે એટલા માટે મનથી થઈ ગયું હોય તો મનથી પ્રતિક્રમણ કરવું.
܀܀܀܀܀