________________
વાણીનો સિદ્ધાંત
પર ૧
૫૨
વાણીનો સિદ્ધાંત
છે, એના માટે “થર્મોમિટર’ ક્યાંથી લાવવું? ઘરમાં ‘થર્મોમિટર’ મળી આવે તો પછી બહાર વેચાતું લેવા ના જવું પડે !
છોકરો ધોલ મારે, તો પણ કષાય ઉત્પન્ન થાય નહીં, ત્યારે જાણવું કે હવે મોક્ષમાં જવાના આપણે. બે-ત્રણ ધોલો મારે તો ય પણ કષાય ઉત્પન્ન ના થાય, એટલે જાણવું કે આ છોકરો જ આપણું થર્મોમીટર છે. એવું થર્મોમીટર બીજું લાવીએ ક્યાંથી ? બીજો કોઈ મારે નહીં. એટલે આ થર્મોમીટર છે આપણું. ઘરનાં થર્મોમીટર કામ લાગે છે કોઈ વખત ?
પ્રશ્નકર્તા : લાગે છે ને દાદા.
દાદાશ્રી : ઘરનાં માણસો જ થર્મોમીટર હોય આપણું. આપણને તાવ કેટલો ચઢ્યો છે, કેટલો ઉતર્યો છે, તરત ખબર પડી જાય છે. આપણે એને કશુંક સલાહ આપી અને સલાહ આપી એટલે જરાક કઠણ બોલ્યા કે તરત એ કંઈ એવું બોલે કે આપણને તાવ ચઢ્યો છે કે નહીં, એ આપણને ખબર પડી જાય. એટલે ઘરમાં બેઠા થર્મોમીટર ! દવાની દુકાનવાળાને કહીએ, કે થર્મોમીટર લાવ જોઈએ, તો એ શું આપે ? આવું થર્મોમીટર કોઈ આપે ? છોકરાં કોઈ ફેરો થર્મોમીટર થાય કે ન થાય ?
પ્રશ્નકર્તા : થાય.
દાદાશ્રી : તમને ખબર પડી જાય કે આ થર્મોમીટર છે મારું ? એવું લાગે તમને ? એટલે તમે સાચવીને જ મૂકો. થર્મોમીટર ભાંગી નાખવું નથી ? રહેવા દેવું છે ? એ હોય તો કામ લાગશે. પછી તોડી જ ના નાખોને ! થર્મોમીટર કામ લાગેને? એટલે સાચવીને મૂકે કે ના સાચવીને મૂકે ? એટલે સાચવીને મૂકી રાખવું.
ઘરમાં ભાંજગડો થાય, તે આ વાણીના શબ્દો એવા છે કે બધાને ભાંજગડો મટી ગઈ. એટલે આ વાણીથી બધું રાગે પડે છે. જેનાથી દુ:ખ જાય એ વાણી ખોળે છે લોકો. કારણ કે કોઈએ આવા ઉપાય જ નથી બતાવ્યા ને ! સીધા એપ્લાય થાય એવા ઉપાય જ નથી !
પ્રશ્નકર્તા : અને એક-એક ઉપાય આપના સચોટ છે. દાદાશ્રી : હા. સચોટ છે.
જાળવો જીગરી મિત્રની જેમ ! બાપ છોકરાને કહે કે, “તને આવો જાણ્યો હોત, તો જન્મતાં જ તને મારી નાખ્યો હોત !' ત્યારે છોકરો કહે કે, તમે મારી ના નાખ્યો તે ય અજાયબી છે ને !! આવું નાટક થવાનું તે શી રીતે મારો !!!” આવાં આવાં નાટક અનંત પ્રકારનાં થઈ ગયાં છે. અરે ! સાંભળતાં ય કાનના પડદા તૂટી જાય !! અલ્યા, આનાથી યે કંઈ જાતજાતનું જગતમાં થયું છે, માટે ચેતો જગતથી ! હવે ‘પોતાના દેશ ભણી વળો, ‘સ્વદેશ'માં ચાલો. પરદેશમાં તો ભૂતાં ને ભૂતાં જ છે, જ્યાં જાઓ ત્યાં !
આ તો નાટક છે ! નાટકમાં બૈરી-છોકરાંને પોતાનાં કાયમનાં કરી લઈએ તે કંઈ ચાલી શકે ? નાટકમાં બોલે તેમ બોલવામાં વાંધો નહીં કે,
આ મારો મોટો દીકરો, શતાયુ થા.” પણ બધું ઉપલક, ‘સુપરફલુઅસ’ નાટકીય. આ બધાંને સાચા માન્યાં તેનાં જ પ્રતિક્રમણ કરવાં પડે છે. જો સાચું ના માન્યું હોત તો પ્રતિક્રમણ કરવા ના પડત. જ્યાં સત્ય માનવામાં આવ્યું ત્યાં રાગ ને દ્વેષ શરૂ થઈ જાય, અને પ્રતિક્રમણથી જ મોક્ષ છે. આ ‘દાદા’ દેખાડે છે તે ‘આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન'થી મોક્ષ છે.
પ્રશ્નકર્તા : આપણને નાનપણથી ધાક લાગી ગયો છે, બધા વઢે, ખીજવાય એટલે આપણાથી બોલાય નહીં, જેમ છે તેમ.
દાદાશ્રી : પણ અહીં મારી પાસે હઉ ધાક લાગી ગયો છે ? મારી પાસે તો બોલાય ને ! જ્યાં ધાક ના લાગતો હોય ત્યાં તો બોલાય ને !
જ્યાં ધાક લાગતો હોય ત્યાં ના બોલાય. તેથી મા-બાપ પાસે લોકો પોતાની બધી હકીકત કહેતાં નથી, વાસ્તવિક્તા. ધાક લાગી ગયો અને પાછા ફરી કંઈક કહેશે. એટલે આમાં ગૂંચવાડો ઊભો થાય છે પછી. એટલે હું માબાપને શું કહું છું કે એની જોડે બેસીને વાતચીત કરો, એને શું અડચણ છે, શું છે, તારા વિચારો શું થાય છે. જે થતા હોય જોઈ લો. નહીં તો ય બોંબ ફાટવાનો જ છે, જો કદી દારૂખાનું ભર્યું હશે તો તે પહેલાં જાણી લીધું હોય તો તે ના ફાટે કે મોડું ફાટે એવો રસ્તો કરી શકે ને ! નહીં તો બોંબ તો ફાટ્યા વગર રહે કે ?!
પ્રશ્નકર્તા : ના રહે.