________________
વાણીનો સિદ્ધાંત
૫૧૭
૫૧૮
વાણીનો સિદ્ધાંત
દાદાશ્રી : ફૂંફાડો મારો છો ? ત્યારે પેલો સામે ફૂંફાડો મારે તો શું થાય ?
જ કહું છું, મારો જે પ્રશ્ન છે એ જ વાત છે. આ મારો પોતાનો જ પ્રશ્ન છે અને વારે ઘડીએ મારે આવું બની જ જતું હોય છે.
દાદાશ્રી : હા, એટલે હું આ દાખલો આપું છું કે બાબો તમારો હોય તો એ બાર વર્ષનો હોય, હવે એને તમે બધી વાત કરો. તો બધી વાતમાં કેટલીક વાત એ સમજી શકે અને કેટલીક વાત ના સમજી શકે ? તમે શું કહેવા માગો છો તે એની સમજમાં આવતું નથી. તમારો વ્યુ પોઈન્ટ શું છે એની સમજમાં નથી આવતું એટલે તમારે ધીમે રહીને કહેવું કે મારો હેતુ આવો છે. મારો વ્યુ પોઈન્ટ આવો છે. હું આવું કહેવા માગું છું. તને સમજાય કે ના સમજાય, મને કહેજે. અને તારી વાત મને નહીં સમજમાં આવે તો હું સમજવા પ્રયત્ન કરીશ, કહીએ. એ સમજ પડીને ? એટલે આપણો એની જોડે ફોડ કરી લેવો જોઈએ અને કેવો ? ફ્રેન્ડલી ટોનમાં હોવો જોઈએ.
તેથી આપણે લોકોએ કહ્યું કે ભઈ, સોળ વર્ષ પછી, અમુક વર્ષ પછી ફેંડ તરીકે સ્વીકારજો એમ કહ્યું, નથી કહ્યું ? ફ્રેંડલી ટોનમાં હોય તો આપણો ટોન સારો નીકળે. નહીં તો રોજ બાપ થવા જઈએ ને, તો ભલીવાર આવે નહીં. ચાલીસ વર્ષનો થઈ ગયો હોય અને આપણે બાપ થવા ફરીએ, તો શું થાય ?!
છોકરો સામો થાય ત્યારે ? છોકરો સામો થાય તો તમે શું કરો છો ? પ્રશ્નકર્તા : સમજાવું કે આ ખોટું છે, આવું ના કરવું જોઈએ. દાદાશ્રી : પણ એ સામો થાય, ત્યારે તમે કડક ના થઈ જાવ ? પ્રશ્નકર્તા : કોઈ વાર એવું થાય.
દાદાશ્રી : પણ અથડામણ ના થઈ જાય ? કોઈ દહાડો વાસણો ખખડતાં નથી ?
પ્રશ્નકર્તા : ખખડે. ત્યારે જરા ફૂંફાડો મારવો પડે. બસ એટલું જ, બીજું નહીં.
પ્રશ્નકર્તાઃ એવો અનુભવ નથી થયો, એ સામે નથી ફૂંફાડા મારતો.
દાદાશ્રી : હા, પણ એ ફૂંફાડો મારે તો શું થાય ? માટે ફૂંફાડો ય ના કરવો જોઈએ. ફૂફાડો શેને માટે ? ફૂંફાડો સાપ કરે. આપણે શેને માટે ફૂંફાડો કરવો પડે ? ફૂંફાડો તમને આવડે પણ શી રીતે ? ફૂંફાડો કોને કહેવાય, એ પણ તમે જાણતા નથી. ફૂંફાડામાં અહંકાર ના હોય. તમારા ફૂંફાડામાં તો અહંકાર હોય ને !
નહીં તો ઢેડફજેતો જ થાયને ! એ આપણને નાલાયક કહે. એટલે આપણે બીજું હથિયાર વાપરીએ, પછી રહ્યું જ શું ઘરમાં ? પછી લોકો ભેગા થાય, ‘જુઓને, આ છોકરો આટલું બધું ભણેલો છે, આ બાપનામાં અક્કલ નહીં ને !' કહેશે. એ આપણી અક્કલ પાછા લોક જુએ. એનાં કરતાં આપણી અક્કલ આપણે જ જોઈએ, એ શું ખોટી ? નહીં તો લોક તો તાયફો જુએ ! લોકોને તો જોઈએ છે એવા તાયફા !!
એટલે આ શોધખોળ છે મારી !! અને છોકરાને તો કહીએ કે લઈ જા પેલી પોટલી ! ભઈ, તારી પોટલી લઈ જા. આ વણતોલ્યું ને વણમાગ્યું આપે છે, એટલે આપણે અહીં બાજુએ મૂકી રાખો. આપણે કંઈ બોલવા જઈએ અગર તો આખી રાત તોલ તોલ કરીએ તો ઉપાધિ થાય. તમે કોઈ દહાડો આખી રાત કશું તોલેલું ? પહેલાં તોલ્યું હશેને ?!
પ્રશ્નકર્તા : હાજી, કોઈકવાર બન્યું હોય.
દાદાશ્રી : હા, તોલે. રાતે તોલે પાછો હં, સાડા અગિયાર-બાર થાય તો ય તોલે. “ઓહોહો, આવું મોટું, આવું મોટું !” કાટલા ના હોય, કશું ય ના હોય ને તોલે !!
પ્રશ્નકર્તા: છોકરો ખરાબ શબ્દ બોલ્યો, સામો થયો હોય, તે નોંધી રાખ્યું. તો એ અભિપ્રાયથી લૌકિક વર્તનમાં ગાંઠ પડી જાય. આનાથી સામાન્ય વ્યવહાર ગૂંચાઈ ના જાય ?