________________
વાણીનો સિદ્ધાંત
૪૮૫
૪૮૬
વાણીનો સિદ્ધાંત
ત અપાય વણમાગી સલાહ પ્રશ્નકર્તા : ઘણીવાર મોટી વઢવાડ ઘરમાં થઈ જાય છે તો શું કરવું?
દાદાશ્રી : ડાહ્યો માણસ હોયને તો લાખ રૂપિયા આપે તો ય વઢવાડ ના કરે ! ને આ તો વગર પૈસે વઢવાડ કરે, તો એ અનાડી નહીં તો શું ? ભગવાન મહાવીરને કર્મો ખપાવવા સાઠ માઈલ ચાલીને અનાડી ક્ષેત્રમાં જવું પડેલું ને આજના લોક પુણ્યશાળી તે ઘેર બેઠાં અનાડીક્ષેત્ર છે ! કેવાં ધન્ય ભાગ્ય ! આ તો અત્યંત લાભદાયી છે. કર્મો ખપાવવા માટે, જો પાંસરો રહે તો.
ઘરમાં સામો પૂછે, સલાહ માગે તો જ જવાબ આપવો. વગર પછથે સલાહ આપવા બેસી જાય એને ભગવાને અહંકાર કહ્યો છે. ધણી પૂછે કે, ‘આ પ્યાલા ક્યાં મૂકવાના છે ?” તો બઈ જવાબ આપે કે, “ફલાણી જગ્યાએ મૂકો.” તે આપણે ત્યાં મૂકી દેવા. તેને બદલે એ કહે કે, ‘તને અક્કલ નથી, અહીં પાછું ક્યાં મૂકવાનું તું કહે છે ?” એટલે બઈ કહે કે, ‘અક્કલ નથી ત્યારે તો મેં તમને આવું કહ્યું, હવે તમારી અક્કલથી મૂકો.' આનો ક્યારે પાર આવે ? આ સંયોગોની અથડામણ છે ખાલી ! તે ભમરડા ખાતી વખતે, ઊઠતી વખતે અથડાયા જ કરે ! ભમરડા પછી ટીચાય છે ને છોલાય છે ને લોહી નીકળે છે !! આ તો માનસિક લોહી નીકળવાનું ને ! પેલું લોહી નીકળતું હોય તો સારું. પટ્ટી મારીએ એટલે બેસી જાય. આ માનસિક ઘા પર તો પટ્ટી ય ના લાગે કોઈ !
ઘર રહે વિણ સંઘર્ષ ! તારું ઘરમાં વર્તન કેવું થઈ જશે ? સંઘર્ષમાં રાખીશ કે મિલનસાર ? પ્રશ્નકર્તા : મિલનસાર. દાદાશ્રી : કશું શબ્દ સામો બોલું છું? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : કેટલા વર્ષ થયાં સામું બોલ્યા ?
પ્રશ્નકર્તા : આટલી જિંદગીમાં એકાદ બે વખત સામુ બોલાઈ ગયેલું. દાદાશ્રી : અને તમે ? પ્રશ્નકર્તા : હું એકાદ બે વખત સામું ન બોલેલો. દાદાશ્રી : શું માણસો ભેગાં થયાં છે !!
પ્રશ્નકર્તા : પણ બધાની બુદ્ધિ થોડી સરખી હોય, દાદા ! વિચારો સરખા ના હોય. આપણે સારું કરીએ તો ય કોઈ સમજે નહીં. એનું શું કરવાનું ?
દાદાશ્રી : એવું કશું ય નથી. વિચાર સમજણ પડે છે બધાં ય. પણ બધા પોતાની જાતને એમ માને છે કે મારા વિચાર સાચાં છે એવું. તેમ બધાના વિચાર ખોટા છે. વિચાર કરતાં આવડતું નથી. ભાન જ નથી ત્યાં. માણસ તરીકે ય ભાન નથી બળ્યાં. આ તો મનમાં બેઠાં છે કે હું બી.એ. અને ગ્રેજ્યુએટ થયો. પણ માણસ તરીકે ભાન હોય તો કલેશ જ ના થાય. પોતે એડજસ્ટેબલ હોય બધે. આ બારણાં ખખડે તો ય ગમતું નથી આપણને, બારણું હવામાં ઠોકાઠોક થાય, તો તમને ગમે ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : તો પછી માણસ વઢવાડ કરે તે કેમ ગમે? કૂતરાં વઢતાં હોય તો ય ના ગમે આપણને.
આ તો કર્મના ઉદયથી ઝઘડા ચાલ્યા કરે, પણ જીભથી અવળું બોલવાનું બંધ કરો. વાત પેટમાં ને પેટમાં જ રાખો, ઘરમાં કે બહાર બોલવાનું બંધ કરો. ઘણી સ્ત્રીઓ કહે છે, બે ધોલો મારો તો સારું. પણ આ તમે જે બોલો છોને તે મારી છાતીએ ઘા વાગે છે ! હવે લ્યો અડતું નથી અને કેવાં ઘા વાગે છે !
પોતે વાંકો મૂઓ છે. હવે રસ્તામાં જરા છાપરા ઉપરથી એક આવડો પથ્થરનો ટુકડો પડે. લોહી નીકળે ત્યાં કેમ નથી બોલતો ? આ તો જાણી જોઈને એની ઉપર રોફ મારવો છે. એમ ધણીપણું બતાવવું છે. પછી