Book Title: Vani No Siddhanta Granth
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 250
________________ વાણીનો સિદ્ધાંત ૪૯૫ ૪૯૬ વાણીનો સિદ્ધાંત જાય, ભયંકર પાપ લાગે. સહેજે ય બોલાય નહીં આ જગતમાં, સહેજે ય બોલવું એનું નામ કચકચ કહેવાય. આપણે બહાર પૂછીએ કે, ‘શું તારાં કાકા કહેતા'તા ?’ ‘એ કાકા કચકચ કર્યા કરે છે વગર કામના.” ત્યારે શું આ બધાં જનાવરાં છે, મૂંઆ કાકો કચકચ કરે છે તે ?! અરે મુરખ, શું કરવા બોલબોલ કરે છે તે ?! ચક્કર નથી બોલવા જેવું. હા, એ બોલવાનું, તે બોલનારાની તો વાણી કેવી હોય ? કે જે બોલેને તે પેલો સાંભળ સાંભળ કરે, કે ‘શું કહ્યું કાકા? શું કહ્યું કાકા ?” આ તો બોલતાં પહેલાં જ છે તે પેલા કચ કચ કરે. ‘તમે કચકચ તમારી રહેવા દો, વગર કામના ડખો કર્યા કરો છો !” કહેશે ! એટલે એક જ જગતમાં કરવાનું છે. કશું બોલવું નહીં કોઈએ. નિરાંતે જે હોય એ ખઈ લેવું ને આ ઠંડ્યા બા સહુસહુનાં કામ પર, કામ કર્યા કરવાનું. બોલશો કરશો નહીં. તું નથી બોલતી નથી ને, છોકરાં જોડે, ધણી જોડે ? પ્રશ્નકર્તા : બહુ ઓછું કરી નાખ્યું. દાદાશ્રી : બિલકુલ નહીં કરવાનું. દાદાની આજ્ઞા ! વઢવાથી તો છોકરાં બગડે છે, સુધરતા નથી બળ્યા, વળી કઈ મા માં બરકત હશે કે છોકરાને વઢવઢ કરે ?! એ મા માં બરકત જોઈએ ને ? શું ? ક્યારે વઢેલું કામનું ? કે પૂર્વગ્રહ ન હોય તો વઢેલું કામનું. પૂર્વગ્રહ એટલે ગઈકાલે વડ્યો'તો ને, ને મનમાં તો યાદ હોય. આવો જ છે, આવો જ છે અને પછી પાછો વઢે. એટલે પછી, પછી એમાંથી ઝેર ફેલાય. ભયંકર રોગ ભગવાને કહ્યું છે, મૂરખ બનવાની નિશાની, અક્ષરે ય બોલવાનું નહીં. પ્રશ્નકર્તા: પણ દાદા, આપણે તો છોકરાઓને વાઈફને કંઈ કહેતા હોઈએ ને, તો પેલું નાટકમાં જેમ ગુસ્સો કરતાં હોય એવું સાધારણ આમ. દાદાશ્રી : હા. નાટકી ભાવ રાખે તો વાંધો નહીં. પણ ઘરમાં બિલકુલ લઢવું નહીં. ઘરનાં પોતાનાં માણસ કહેવાય. તમારે ઘરમાં બંધ છે કે નહીં. બિલકુલે ય ? નાનામોટાં બેઉ સરખાં ? કે મોટો તમારો ? પ્રશ્નકર્તા : (ભાઈ) આ વઢવાનું ફાવતું નથી બહુ. પ્રશ્નકર્તા : (બહેન) છોકરાઓને ન વઢે કોઈ દિવસ. દાદાશ્રી : પણ શું કરવા બોલે ?! પોતાનું મગજ બગાડવું, મૂરખ બનવું, એ કોનાં ઘરની વાત છે તે ?! પોતે મૂરખ બને ને પાછો મગજ બગાડે, સાર કશો કાઢવાનો નહીં ! જો સામાં કચકચ કરતાં હોય ને, તો આપણે કચકચ કરવા જેવી નથી. એ આપણને મુરખ જાણે તો મુરખ જાણવું. કંઈ એમનાં હાથમાં કંઈ ઓછો કાયદો છે, મોક્ષે જવાનો ?! દાદાની પાસે આપણે સર્ટિફિકેટ લેવું, કે સર્ટિફિકેટ કેવું છે, બસ. હવે, આ ભવમાં તો સાચવી લઇએ ! બધું ‘વ્યવસ્થિત’ ચલાવે છે, કશું બોલવા જેવું નથી. ‘પોતાનો ધર્મ કરી લેવા જેવો છે. પહેલાં તો એમ જાણતા હતા કે આપણે ચલાવીએ છીએ એટલે આપણે હોલવવું પડે. હવે તો ચલાવવાનું આપણે નહીં ને ? હવે તો આ યુ ભમરડા ને તે ય ભમરડા ! મેલને પીડા અહીંથી ! પ્યાલા ફૂટે, કઢી ઢળે, વહુ છોકરાંને વઢતી હોય તો ય આપણે આમ આડા ફરીને નિરાંતે બેસી જવું. આપણે જોઇએ ત્યારે એ કહેને કે, ‘તમે જોતા હતા, કેમ ના બોલ્યા ?” અને ના હોય તો હાથમાં માળા લઇને ફેરવ્યા કરીએ એટલે એ કહેશે કે, “આ તો માળામાં છે.’ મેલોને પૈડ ! આપણે શી લેવાદેવા ? સ્મશાનમાં ના જવાનું હોય તો કચકચ કરો ! માટે કશું બોલવા જેવું નથી. આ તો ગાયો-ભેંસો ય એના બાબા જોડે રીતસર ભોં ભ કરે, વધારે બોલે નહીં ! ને આ મનુષ્યો તો ઠેઠ સુધી બોલ બોલ કરે. બોલે એ મૂરખ કહેવાય, આખા ઘરને ખલાસ કરી નાખે. એનો ક્યારે પાર આવે ? અનંત અવતારથી સંસારમાં ભટકયા. ના કોઇનું ભલું કર્યું, ના પોતાનું ભલું કર્યું. જે માણસ પોતાનું ભલું કરે તે જ બીજાનું ભલું કરે.

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280