Book Title: Vani No Siddhanta Granth
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 257
________________ વાણીનો સિદ્ધાંત ૫૦૯ ૫૧૦ વાણીનો સિદ્ધાંત રાગે પડે. નહીં તો તમે તો માર, લેફટ એન્ડ રાઈટ, લેફટ એન્ડ રાઈટ લઈ લો, તે ચાલતું હશે ? પ્રશ્નકર્તા અહીંના બાળકો દલીલબાજી બહુ કરે છે, આર્ગ્યુમેન્ટ બહુ કરે છે. આ તમે શેના લેકચર મારી રહ્યા છો, કહે ? દાદાશ્રી : દલીલબાજી બહુ કરે. છતાં પ્રેમથી શીખવાડોને તો દલીલબાજી ઓછી થઈ જશે. આ દલીલબાજી તમારું રિએકશન છે. તમે અત્યાર સુધી એને દબડાય દબડાય કર્યો છે ને. એ એના મગજમાંથી જતું નથી, ભૂંસાતું જ નથી. એટલે પછી એ દલીલબાજી એને લીધે કરે છે. મારી જોડે એકે ય છોકરું દલીલબાજી નહીં કરતું. કારણ કે હું સાચા પ્રેમથી આ તમારી બધા જોડે વાતો કરી રહ્યો છું. પ્રશ્નકર્તા છોકરાઓ હોય, તો એની જોડે કેવી રીતે ટકોર કરવી ? દાદાશ્રી : શી ટકોર કરવાની ? પ્રશ્નકર્તા ટકોર કરવી પડેને, કે એની ભૂલ થતી હોય તો ? દાદાશ્રી : તે આપણે એમને એમ પૂછવું કે તમે આ બધું કરો છો એ તમને ઠીક લાગે છે, તમે વિચારીને કર્યું આ બધું ? ત્યારે એ કહે કે, મને ઠીક નહીં લાગતું. તો આપણે કહીએ કે ભઈ, તો શા માટે આપણે નકામું આમ કરવું ? એમ પોતે જરા વિચારીને કહોને, પોતે ન્યાયાધીશ હોય છે બધાં, સમજે છે બધાં, પોતે ખોટું થયું હોય તો એને સમજે તો ખરો જ. પણ તમે એમ કહો કે તું મૂર્ખ છું અને ગધેડો છું. તે આ કેમ કર્યું ? ત્યારે ઊલ્ટો પકડ પકડે. ના, ‘હું કરું છું એ જ ખરું છે, જાવ કહેશે. ઊંધું કરે પછી કેમ ઘર ચલાવવું તે આવડતું નથી. જીવન કેમ જીવવું તે આવડતું નથી. એટલે જીવન જીવવાની ચાવી મૂકેલી છે બધી આમાં, કેમ કરીને જીવન જીવવું તે ?! પ્રશ્નકર્તા : અહીં અમેરિકામાં કોલેજોમાં ‘પબ્લીક રીલેશન'ના ક્લાસીસ ચાલે છે. પબ્લીક સાથે સંબંધો કેવી રીતે રાખવા ? તો ય કંઈ પરિણામ નથી આવતું. દાદાશ્રી : ના આવે. પરિણામ પ્રેમથી કર્યા સિવાય આવે નહીં. એક છોડવો ઊછેરવો હોયને, તો ય તમે પ્રેમથી ઊછેરો, તો બહુ સારો ઊછરે. પણ એમ ને એમ પાણી રેડોને, બૂમાબૂમ કરો, તો કશું ના થાય. એક છોડવો ઊછેરવો હોય તો ! તમે કહો કે ઓહોહો !!! સરસ થયો છોડવો. તે એને સારું લાગે છે! એ ય સરસ ફૂલો આપે મોટાં મોટાં !! તો આ પછી મનુષ્યોને તો કેટલી બધી અસર થતી હશે ?! પ્રેમના પાવરે પ્રગટાવો પ્રકાશ! સત્તાવાહી અવાજ અમારો ના હોય. એટલે સત્તા ના હોવી જોઈએ. છોકરાને તમે કહોને તો સત્તાવાહી અવાજ ના હોવો જોઈએ. પ્રશ્નકર્તા: હા, આપે કહેલું કે કોઈ આપણા માટે બારણાં વાસી દે. તે પહેલાં આપણે અટકી જવું. દાદાશ્રી : હા, ખરી વાત છે એ બારણાં વાસી દે તે પહેલાં આપણે અટકી જવું જોઈએ. તે એને વાસી દેવાં પડે ત્યાં સુધી આપણી મૂર્ખાઈ કહેવાય, શું ? આવું ના હોવું જોઈએ અને સત્તાવાહી અવાજ તો કોઈ દહાડો મારો નીકળ્યો જ નથી. એટલે સત્તાવાહી અવાજ ના હોવો જોઈએ. નાનો હોય ત્યાં સુધી સત્તાવાહી અવાજ દેખાડવો પડે. ચૂપ બેસી જા. તે ય હું તો પ્રેમ જ દેખાડું. હું તો પ્રેમથી વશ કરવા માંગું. પ્રશ્નકર્તા : પ્રેમમાં જેટલો પાવર છે એટલો પાવર સત્તામાં નહીં ને ! દાદાશ્રી : ના. પણ તમને પ્રેમ ઉત્પન્ન થાય નહીંને પેલો કચરો નીકળી ના જાય ત્યાં સુધી ! કચરો બધો કાઢું છું કે નહીં કાઢતી ! કેવા સરસ હાર્ટવાળા, જે હાટલી હોયને તેની જોડે ડખો ના કરવો, તારે એની જોડે સારું રહેવું. બુદ્ધિવાળા જોડે ડખો કરવો, કરવો હોય તો. બોલ ઝીલાય તો જ ફરી ફેંકાય! એટલે તમે થોડો પ્રયોગ મારા કહ્યા પ્રમાણે કરોને. પ્રશ્નકર્તા : શું કરવાનું ?

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280