________________
વાણીનો સિદ્ધાંત
એવું બીજા ય બોલે. પણ તે હું હસું. હું સમજું. હવે એવું બોલવામાં વાંધો નહીં. હું તો ગુનો ક્યાં આગળ પકડું ? કે ગુનાહીત વૃત્તિ છે કે નહીં, એટલું જ હું જોઈ લઉં. ગુનાહીત એટલે કંઈ છેતરવાની વૃત્તિ, અનુસિન્સિયારિટી છે કે નહીં, તે જોઈ લઉં. બીજું બધું હું ના જોઉં. બીજો બધો તો વ્યવહાર છે. હું પૂછું, ‘ક્યાં ગયા હતા ?” ત્યારે એ કહે, “અમુક જગ્યાએ.’ ત્યારે હું કહું કે ‘કશો વાંધો નહીં.’ લેટ ગો કરું. અમે ય સમજીએ મહીં. કંઈ ના સમજીએ ઓછું ? એ તો મનને બહેકાવવું પડે. ના બહેકાવવું પડે ?
પ્રશ્નકર્તા : એ ના સમજાયું !
૪૬૭
દાદાશ્રી : અકળાઈ ગયો હોય તો તે મનને બહેકાવે. તે હવે બહેકાવે, તે ઘડીએ આપણે પૂછીએ તો તે વખતે બ્રેઈન કેમના ય હોય ?! એટલે હું ય હતું. આપણે સમજી જવાનું કે આ મન બહેકાવા જાય છે. મનને બહેકાવે નહીં તો તે પાછું ગાંડું હઉ થઈ જાય. એટલે એને બહેકાવવું પડે.
હું તો આ બધા રસ્તા જોઈને નીકળેલો, એટલે અનુભવ થયેલો. એટલે હવે એ મારે નથી. પણ એ હું જાણું ખરો કે અમુક અમુક જગ્યાઓ આવી હોય છે, ગૂંચો હોય છે અને તેમાં નિર્દોષ હોય છે. બિચારા વગર કામના માર ખાય છે.
પ્રશ્નકર્તા : મનને બહેકાવવું. એ જરા સમજાવો ને !
દાદાશ્રી : તમને આનંદ થાય એવી જગ્યામાં તમે બેઠા હોય થોડી
વાર. હવે હું જાણતો હોઉં કે આ સંગ સારો નથી, આ રીત સારી નથી. છતાં ય તમે આનંદ થવા માટે બેઠા હોવ અને હું પૂછું એટલે તમે કહો કે ‘એવું ન્હોતું, આમ હતું.’ એટલે હું સમજી જઉં.
પણ મનને બહેકાવવું તો જોઈએ ને ! હું બધી જગ્યાએ જઈને આવેલો છું. હું તમને ઓછો કંઈ ગુનેગાર ગણું છું ? મન બહેકાવવા માટે હું જૂઠું બોલેલો, તે હું બધું જાણું ને !
અનંત અવતારમાં જૂઠું જ બોલ્યા છે. સાચું બોલ્યા છે જ ક્યારે ? આપણે પૂછીએ ‘ક્યાં ગયા હતા ?’ ‘રસ્તામાં ફરવા ગયો હતો’ એમ કહે.
વાણીનો સિદ્ધાંત
અને ગયો હોય સિનેમામાં. હા, પણ એ તો માફી માગી લેવાની. આત્મા માટે ખોટું તો ય પરમ સત્ય !
પ્રશ્નકર્તા ઃ પરમાર્થના કામ માટે થોડું જૂઠું બોલે તો તેનો દોષ
૪૬૮
લાગે ?
દાદાશ્રી : પરમાર્થ એટલે આત્માને માટે જે કંઈ પણ કરવામાં આવે છે, એનો દોષ લાગતો નથી. અને દેહ માટે જે કંઈ પણ કરવામાં આવે છે, ખોટું કરવામાં આવે તો દોષ લાગે અને સારું કરવામાં આવે તો ગુણ લાગે. આત્મહેતુ હોયને, એનાં જે જે કાર્ય હોય, તેમાં કોઈ દોષ નથી. સામાને આપણા નિમિત્તે દુ:ખ પડે તો એ દોષ લાગે !
જૂઠું બોલીને ય આત્માનું કરતા હશો તો વાંધો નથી અને સાચું બોલીને ય દેહનું હિત કરશો તો વાંધો છે. સાચું બોલીને ભૌતિકનું હિત ક૨શો તો ય વાંધો છે. પણ જૂઠું બોલીને આત્મા માટે કરશો ને, તો હિતકારી છે. ...ત્યાં બતો પોપટ !
પ્રશ્નકર્તા : કોઈનું સારું કામ કરવા માટે આપણે જૂઠું બોલીએ તો કોને દોષ લાગે ? આવું કરી શકાય ?
દાદાશ્રી : જૂઠું બોલે તેને દોષ લાગે.
પ્રશ્નકર્તા : એવું ?
દાદાશ્રી : ત્યારે બીજા કોને ? એને કોણે ઊંચો બાંધ્યો હતો તે એ જૂઠું બોલીને પણ પેલાના સારુ કરે ?
પ્રશ્નકર્તા : કોઈ જૂઠું બોલવાનું દબાણ કરે તો ? બીજા કોઈનું સારું થાય છે એટલે તમે જૂઠું બોલો, એમ કોઈ દબાણ કરે તો ?
દાદાશ્રી : તો એમ કહેવું કે, ‘ભઈ, હું તમારા દબાણથી બોલીશ. હું તો પોપટ છું. આ તો તમારા દબાણથી પોપટ થઈને બોલીશ. બાકી, હું નહીં બોલું.' પછી પોપટ બોલે એવી રીતે બોલજો. તમે જાતે બોલી ના