________________
વાણીનો સિદ્ધાંત
૪૭૫
વાણીનો સિદ્ધાંત
દાદાશ્રી : તો આ પરિણામ છે. પ્રશ્નકર્તા: પણ ખોટું કરે તો પાછું બીજા જન્મમાં તકલીફ પડે ને ?
દાદાશ્રી : ના પડે. તમારે તો ફક્ત “ચંદુભાઈને’ એમ કહેવાનું કે ‘પ્રતિક્રમણ કરો.” સારું કર્યું હોય તે ય બીજા જન્મમાં આવે પાછું. સારુંખોટું, કશું આપણને કંઈ લેવાદેવા નથી. આપણે નિકાલ કરી નાખવાનો છે. આ દુકાન કાઢી નાખવાની છે. સારો માલ હોય, રાશી માલ હોય તે દુકાનમાં કાઢી નાખવાનો છે. આ પરિણામ છે હવે.
આજ્ઞામાં રહેવાનો નિશ્ચય માત્ર! પ્રશ્નકર્તા : આપે જે પાંચ આજ્ઞાઓ કહી તો એના આધારે જીવવાનું, એવું નહિ ?
દાદાશ્રી : પાંચ આજ્ઞા પાળવાની. તેથી આત્માને રક્ષણ થાય, આ જ્ઞાનને રક્ષણ થાય. એમાં અઘરી નથી ને ?
પ્રશ્નકર્તા: ના, અઘરી તો છે જ. તમે જે સમભાવ રાખવાનો કહ્યો, તે કોઈની ઉપર ગુસ્સે ના થવું, બોલવાનું નહીં.
દાદાશ્રી : ના, એ તો તમારે મનમાં નક્કી કરવાનું કે “મારે સમભાવે નિકાલ કરવો’ એટલું જ. બીજું તમારે કંઈ જોવાનું નહીં. થયું કે ના થયું એ જોવાનું નહીં.
પ્રશ્નકર્તા : જે રીતે થાય, એમ.
દાદાશ્રી : એ ભાંજગડમાં તમારે પડવાનું નહીં. સાચું-ખોટું હોતું જ નથી હવે. ભગવાનને ત્યાં સત્ય અને અસત્ય, બેઉ હોતું જ નથી. આ તો અહીં સમાજ વ્યવસ્થા છે. હિન્દુઓનું સત્ય, મુસ્લિમોનું અસત્ય થાય ને મુસલમાનોનું સત્ય, તે હિન્દુઓને અસત્ય થાય. આ બધી સમાજ વ્યવસ્થા છે. ભગવાનને ત્યાં સાચું-ખોટું કશું હોતું જ નથી. ભગવાન તો એટલું કહે છે કે, કોઈને દુઃખ થાય તો આપણે પ્રતિક્રમણ કરવું. દુઃખ ના થવું જોઈએ આપણાથી. તમે “ચંદુભાઈ” હતા, એ અહીંયા દુનિયામાં
સાચા. બાકી ભગવાનને ત્યાં તો એ ‘ચંદુભાઈ’ ય નહીં. આ સત્ય ભગવાનને ત્યાં અસત્ય છે.
સંસાર ચાલે, સંસાર અડે નહીં, નડે નહીં ને કામ થાય એવું છે. ફક્ત અમારી આજ્ઞાનું આરાધન કરવાનું છે. “ચંદુભાઈ” જૂઠું બોલે, તે ય આપણે ત્યાં વાંધો નથી. જૂઠું બોલે તો સામાને નુકસાન થયું. તે આપણે ‘ચંદુભાઈને' કહીએ, ‘પ્રતિક્રમણ કરી લો.’ જુઠું બોલવાનો પ્રકૃતિ ગુણ છે. એટલે બોલ્યા વગર રહે નહીં. જૂઠું બોલવાને માટે હું વાંધો ઉઠાવતો નથી. હું જૂઠું બોલ્યા પછી પ્રતિક્રમણ ના કરવાનો વાંધો ઉઠાવું છું. જૂઠું બોલીએ અને પ્રતિક્રમણના ભાવ થાય, તે વખતે ધ્યાન જે વર્તે છે તે ધર્મધ્યાન હોય છે. લોક ધર્મધ્યાન શું છે એને ખોળે છે. જૂઠું બોલાય, ત્યારે ‘દાદા' પાસે માફી માગવી અને ફરી જૂઠું બોલાય જ નહિ તેવી શક્તિઓ માગવી.
પ્રશ્નકર્તા : ધારો કે જીભથી કહ્યું, તો એને મારા તરફથી તો દુઃખ થઈ ગયું કહેવાય ?
દાદાશ્રી : હા, એ દુ:ખ તો આપણી ઈચ્છા વિરુદ્ધ થયું છે ને, માટે આપણે પ્રતિક્રમણ કરવું. આ જ એનો હિસાબ હશે, તે ચૂકવાઈ ગયો.
પ્રશ્નકર્તા ઃ આપણે કશુંક કહીએ તો એને મનમાં ખરાબ પણ બહુ લાગે ને ?
દાદાશ્રી : હા. એ તો બધું ખરાબ લાગે. ખોટું થયું હોય તો ખોટું લાગેને. હિસાબ ચૂકવવો પડે, તે તો ચૂકવવો જ પડેને. એમાં છૂટકો જ ના થાય.
પ્રશ્નકર્તા : અંકુશ નથી રહેતો એટલે વાણી દ્વારા નીકળી જાય છે.
દાદાશ્રી : હા. એ તો નીકળી જાય. પણ નીકળી જાય તેની પર આપણે પ્રતિક્રમણ કરવાનું, બસ બીજું કશું નહીં. પશ્ચાત્તાપ કરી અને એવું ફરી નહીં કરવું. એવું નક્કી કરવું જોઈએ.
પછી નવરા પડીએ એટલે એનાં પ્રતિક્રમણ કર કર કર્યા જ કરવાનાં. એટલે બધું નરમ થઈ જાય. જે જે કઠણ ફાઈલ છે એટલી જ