________________
વાણીનો સિદ્ધાંત
૪૨૯
૪૩
વાણીનો સિદ્ધાંત
રહેવાનું અને આ બધા હિસાબ છે, એને ધીમે ધીમે ચૂકતે કરવાના છે.
ઉધાર બંધ, જમા ચાલુ ! પ્રશ્નકર્તા : એક વખત જમે કરીએ, બે વખત જમે કરીએ, સો વખત જમે કરીએ, એવું બધી વખત જમા જ કર્યા કરવાનું ?
દાદાશ્રી : હા, ફરી ઉધાર કરશો તો ફરી એ ચોપડા ચાલુ રહેશે. એના કરતાં લાખ વખત તું જમે કરાવને, આપણે જમે કરવાના. અને એનો અંત આવશે. જો જો ને, મારા કહ્યા પ્રમાણે ચાલો ને !
પ્રશ્નકર્તા : આટલા વર્ષ ગયા છતાં હજુ અંત નથી આવ્યો.
દાદાશ્રી : બીજો વિચાર કર્યા કરતાં મારા કહ્યા પ્રમાણે કરજો ને, અંત આવી જશે. અને મેં જમે કરેલા છે, એવા બધા બહુ. અમે અઠ્ઠાવીસ વર્ષથી નવી ધીરતા નથી. તે ચોપડા બધા કેટલા ચોખ્ખા થઈ ગયા ! ધીરવાનું જ બંધ કરી દીધું, ને જમે જ કર કર કરેલું. ‘અમે’ ‘પટેલને કહી દીધેલું કે ‘ભાઈ, જમે કરી દેજો. જે આપવા આવે, તેનું જમે કરી
એટલી સારી ને ! એટલે ચોપડે જમે કરી દેવું. જેટલું ધાર્યું હોય એટલું જ પાછું આવશે. ધીરેલું ના હોય તે નહીં આવે.
હસતે મુખે ઝેર પીવે... કવિરાજ શું કહે છે ? “હસતે મુખે ઝેર પીવે, નીલકંઠી ખાનદાન. નિઃસ્પૃહ અયાચકને ખપે નહીં માનતાન.''
હવે આપણો આટલો પુરુષાર્થ રહ્યો કે ‘હસતે મુખે ઝેર પીવો.” કો'ક દહાડો છોકરાની જોડે કંઈ મતભેદ પડ્યો, છોકરો સામો થયો હોય તો પછી જે ‘પ્યાલો’ આપી જાય, તે પીવો તો પડે ને ! રડી રડીને ય પણ પીવો તો પડે જ ને ? એ ‘પ્યાલો' કંઈ ઓછો એના માથામાં મરાય છે? પીવો તો પડે જ ને ?
પ્રશ્નકર્તા : હા, પીવો પડે.
દાદાશ્રી : જગત રડી રડીને પીવે છે. આપણે હસીને પીવું ! બસ, એટલું જ કહે છે. જગત શું કરીને પીવે છે ? રડી રડીને, કે ‘આણે આમ કર્યું ને આણે આમ પાયું. ને આણે તેમ પાયું.” પોતાની પાસે એક તો આનંદ છે જ, પણ હસ્યા એટલે તેનો સાયકોલોજી આનંદ પણ થાય. સાયકોલોજી શું કહે છે કે ‘તમે હસો તો તમને આનંદ થાય.' ને પેલો સ્વાભાવિક આનંદ તો આપણી પાસે છે જ. મૂળ સ્વાભાવિક આનંદ અને આ સાયકોલોજિકલ આનંદ, બે ભેગું થયું પછી ચા કેવી સરસ બને ? સરસ ના બને ?
પ્રશ્નકર્તા: સરસ બને.
દાદાશ્રી : અને પેલું તો ચા ય બગડી જાય ને બધું ય બગડી જાય. એટલે આ શું કહે છે કે હસીને ભોગવો.
વાણી અન્યોન્ય વ્યવહારધીત ! પ્રશ્નકર્તા : આ કાળમાં વાણીની જ ભાંજગડ છે ને ?
માર્ગ સહેલો છે ને ? એટલે આવું વિજ્ઞાન છે આપણું. અને ચોપડાના હિસાબ તો પૂરા થવાં જ જોઈએ ને ? તમને કેવું લાગે છે ?
પ્રશ્નકર્તા : થવાં જ જોઈએ.
દાદાશ્રી : હા. અને આપણા પાડોશીને કહીએ કે ‘તમે સવારના પહોરમાં મને પાંચ ગાળો ભાંડજો.' ત્યારે એ શું કહેશે કે “કંઈ નવરો છું ?” એટલે હિસાબ નથી, એ કોઈ ગાળ ભાંડે જ નહીં ને ! અને હિસાબ છે, એ કોઈ છોડનાર નથી.
પ્રશ્નકર્તા : એટલે કોઈ આપણને ગાળ આપે તો આપણે ખુશ થવું જોઈએ ને, કે આપણો હિસાબ ચૂકતે થાય છે ?
દાદાશ્રી : હા. અને ખુશ થઈને જમે કરી દઈએ કે ચાલો, પાછલો આટલો હિસાબ આવ્યો. ધીરેલી રકમ જતી રહે, તેના કરતાં પાછી આવી