________________
૪૩૮
વાણીનો સિદ્ધાંત
[૫] વાણી, છે જ ટેપરેકર્ડ!.
તેથી મેં ખુલ્લે છોગે આખા વર્લને કહ્યું છે કે આ ઓરિજિનલ ટેપરેકર્ડ બોલે છે. આ બધા ય રેડિયા છે. કોઈ મને સાબિત કરી આપે કે “આ ટેપરેકર્ડ નથી” તો આ આખું જ્ઞાન જ ખોટું છે.
બોલે તે બધી ટેપરેકર્ડ ! બાકી, વાણી એ ટેપરેકર્ડ જ છે. ગધેડાને હઉ ટેપ છે. ગધેડું ભુંકે, તે ય ટેપ છે ને ! આ માણસ બોલે છે, તે ય બધું ટેપરેકર્ડ છે. જીવમાત્ર બોલે છે, એ ટેપરેકર્ડ છે. આ હું બોલી રહ્યો છું, તે આ પણ ટેપરેકર્ડ બોલી રહી છે. હવે ટેપરેકર્ડ બોલ બોલ કરે કે ‘ચંદુભાઈ ખરાબ છે, ચંદુભાઈ ખરાબ છે', તો પછી તમને અસર થાય ? ના થાય. કારણ કે એમાં માણસ નથી, જીવ નથી, ચેતન નથી. આખી વાણી માત્ર નિશ્રેતન છે. વાણી ચેતન છે જ નહીં. માટે એની પર ક્રોધ કરશો નહીં. પેલો ડુંગર ઉપરથી પથરો પડે છે કે આમાં ક્શો ફેર નથી.
“કેમ બોલ્યો ?', કેમ કહેવાય ? એટલે આ કોઈ જીવતો નથી બોલતો. આ બધી ટેપરેકર્ડ બોલે છે. પછી એ પાછો પસ્તાય ખરો. ત્યારે એ નથી બોલ્યો, એની ખાતરી થઈ ગઈ ને આપણને ?
પ્રશ્નકર્તા : હા, બરાબર છે.
દાદાશ્રી : હવે એ પસ્તાય એવું કરવાની જરૂર છે. તેને બદલે ‘કેમ બોલ્યો ” કહે, એટલે ઊલ્ટો એ પસ્તાવાનું છોડી દઈને પાછો આપણી સામો થાય એ.
રેડિયાને સામું વઢાય ? વાણીની ઉપર તો બધી ભાંજગડ છે. વાણીને લીધે જ તો આ બધી ભ્રાંતિ જતી નથી. કહેશે કે ‘આ મને ગાળો દે છે.” અને એટલે પછી વેર જાય જ નહીં ને ! વાણીથી આખું જગત ઊભું રહ્યું છે. જો વાણી ના હોત તો આ જગત આવું ના હોત. એટલે વાણી જ મુખ્ય આધાર છે.
પ્રશ્નકર્તા: આટલાં બધા ઝઘડા થાય, ગાળો ભાંડે તો ય લોક મોહને લઈને બધું ભૂલી જાય છે અને મને તો દસ વરસ પહેલાં કહેલું હોય તો ય લક્ષમાં રહે, અને પછી હું એની જોડે કટ કરી નાખું.
દાદાશ્રી : પણ હું કંઈ જુદું ના કરી નાખ્યું. અમે જાણીએ કે આની નોંધ રાખવા જેવી નથી. રેડિયો વાગતો હોય એવું મને લાગ્યા કરે. ઊલટું મહીં મનમાં હસવું આવે. એને હું દેખાડું નહીં, નહીં તો મૂઓ ચીઢાય પાછો. પણ મનમાં હસવું આવે કે આ રેડિયો કેવો લાગે છે ! એ ગાળો ભાંડતો હોય તો ય પણ મને એવું લાગ્યા કરે કે આ તો બધા રેડિયા જ
એનું નામ, કરુણા ! અને લોકોને બોલતાં ક્યાં આવડે છે ?! બેભાનપણે બોલે. એમાં એમનો ઇરાદો નથી. શી ઇચ્છા નથી. આ જીવોને ભાન જ નથી હોતુંને, શું બોલવું તે ! પોતાની વહુનું હતું અવળું બોલે. પોતાનું હઉં અવળું બોલેને ? ‘હું નાલાયક છું, બદમાશ છું’ એવું હઉં બોલે. ભાન વગરનું બોલે. એને મનમાં જમે નહીં રાખવાનું. ‘લેટ ગો’ કરીને ચાલવા દેવું.