________________
વાણીનો સિદ્ધાંત
૪૪૫
વાણીનો સિદ્ધાંત
મને દુઃખ થાય છે. પણ હવે આપણને ખબર પડી કે આ તો રેકર્ડ બોલે છે. જયારે સાચું જ્ઞાન થયું ત્યારે આપણને ખબર પડી કે આ તો રેકર્ડ બોલે છે, આ ફાઈલ છે, આ ‘વ્યવસ્થિત’ છે.
એટલે બધો ગહન કોયડો છે કે આ જગત કોઈથી ય ઉકેલાયેલું નહીં. તીર્થંકરો એ ઉકેલીને જતા રહ્યા ને તીર્થંકરોનાં દર્શન કર્યા, એ લોકો ફાવી ગયાં. જે લોકોએ ભગવાનનાં ભાવથી દર્શન કર્યા અને ભગવાનને કહ્યું કે મારી પર કૃપા વરસાવો, એ લોકો ફાવી ગયાં. બાકી કોઈ આનો ઉકેલ લાવેલા નહીં. બહુ ગહન, ગહન, ગહન કોયડો છે આ !
આ પઝલનું સોલ્યુશન આપણે થોડા વિભાગમાં આપી દીધું, શોર્ટ કટ કરીને એને. શોર્ટ કટમાં આપી દીધું એટલે ભાંજગડ જ મટી ગઈને ! એટલે જો તમારે મોક્ષે જવું હોય તો ભગવાનની દ્રષ્ટિથી ચાલવું પડશે. ભગવાનની દ્રષ્ટિ કેવી છે કે જગતમાં કોઈ દોષિત છે જ નહીં. અને સંસારમાં ભટકવું હોય તો લોકદ્રષ્ટિથી ચાલવું પડશે. લોકદ્રષ્ટિ કેવી છે કે “આ આણે કર્યું, આણે મારી જોડે આમ કર્યું.’ તેનાથી અહીં આગળ ભટકવું પડશે. અને ભગવાનની દ્રષ્ટિ કેવી છે કે કોઈ જીવ ગુનેગાર છે. જ નહીં. એટલે કોઈ ગાળો ભાંડતો હોય તો, મેં તમને જ્ઞાન આપ્યું છે. કે એ રેકર્ડ બોલી રહી છે, એમાં એનો શો ગુનો ? અને રેકર્ડ જે બોલી હોય, તેનું ખોટું આપણને લાગે નહીં. આવી ભગવાનની દ્રષ્ટિ છે, એનાથી મોક્ષ થાય. આ તો બધા અજ્ઞાનતાથી એમ માને છે કે એ પોતે જ બોલે છે. તેથી એમ લાગે છે કે આ તો મારી પર બહુ ત્રાસ કરે છે. પણ એ શું બોલતો જ નથી. એટલે આપણું જ્ઞાન ઇટસેલ્ફ જ બધી રીતે છોડાવે છે, ને નિરંતર સમાધિમાં રાખે એવું આ જ્ઞાન છે.
જ્ઞાતા-જોયનો સંબંધ રહેવો જોઈએ. ‘દેહ કઈ બાજુ રહે છે, દેહના શા શા ચેનવાળા છે’ એ જ્ઞાનમાં દેખાવું જોઈએ. વાણી કઠોર નીકળે છે કે સુંવાળી નીકળે છે, એ પણ તમને દેખાવી જોઈએ કે હજુ તો કઠોર વાણી નીકળે છે. પણ તે ય રેકર્ડ છે, એ દેખાવું જોઈએ.
આ તો વિજ્ઞાન છે. એટલે વિજ્ઞાનને સમજી લેવાનું છે. વિજ્ઞાન એટલે વિજ્ઞાન વિજ્ઞાનમાં શો ફેરફાર ના હોય. વિજ્ઞાન એટલે
વિરોધાભાસ નહીં ! ખાલી સમજી જ લેવાનું છે !!
વિજ્ઞાતથી વાણી વાગે તા ! કોઈ પ્રેમભગ્ન થયેલા હોય ને કોઈ અહંકારભગ્ન હોય, એનો એને બહુ માર ખાવો પડે. બહુ સેન્સીટીવ હોય, વાત વાતમાં સેન્સીટીવ. સેન્સીટીવ માણસને સામો કંઈક શબ્દ બોલ્યો કે તરત જ ઈફેક્ટ થાય. પણ હું કહું છું કે શબ્દ તો રેકર્ડ છે.
વાણી જડ છે છતાં વ્યવહારમાં વધારે ઈફેક્ટિવ વાણી જ છે. એના થી તો આ જગત ઊભું રહ્યું છે. વાણીનો સ્વભાવ જ ઈફેક્ટિવ છે.
વાણી ઈફેક્ટિવ કેમ કરીને થાય એ જો સમજાશે તો તેનું મૂળ કારણ ખોળી કાઢશે. એનું મૂળ કાર્ય શું છે તે ખોળી કાઢશે. કેવી રીતે આ પરમાણુ ઈફેક્ટિવ થયાં.
શબ્દ તો ઠંડકે ય આપે અને સળગાવે ય ખરું. એટલે ઇફેક્ટિવ છે. અને ઇફેક્ટિવ વસ્તુ બધી નિચેતન હોય. ચેતન ઈફેક્ટિવ ના હોય. વિનાશી ચીજ હોય, તે વસ્તુ ઇફેક્ટિવ હોય. આપણું ‘જ્ઞાન’ મળ્યા પછી ગમે તેવી વાણી હોય તો વાણી ઇફેક્ટિવ ના થાય. છતાં હજુ થાય છે, એનું શું કારણ ? પહેલાની અવસ્થાઓ ભૂલ્યા નથી. બાકી ઇફેક્ટ થાય છે, એને તમે જાણ્યું કે સામાની વાણી છે તે રેકર્ડ સ્વરૂપ છે અને એ ‘ચંદુભાઈને કહે છે, ‘તમને’ નથી કહેતો. એટલે કોઈ પણ રસ્તે ‘તમને' અસરકારક ન હોય.
પ્રશ્નકર્તા : વધારેમાં વધારે તો વાણી જ વાગે ને !
દાદાશ્રી : પણ તે આપણી અજ્ઞાનતાથી વાગે છે. કારણ કે ચંદુભાઈને કહે છે, એટલે ‘ચંદુભાઈ”ને વાગે છે. પણ હવે ‘તમે’ ‘ચંદુભાઈ રહ્યા નથી. તો ‘તમને’ શી રીતે વાગે ? હવે તો આપણે ‘ચંદુભાઈને કહેવું કે “ચંદુભાઈ, જુઓ તમારો કોઈ દોષ હશે તો કહેતા હશે ને !” તમે જુદા, ચંદુભાઈ જુદા.
આ દુનિયામાં જ્ઞાનીને શબ્દ વાગતા નથી. શબ્દ વાગે અજ્ઞાનીને.