________________
વાણીનો સિદ્ધાંત
આનું નામ કરુણા કહેવાય. કરુણા કોને કહેવાય ? સામાની મૂર્ખાઈ પર પ્રેમ રાખવો, તેને. મૂર્ખાઈ પર વેર રાખે, તે જગત આખું ય રાખે છે. પ્રશ્નકર્તા : બોલતાં હોય ને, ત્યારે એવું લાગે નહીં કે આ મૂર્ખાઈ કરે છે.
૪૩૯
દાદાશ્રી : એ બિચારાના હાથમાં સત્તા જ નહીં. ટેપરેકર્ડ ગાયા કરે. અમને તરત ખબર પડે કે આ ટેપરેકર્ડ છે. જોખમદારી સમજતો હોય તો બોલે નહીં ને ! અને ટેપરેક ય ના વાગે.
શબ્દોને ક્યાં જોખાય ?
પ્રશ્નકર્તા : આપનું જ વાક્ય છે કે, “જગતનો કોઈ શબ્દ આપણને હલાવે નહીં એવું ટેસ્ટેડ થઈ જવું જોઈએ.”
દાદાશ્રી : હા. કોઈ શબ્દ આપણને કહે કે ‘તમે ગધેડા છો, મૂર્ખા છો' એ આપણને હલાવે નહીં. ‘તમારામાં અક્કલ નથી’ એવું મને કહે તો, હું કહું કે, ‘એ વાતને તું જાણી ગયો એટલું સારું થયું. હું તો પહેલેથી જાણું છું. તેં તો આજે જાણ્યું.’ એટલે ફરી કહું કે, ‘હવે બીજી વાત કર.’ તો નિવેડો આવે કે ના આવે ?
પ્રશ્નકર્તા : તો જ નિવેડો આવે ને !
દાદાશ્રી : આ અક્કલનો જોખ કરવા બેસીએ તો ત્રાજવા કોને ત્યાંથી લાવવાં ? કાટલાં કોને ત્યાંથી લાવવાં ? વકીલ ક્યાંથી લાવવા ?! એનાં કરતાં આપણે કહી દઈએ કે, ભઈ, હા, અક્કલ નથી, એ વાત તો તેં આજે જાણી. અમે તો પહેલેથી જાણીએ છીએ. ચાલ, આગળની વાત કર હવે.' તે નિવેડો આવે આમાં.
સામાની વાત પકડી બેસવા જેવી હોય અને શબ્દો તો બધી ટેપરેકર્ડો બોલે છે. રેકર્ડ બોલતી હોય, તેની શી ચિંતા ?! રેકર્ડ બોલે, તેની ઉપાધિ હોય ? તમને કેમ લાગે છે ?
પ્રશ્નકર્તા : તો ઉપાધિ ના હોય. બરાબર છે.
વાણીનો સિદ્ધાંત કારણ ખોળતાં, કારણ ચીતરાય !
દાદાશ્રી : અને કારણ ખોળવાથી શું થયું છે ? આ કારણ ખોળવાથી જ જગત ઊભું થયું છે. કારણ ક્શામાં ખોળશો નહીં. આ તો ‘વ્યવસ્થિત’ છે. ‘વ્યવસ્થિત'ની બહાર કોઈ શું બોલવાનો નથી. અમથા એના ઉપર તમે જે મનમાં ધારણ કરો ને, તે તમારી ભૂલ. જગત આખું નિર્દોષ છે. નિર્દોષ જોઈને હું તમને કહું છું કે નિર્દોષ છે. શાથી નિર્દોષ છે જગત ? શુદ્ધાત્મા નિર્દોષ ખરાં કે નહીં ?
પ્રશ્નકર્તા : નિર્દોષ છે.
४४०
દાદાશ્રી : ત્યારે દોષિત ક્યું લાગે છે ? આ પુદ્ગલ. હવે પુદ્ગલ ઉદયકર્મને આધીન છે, આખી જિંદગી. હવે ઉદયકર્મમાં હોય એવું આ બોલે, એમાં તમે શું કરો તે ?! જુઓ તો ખરાં, આવું સરસ દાદાએ વિજ્ઞાન આપ્યું કે કોઈ દહાડો વઢવાડ જ ના થાય.
પૂર્વે ભરી તે તીકળે આજે !
‘વાણી એ રેકર્ડ સ્વરૂપ છે’ એવો ફોડ પાડનાર અમે જ છીએ ! વાણી જડ છે, રેકર્ડ જ છે. આ ટેપરેકર્ડ વાગે છે, તે તેની પહેલાં પટ્ટી ઊતરે છે કે નહીં ? તેવી જ રીતે આ વાણીની પણ આખી પટ્ટી ઊતરી ગયેલી છે. ને તેને સંયોગ મળતાં જ, જેમ પીન વાગે ને રેકર્ડ શરૂ થઈ જાય તેમ વાણી શરૂ થઈ જાય છે. ને અક્કરમી મૂંઓ કહે કે, ‘હું બોલ્યો !' અલ્યા, તું નથી બોલતો. એ તો રેકર્ડ બોલે છે. મૂઆ, ગોઠવીને
જો બોલવા જાય તો એક અક્ષરે ય ના નીકળે.
ઘણીવાર એમ બને છે કે નહીં કે તમે દ્રઢ નિશ્ચય કર્યો હોય કે સાસુની સામે કે ધણીની સામે નથી બોલવું, છતાં બોલાઈ જાય છે કે નહીં ? બોલાઈ જાય છે. એ શું છે ? આપણી તો ઇચ્છા નહોતી. ત્યારે શું ધણીની ઇચ્છા હતી કે વહુ મને ગાળ દે ? ત્યારે કોણ બોલાવે છે ? એ તો રેકર્ડ બોલે છે અને ઊતરી ગયેલી રેકર્ડને કોઈ બાપો ય ફેરવી ના શકે.
ઘણીવાર કોઈ મનમાં નક્કી કરીને આવ્યું હોય કે આજે તો પેલાને