________________
વાણીનો સિદ્ધાંત
દાદાશ્રી : સામો શું બોલ્યો, કઠણ બોલ્યો, તેના આપણે જ્ઞાતા-દ્રષ્ટા. આપણે શું બોલ્યા, તેના ય ‘આપણે’ જ્ઞાતા-દ્રષ્ટા અને એમાં જો સામાને શૂળ લાગે એવું બોલાયું હોય, એ તો વ્યવહાર છે. વાણી કઠણ નીકળી, એ એના વ્યવહારને આધીન નીકળી. પણ જો તમારે મોક્ષે જ જવું હોય તો પ્રતિક્રમણ કરી ધોઈ નાખો. કઠણ વાણી નીકળી અને સામાને દુઃખ થયું, એ ય વ્યવહાર છે. કઠણ વાણી કેમ નીકળી ? કારણ કે આજે આમનો અને આપણો વ્યવહાર છતો (ઉઘાડો) થયો. ભગવાન પણ આ વ્યવહાર એક્સેપ્ટ (કબૂલ) કરે.
૪૩૧
કોઈ માણસે ગાળ ભાંડી તો એ શું છે ? એણે તારી જોડે વ્યવહાર પૂરો કર્યો. સામો જે બધું કરે છે. જે' જે' કરતો હોય તો તે અથવા ગાળ ભાંડતો હોય તો તે એ તમારો બધો જ, તમારી જોડેનો વ્યવહાર ઓપન કરે છે. ત્યાં આગળ વ્યવહારને વ્યવહારથી ભાંગવો. અને વ્યવહાર એક્સેપ્ટ(કબૂલ) કરવો. ત્યાં તું વચ્ચે ન્યાય ના ઘાલીશ. ન્યાય ઘાલીશ તો ગૂંચવાઈશ.
પ્રશ્નકર્તા : અને જો આપણે ગાળ કદી આપી જ ના હોય તો ? દાદાશ્રી : જો ગાળ ના આપી હોય તો સામી ગાળ ના મળે. પણ આ તો આગલો પાછલો હિસાબ છે, તેથી આપ્યા વગર રહેશે જ નહીં. ચોપડે જમા હોય તો જ આવે. કોઈ પણ જાતની અસર થઈ, તે હિસાબ વગર ના થાય. અસરો એ બીજનું ફળ છે. ઈફેક્ટ(અસરો)નો હિસાબ તે વ્યવહાર.
વ્યવહાર કોને કહેવાય છે ? નવ હોય તેને નવથી ભાગવાનું. જો નવને બારથી ભાગીએ તો વ્યવહાર કેમ ચાલે ?
ન્યાય શું કહે છે ? નવ ને બારે ભાગો. ત્યાં પાછો ગૂંચાઈ જાય છે. ન્યાયમાં તો શું બોલે કે, એ આવું આવું બોલ્યા, તે તમારે આવું બોલવું જોઈએ. તમે એક વખત બોલો એટલે પેલો બે વખત બોલે. તમે બે વખત બોલો એટલે સામો દસ વખત બોલશે. આ બન્ને ભમરડા ફરશે એટલો વ્યવહાર છે. આ બંને બોલતા બંધ થયા તો વ્યવહાર પૂરો થયો. વ્યવહાર ભગાઈ ગયો. વ્યવહાર એટલે શેષ ના વધે તે. એમાં જો તમારે મોક્ષે જવું
૪૩૨
વાણીનો સિદ્ધાંત
હોય તો તુર્ત જ પ્રતિક્રમણ કરો.
તમારે ના બોલવું હોય તો ય બોલાઈ જવાય છે ને ? એ સામાનો વ્યવહાર એવો છે, તે આધારે જ નીકળે છે. કોઈ કોઈ જગ્યા તપાસી જોજો. કોઈ માણસ તમારું નુકસાન કરતો હોય તો ય તેને માટે તમારી વાણી અવળી ના નીકળે ને કોઈકે તો તમારું જરા ય નુક્સાન ના કર્યું હોય તો ય તમારી અવળી વાણી નીકળે. એ શાથી ? તો કહે એવું સામાના વ્યવહારને આધીન થાય છે.
જેવા વ્યવહારે વીંટાયું છે, તેવા વ્યવહા૨ે ઉકેલાય છે. આ તમે મને પૂછો કે તમે મને કેમ નથી વઢતા. તો હું કહું કે, તમે એવો વ્યવહાર નથી લાવ્યા. જેટલો વ્યવહાર તમે લાવ્યા હતા, તેટલી તમને ટકોર મારી લીધી. તેથી વધારે વ્યવહાર નહોતા લાવ્યા. અમારે જ્ઞાની પુરુષને કઠણ વાણી જ ના હોય અને સામાને માટે કડક વાણી નીકળે તો તે અમને ના ગમે. ને છતાં નીકળી એટલે અમે તરત જ સમજી જઈએ કે, આની સાથે અમે આવો જ વ્યવહાર લાવ્યા છીએ. વાણી એ સામાના વ્યવહાર પ્રમાણે નીકળે છે. વીતરાગ પુરુષોની વાણી નિમિત્તને આધીન નીકળે છે. જેને કોઈ પણ પ્રકારની કામના નથી, કોઈ ઇચ્છા નથી, કોઈ પણ પ્રકારનો રાગ-દ્વેષ નથી, એવા વીતરાગ પુરુષોની વાણી સામાને નિમિત્તે હોય છે. તે સામાને દુઃખદાયી ના થાય. જ્ઞાની પુરુષને તો ગાળ ભાંડવાની નવરાશ જ ન હોય. છતાં કોઈ મહા પુણ્યશાળી આવે તો તેને ગાળો ખાવાનો વખત આવે. સામાનો વ્યવહાર એવો તે રોગ કાઢવા માટે અમારે આવી વાણી બોલવી પડે. નહીં તો એવું અમારે ક્યાંથી હોય ? એક કલાકમાં જે મોક્ષ આપે છે, એને વળી ગાળો આપવાની ક્યાંથી હોય ? પણ એના રોગ કાઢવા આવી કઠણ વાણી નીકળી પડે ! કવિ શું કહે છે કે,
‘મૂંઆ જેને કહે, એ તો અજર અમર તપે ગાળ્યું જેણે ખાધી, એના પૂરવનાં પાપોને બાળે.’
કોઈ કહેશે, ‘આ ભાઈને દાદા કેમ કઠણ શબ્દો કહે છે ?” એમાં દાદા શું કરે ? એ વ્યવહાર જ એવો લાવ્યો છે. કેટલાક તો સાવ નાલાયક હોય છતાં દાદા ઊંચે સાદે બોલ્યા ના હોય, ત્યારથી ના સમજાય કે એ