________________
વાણીનો સિદ્ધાંત
પ્રશ્નકર્તા : જ્ઞાન નથી લીધું હોતું એમને પણ આપ્તવાણી વાંચીને એવો અનુભવ થાય છે.
૨૫૪
દાદાશ્રી : હા. તો ય એને અનુભવ થાય છે. કારણ કે આ અક્રમ વિજ્ઞાન છે ને એટલે. વિજ્ઞાન સંપૂર્ણ છે. ફૂલ સ્ટોપ છે. અને પેલું ક્રમિકનું એ જ્ઞાન છે, વિજ્ઞાન નથી. એટલે અનુભવ ના થાય. એ જ્ઞાન કરવું પડે આપણે. અને આ અક્રમ એ સમજવું પડે. પુસ્તક સમજી જાય તો એને અનુભવ ઉત્પન્ન થઈ જાય.
પ્રશ્નકર્તા : આપનું પુસ્તક વાંચીને એક જણ મારવાનું ભૂલી ગયો ને ગરમ થતો નથી હવે.
દાદાશ્રી : આ જ્ઞાની પુરુષના વચન છે, તે વચનબળે ય કામ કરે અને એમાં હેતુ કામ કરે. આની પાછળ કરુણા ય કામ કરે. આ વચનની
પાછળ અમારી કરુણા ઊભેલી છે પછી ! કેવી કરુણા ? લેવાદેવા વગરની.
કંઈ માન જોઈતું નથી, તાન જોઈતું નથી. તારી પાસે કંઈ આ જગતની કોઈ ચીજ જોઈતી નથી. માટે શા હેતુથી છે ? કરુણા હેતુથી છે.
પ્રશ્નકર્તા : ત્યારે કરુણા તો પ્રયાસ વગર હોય ને ?
દાદાશ્રી : હા, મહેનત વગરની. એટલે એને બહુ લાભકારી થઈ
પડે.
જગત જેમ છે એમ બધા ફોડ થયાં છે, બધાં ફોડ પડી જવા દો, એકવાર જેટલી વાણી નીકળી જાય ને, એટલી નીકળી જવા દો. લોકો પૂછતાં જશે ને નીકળતાં જશે. સમજ પડીને ? રોજ રોજ નીકળવા માંડે છે એ બધું છપાઈ જશે ને, બધું ! પછી એનું બધું તારણ કાઢી અને લોકો છે તે પાછાં ફરી જ્ઞાનનું સ્થાપન કરશે.
પ્રશ્નકર્તા : દાદાની આપ્તવાણી વાંચીએ છીએ ત્યારે પુષ્કળ શાંતિ ને બહુ સારું વર્તે છે કહે છે. પણ જ્યારે પછી મૂકી દઈએ છીએ ત્યારે પાછું બધું ફરી વળે છે કહે છે.
દાદાશ્રી : એ તો જ્યાં સુધી આપ્તવાણી છે તે આપ્તવાણી સ્થૂળ
વાણીનો સિદ્ધાંત
શબ્દ છે. એ તો વાંચો તે વખતે શાંતિ થાય. એ પુસ્તક તો તમને એવું કહેવા માંગે છે કે આ કાયમની શાંતિ માટે નથી. આમાં વાંચ્યુ છે એનો અર્થ કરીને ત્યાં મૂળ પુરુષ પાસે પહોંચી જાવ. તો ત્યાં તમે જે માંગશો એ આપશે. આ વર્લ્ડમાં તમે જે કંઈ પણ માંગો તે આપવા તૈયાર છું, કોઈપણ માણસને ! જે માંગશો એ આપશું.
૨૫૫
એટલે આ બધું સાયન્સ છે. વિજ્ઞાન છે આખું. હું વિજ્ઞાન આજ અઠ્ઠાવીસ વર્ષથી બોલું છું, તો ય એ વિજ્ઞાન પૂરું થયું નથી. એ બધું આ ટેપરેકર્ડમાં રેકર્ડ થયેલું છે. એના બધાં પુસ્તકો છપાશે. એટલે આ તો બહુ મોટું સાયન્સ છે. રોજ બે ત્રણ ટેપો નીકળ્યા જ કરે. તે કેટલાય વર્ષોથી બોલું છું. આખા જગતનાં કલ્યાણ માટે છે.
તળપદી ભાષામાં વીતરાગ વિજ્ઞાત ! પ્રશ્નકર્તા ઃ કહેવાય છે ને યા વિદ્યા સા વિમુકતયે.
દાદાશ્રી : વિદ્યા-અવિદ્યા એ શબ્દો સારી વાત છે, કે મુક્તિ અપાવે એ વિદ્યા ને મુકિત ના અપાવે એ અવિદ્યા. સારી વાત છે. પણ શબ્દ વિદ્યા વપરાય નહીં વિદ્યા એ છેવટે બુદ્ધિમાં જ જાય. હા એટલે વપરાય નહીં. પણ જે જગ્યાએ લખ્યું છે તે સારું છે, મારા ભાઈ ! લોકોને એ હિસાબે સમજ પડે ને, થોડું ઘણું !
પ્રશ્નકર્તા : એમાં એ કહેવા માંગે છે કે અમને એ વિદ્યા જોઈએ છે જેનાથી અમે મુક્તિ મેળવીએ.
દાદાશ્રી : હા, એ બરોબર છે. એનો ભાવાર્થ બરોબર છે. પણ જ્ઞાન સિવાય મુક્તિ નહીં. વિદ્યા, વિદ્યાની જગ્યાએ એણે જ્ઞાન લખ્યું હોત તો બહુ રૂપાળુ દેખાત. પણ હવે નીચલી કક્ષાનું જ્ઞાન, એટલે એવું જ લખે. જેમ મારા શબ્દો હોય છે આ બધાં, તે સાહિત્યકારો જેવા ના હોય ને, નીચલી કક્ષાનાં હોય. મારી તળપદી ભાષા હોય. સાહિત્યકારો જેવી ભાષા ના હોય ને !
પ્રશ્નકર્તા : ના, પણ દાદા એ વાત બરોબર છે. સાહિત્યકારની