________________
વાણીનો સિદ્ધાંત
૪૨૧
૪૨૨
વાણીનો સિદ્ધાંત
એવો એ થઈ જાય. ‘હું નાલાયક છું” બોલે તો નાલાયક થઈ જાય.
પ્રશ્નકર્તા: ‘કામ નથી કરવું” એમ બોલે, તો એમાં શું થઈ જાય ?
દાદાશ્રી : પછી આળસ આવી જાય. એની મેળે જ આળસ આવે અને ‘કરવું છે” કહે તો આળસ બધું ક્યાંય જતું રહે. ‘કરવું છે' બોલે કે પાછો હોંશિયાર થઈ જાય, ઊંઘ આવતી હોય તો ય ઉડાડી દે, ચૂંટી ખણીને ઉડાડી દે હડહડાટ.
વ્યવસ્થિત તે વધાવતાં... એક બેન આવેલી. તે કહે છે, “મારું લગ્ન થયું છે, પણ મને એ રસ્તો પસંદ નથી. મને આ ધર્મના રસ્તામાં જ જવાનું વધારે ગમે છે.” ત્યારે મેં કહ્યું, ‘હા, પણ એ પસંદ નથી એવું કરવાથી શું ફાયદો ?” ત્યારે એ બેન કહે છે, “પસંદ નથી એ તો રહેવાનું જ, પણ ભક્તિ વધારે કરવાની.” મેં કહ્યું, ‘પસંદ નથી પણ એ રહેવાનું એ વાતની તો ખાત્રી છે ને ?” ત્યારે એ બેન કહે છે, “હા.” મેં કહ્યું કે જે રહેવાનું હોય તે ‘પસંદ નથી’ એવું ના બોલવું. “મને બહુ ગમે છે મારું લગ્ન થયું. એ, મને બહુ ગમે છે.' એવું બોલવામાં શું વાંધો ? આપણે જે જે કસોટીમાં આવ્યા ત્યાં આપણે કહીએ કે ‘બળ્યું, આ દુ:ખમાં હું ક્યાં સપડાયો ? આ દુઃખમાં સપડાયો.” તેનાથી દુ:ખ વધે. અને આપણે દુઃખમાં સપડાયા ને ત્યાં આગળ આપણે કહીએ કે, “ના, અહીં અનુકૂળ છે. સારું અનુકૂળ છે.’ તો અનુકૂળ થાય. માટે પાંસરું બોલવું.
આ જે જે એડજસ્ટમેન્ટ નેચર તમને કરાવે, તેને તમે સારું બોલશો. તો તમારો છૂટકારો થશે. નહીં તો તમે ખરાબ બોલશો તો તો તમારો છૂટકારો નહીં થાય. એટલે આપણે મનમાંથી કાઢી નાખવું કે મને આ સંસારમાં દુઃખ છે કે એવું તેવું શું છે. જે છે, દેવતા અડ્યો તો દઝાવાશે, બરફ એડ્યો તો ટાઢું લાગશે, એમ અસરો થયા કરવાની. એમાં દેવતાને વગોવ વગોવ કરીને શું ફાયદો કરવાનો છે ? બરફને વખાણ વખાણ કરીએ, તેમાં આપણને લાભ થાય ક્શો ?
દાદાશ્રી : ત્યારે દેવતાને વગોવ વગોવ કરીએ તો ? એના કરતાં આપણે ભાંજગડ જ મૂકી દો ને !
“ઠીક'નું ઠીક, “સારું'તું સારું ! હું “જ્ઞાન” થતાં પહેલાંની વાત કહું છું. હું પચ્ચીસ વર્ષનો હતો, ત્યારે મારી તબિયત નરમ હોય ત્યારે કોઈ કહે કે, “કેમ છે તમારી તબિયત ?” હું કહ્યું કે, “બહુ સારી છે.” અને બીજાને તબિયત સારી હોય અને આપણે પૂછીએ કે, “કેમ છે તમારી તબિયત ?” ત્યારે એ કહે, “ઠીક છે.” મેર અલ્યા, “ઠીક છે' કહે છે, તે આગળ નહીં જાય. અલ્યા, કઈ જાતના રમકડાં છો તે ?” “ઠીક છે' કહે છે. એ “ઠીક' ની બહાર કોઈ દહાડો જાય નહીં. તેને આખી જિંદગી ‘ઠીક રહે. જુવાનીમાં “ઠીક' બોલે. પૈડપણમાં “ઠીક' બોલે, ત્યારે ‘સારું' ક્યારે બોલશો ?
આ આટલી ઊધરસ આવે ને, તો ય “સારું ના બોલે, તો ક્યારે ‘સારું’ બોલશો ? વધારે ઊધરસ આવે ત્યારે કહીએ કે ‘બહુ સરસ છે.” તે આવેલી ય જતી રહે તરત. એ કહ્યા કર્યા વગર જતી રહે છે. હવે આનો કાયદો ખોળી આપે તે ખરો. બંધ કોણ કરે છે એને ? આવી, એ તો જોઈ આપણે કે આ દુશ્મન છે. પણ બંધ કોણ કરે છે? કયા કાયદાએ જતી રહે છે ? જતી ના રહેતી હોય તો આવી કહેવાય, નહીં તો આવી કહેવાય જ નહીં ને ! મને લોક પૂછે છે, “ઊધરસ મટી તમને ?” મેં કહ્યું, ‘ળે દહાડે નહોતી થઈ, તે મટી ?’ એ ક્યારેક આવે છે ને ક્યારેક જતી રહે. ત્યારે એને પૂછું છું કે, ‘જવાની ઉતાવળ શું હતી હમણે ? કહ્યા કર્યા વગર શું કરવા જતી રહે છે ? રહે ને, અહીં આગળ વાંધો શો છે ?” અને આત્માને એ ઊધરસ કંઈ હેરાન કરતી નથી. ઊધરસ આત્માને હેરાન કરે નહીં. આ દેહને જાગૃત રાખે એટલું જ.
એટલે પછી મેં ‘ઠીક’ શબ્દ ઊડાડી દીધો. આ શબ્દ નુકસાન કરે છે. આત્મા ‘ઠીક થઈ જાય પછી. ‘બહુ સરસ’ કહીએ, તે ઘડીએ આત્મા ‘સરસ' થઈ જાય.
પક્ષાઘાત થઈ જાય, તે ઘડીએ ‘બહુ સરસ છે” એમ કહેવું. હા,
પ્રશ્નકર્તા: નહીં.