________________
ર૬૦
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૨૬૧
સમજનાર પોતાની રીતે લખ્યા કરતો હોય. એની ઇંગ્લીશ કોમેન્ટ્રી કરી છે. મને તો આ “જ્ઞાન” દાદાનું પ્રાપ્ત થયા પછી એ તદન બોગસ જ લાગે છે, એ સમજતા ના હોય એવું લાગે છે.
દાદાશ્રી : એવું છે ને, સહુ સહુની બુદ્ધિથી લખાયેલું છે. આ તો ફ્રેશ, જ્ઞાનીની વાણી સાંભળવી એ નવું શાસ્ત્ર કહેવાય.
જ્ઞાની હોય ને ત્યાં શાસ્ત્ર-પુસ્તકનું કશું લેવાય જ નહીં, અવલંબન જ ના લેવાય. એ શાખા પુરુષનાં લખેલા છે, તે જ્ઞાની જાતે ના હોય તો વાંચવા માટે ચાલે. એમાં જ્ઞાન હોય નહીં. એ તો સ્થૂળ વસ્તુ છે. શબ્દો એ શું છે ? શબ્દો સ્થૂળ વસ્તુ છે. ત્યાં સૂક્ષ્મ ના હોય ને સૂક્ષ્મતરે ય ના હોય, ને સૂક્ષ્મતમ ના હોય, કશું ય ના હોય. એ તો બધો સ્થળ ખોરાક છે. એટલે જ્યારે જ્ઞાની હોય ત્યારે શબ્દ કામ ના લાગે. ચાર વેદ હોય કે જૈનોનાં ચાર અનુયોગ હોય, પણ કામ લાગે નહીં. જ્ઞાની એ બધાનાં, વેદના, અનુયોગના ઉપરી કહેવાય. એટલે બધું ઓ ત્યાં કામ લાગે નહીં. જ્ઞાની પુરુષના શબ્દો એકે એક એઝેક્ટ હોય. એટલે વેદ સુધારવું હોય તો આનાથી સુધરે.
પ્રશ્નકર્તા : જ્ઞાનીની વાણીથી.
દાદાશ્રી : હા, નવેસરથી આપણે સુધારવું હોય, મેં પુસ્તકમાં લખ્યું છે કે બધું સુધારી લો અત્યારે હવે. ઉપનિષદ એ જુદી વસ્તુ છે. પણ વેદને સુધારી લો. જ્ઞાની પુરુષની સહજ વાણી કહેવાય, દેશના કહેવાય, પ્રત્યક્ષ સરસ્વતી કહેવાય. સરસ્વતી હોય ત્યાં ભૂલ ના હોય. એટલે આ કોઈ શાસ્ત્રની વાત ના કહીએ, તેનું કારણ જ એ ને !
પ્રશ્નકર્તા : મૂળ વસ્તુ જો હાજર હોય તો પછી સબ્સીટ્યુટનો તે વખતે ઉપયોગ નહીં કરવો.
દાદાશ્રી : ના, ઊછું નુકસાન કરીએ છીએ આપણે ! એટલે આમાં પુસ્તક-બુસ્તક કામ લાગે નહીં, જ્ઞાની પુરુષ હોય ત્યાં આગળ ! કોઈ એવું પુસ્તક નથી કે જે જ્ઞાની પુરુષ આગળ કામ લાગે. જ્ઞાની પુરુષ તો પુસ્તકો સુધારવા માટે એમની વાણી હોય. એટલે વેદ જે હોય ને, તે
ભૂલચૂક લાગતા હોય તો સુધારી લો. અમે જૈનોને ય અને મહારાજને કહ્યું, ચાર અનુયોગ સુધારી લો. અમને પૂછશો તો બધો સુધારો મળી જશે. કારણ કે સુધારવાની તક કો'ક વખત નીકળે. નહીં તો આ તો બધાં પુસ્તકો રચેલાને તે ‘સર્વજ્ઞનું કહેવું હું કહું છું' એવી રીતે લખેલા. એટલે એમાં ચાલે નહીં ને કશું, સર્વજ્ઞનું તો એક વાર કહેલું ધારણ કરવું મુશ્કેલ છે. ધારણ કરેલામાં પાછું એ કહે છે કે સમજવું મુશ્કેલ છે. તો લખનાર પાછો કેવી રીતે સમજ્યો હશે ?!
એક ભાઈ મનુસ્મૃતિની વાત કરવા આવ્યા. મને કહે છે, ‘મનુસ્મૃતિ તો જ્ઞાની પુરુષના વાક્ય જોડે સરખાવાય ને ?” મેં કહ્યું, ‘તમને વાંચતા નથી આવડતું ? મનુસ્મૃતિનો અર્થ શું થાય ? કે મનુને યાદ રહ્યું એટલું આ છે.” કેટલું લખ્યું એમાં ? મનુને જેટલું યાદ રહ્યું, એનું નામ મનુસ્મૃતિ. આ તો કંઈ ખોરાક ન હોય તો આ બધો દુકાળમાં ખાવાનો ખોરાક. જ્યારે જ્ઞાની પુરુષ ના હોય ત્યારે.
પ્રશ્નકર્તા : આમાં તો આપે બધો ફોડ પાડી દીધો.
દાદાશ્રી : જ્ઞાની પુરુષ હોય ત્યારે તો બધાં શાસ્ત્રો સુધારી લેવા જોઈએ. હવે અમારી પાસે શાસ્ત્રનો અર્થ કરાવવા માગે, શું થાય ? મને કહે, ‘આનો અર્થ કરો.’ તો કહેત કે તમારી ભૂલ થાય છે, ના ચાલે. શાસ્ત્ર ચાલતું હશે કે ? શાસ્ત્ર તો શાણા પુરુષોનાં લખેલા, અને આ તો જ્ઞાનીપુરુષ એટલે શાણથી ઉપરી હોય. તીર્થંકરથી નીચા નંબર અને બધા શાખાપુરુષનાં ઉપરી.
એટલે આમાં અહીં ભૂલ થવાનો સંભવ. પણ છતાં બીજાં લોકોને ઘણું હેલ્પકારક, કારણ કે એ બધાં તો મોટા પંડિતને ! પણ જ્યારે પ્રત્યક્ષ જ હોય દીવો, અજવાળું હોય ત્યારે મીણબત્તીઓ બાળીને શું કામ છે તે !. ના હોય ત્યારે મીણબત્તીની જરૂર પડે આપણને !
પ્રશ્નકર્તા : આજે દાદાની, આપની જ વાણી જે નીકળે એમાં અમારાં ઘણાના, ભલભલાનાં અભિનિવેશો નીકળી જાય આમાંથી.
દાદાશ્રી : શું ?