________________
૩૦૨
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૩૦૩
દેશના ય ના નીકળે. દેવલોકો બધી તૈયારી કરે ને ત્યાં ભગવાન એની મેળે આવે. આવવું-જવું એમના પોતાના હાથમાં નથી. ઉદયને આધીન ફર્યા કરે છે. આ અમે જ ઉદયના આધીન ફર્યા કરીએ છીએ ને !
દેશતા, સ્વ-ઉપયોગ સહિત ! પ્રશ્નકર્તા : દેશના આપી, તે ‘હું ય કરીને તો આપી જ નથી ને ? દાદાશ્રી : ના. ‘હું તો હોય જ નહીં ને !
પ્રશ્નકર્તા: કેવળજ્ઞાની સ્વ-ઉપયોગમાં જ વર્તે, છતાં તેઓ દેશના આપતા હોય છે. તો એને ‘પર-ઉપયોગ” ના કહેવાય ?
દાદાશ્રી : ના. એ તો સ્વભાવિક નીકળ્યા કરે. ટેપરેકર્ડ નીકળ્યા કરે. પોતે કર્તા નથી. એની મેળે નીકળ્યા કરે. પોતે સ્વ-ઉપયોગમાં જ હોય. એટલે પર-ઉપયોગ કરવો જ ના પડે એમને એટલે વાણી એની મેળે સહજ નીકળ્યા કરે. એમની ચાલવાની ક્રિયાઓ, બીજી ક્રિયાઓ બધી ઈફેક્ટ છે.
એ કર્મ ખરે છે, નિર્જરા થાય છે.
પ્રશ્નકર્તા : પણ એ આ લોકો માનતા નથી. દાદાશ્રી : એ માનવાના જ નથી.
પ્રશ્નકર્તા: મહાવીર ભગવાન ચાલ્યા ને બોલ્યા, એ કર્મ કર્યું. માટે કર્મ લાગે. તો એ મોક્ષે કેવી રીતે જાય ?
દાદાશ્રી : પણ આ કર્મ જ ન હોય. એ સમજણ જ નથી ને ! તેથી તો આ મુશ્કેલી ઊભી થઈ છે. એવું છે ને, આ આશ્રવ ને નિર્જરા નહીં સમજાવાથી બધું રખડી મર્યું છે.
પ્રશ્નકર્તા : તો પછી ભગવાનનો મોક્ષ કેવી રીતે થયો ? એવો લોકોને પ્રશ્ન થાય.
દાદાશ્રી : એ એને સમજણ જ ના પડે ને ! ભાન જ નથી. આ તો કહેશે, “અમે નવ તત્ત્વ સમજીએ છીએ.” અને એ નવ તત્ત્વ શબ્દથી બોલતા આવડે છે. પણ શબ્દનો ભાવાર્થ કોઈ સમજતા નથી. શબ્દનો ભાવાર્થ સમજે તો મુમુક્ષુ કહેવાય અને શબ્દનો પરમાર્થ સમજે તો જ્ઞાની કહેવાય.
ત બંધાય કર્મ, દેશનામાં
પ્રશ્નકર્તા : સીમંધર સ્વામીની પણ દેશના જ કહેવાય ને ?
દાદાશ્રી : એ તો તીર્થકર કહેવાય. એમની વાણી આમ દેશનાની પેઠ નીકળ્યા કરે અને નિરંતર કરુણા જ હોય. એમને ભાવકર્મ ના હોય. જ્યાં સુધી કોઈ પણ ભાવકર્મ હોય, ત્યાં સુધી કેવળજ્ઞાન થાય નહીં.
પ્રશ્નકર્તા : ભગવાન મહાવીરે અંતિમકાળે પાવાપુરીમાં એમની દેશના આપી. તે દેશના આપવા મહાવીર ભગવાન જાતે ચાલીને ગયેલા. તો એમણે બોલવાનું કર્મ અને ચાલવાનું કર્મ કર્યું. એનું ફળ તો એમને લાગે ને ?
દાદાશ્રી : મહાવીર ભગવાનને કોઈ કર્મ અડે નહીં. પ્રશ્નકર્તા એમણે કર્મ તો કર્યું. એમ આ લોકો કહે છે.
દાદાશ્રી : એ કર્મ તો લોકોને આંખે દેખાય છે. પણ આ ક્રમિકવાળા લોકોને ખબર નથી કે એમનું ડિસ્ચાર્જ કર્મ છે.
પ્રશ્નકર્તા ઃ એ ડિસ્ચાર્જ કર્મ ગણવું ? દાદાશ્રી : હા, ડિસ્ચાર્જ કર્મ છે એટલે એમને કર્મ બંધાય નહીં.
બન્યું તે પદ્ધતિસર જ ! પ્રશ્નકર્તા : મહાવીર ભગવાનને કેવળજ્ઞાન થયું, પછી જ એમણે દેશના આપી. ત્યાં સુધી મૌન રહ્યા.
દાદાશ્રી : પછી દેશના આપી. તે પહેલાં અપાય નહીં. પ્રશ્નકર્તા : પણ મહાવીર ભગવાનને તો જન્મથી ત્રણ જ્ઞાન હતાં.