________________
૩૦૮
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૩૦૯
બેઠેલું. ફૂલ સ્ટેજની દેશના તો એ વાણી જ જુદી જાતની હોય, એનો રસ જુદી જાતનો હોય.
દેશતા, ખટપટિયા વીતરાણીતી ! પ્રશ્નકર્તા : એટલે તીર્થકરોની પણ દેશના કહી અને આપની વાણી એ પણ દેશના જ કહેવાય છે ?
દાદાશ્રી : હા, દેશના જ. પ્રશ્નકર્તા ઃ તો બેનું લેવલ ફેર ક્યાં રહે છે ? એ સમજવું હતું.
દાદાશ્રી : એવું છે ને, આ અમારું છે તે બધું ખટપટિયું. મહાવીર ભગવાનની દેશના તો સંપૂર્ણ વીતરાગી હોય. આ દાદા ખટપટિયા છે. અને હું કહું ય ખરો કે હું ખટપટિયો વીતરાગ છું. બે ભેગા થયા !
પ્રશ્નકર્તા સાંભળનારા બધા ખટપટિયા છે, એટલે આપની દેશના ખટપટી છે ?
દાદાશ્રી : ના. સામાવાળા ખટપટિયા નહોતા. હું ખટપટિયો હતો એટલે આ બધા ખટપટિયા મને ભેગા થયા છે. બે ગુણ મારામાં હતા. એ બે ગુણવાળા મને ભેગા થયા છે. એ કહી દઉં તો ખોટું દેખાય. એટલા માટે નથી કહેતો. આ ખટપટિયાનું કહી દીધું મેં. હું ખટપટિયો, તેથી આ બધા ખટપટિયા મને ભેગા થયા. જે ખટપટિયા નથી એમને હજુ ભેગો થયો નથી.
પ્રશ્નકર્તા ઃ બીજો ગુણ કહી દો ને ! ખોટું નહીં લાગે.
દાદાશ્રી : ના. પણ બહાર વ્યવહારમાં ખોટું દેખાય. આ એક ગુણ બહાર પાડ્યો. વળી કોઈ એક પાંચ-દશ વર્ષે ફરી વાત કાઢીશું.
અમે કહીએ કે, ‘તમે અહીં આવજો, અમે તમને મોક્ષ આપીશું, અમે તમને જ્ઞાન આપીશું, તમને આમ કરી આપીશું.” આ એક જાતની ખટપટ જ છે ને ?
પ્રશ્નકર્તા : એ કરુણાભાવ પ્રગટ થયો છે.
દાદાશ્રી : હા, કરુણાભાવ. પણ તે ય છે તે ખટપટ તો ખરી જ ને ?! કરુણાભાવ તો તીર્થકરોમાં ય છે. પણ એ એક અક્ષરે ય બોલે નહીં. કોઈ આમ ખાડામાં પડતો હોય તો ય બોલે નહીં. પોતે જ્ઞાનમાં જુએ, પણ કશું બોલે નહીં. પેલો સીધો થાય તો એને બધું ય આપે. અને વાંકો થાય તો કશું ય બોલે નહીં. અને અમે તો પેલો વાંકો થાય તો કહીએ, ‘ભઈ, શું કરવા વાંકો થાય છે ?” શાથી ? અમારી આમાં શી લાલચ છે ? અમને મનમાં એક ઇચ્છા છે કે અમારા જેવું સુખ આમને બધાને વર્તો. આ દુઃખમાંથી બચો. કંઈ પણ ઇચ્છા છે ને, આવી ? એ ખટપટપણે જ છે ને ? આને ખટપટિયું ના કહેવાય ? અમને લોક પૂછે છે ને, ‘તમે વીતરાગ છો ?” ત્યારે મેં કહ્યું, ‘અમે ખટપટિયા વીતરાગ છીએ.” અને મહાવીર ભગવાન ખટપટિયા નહીં, ચોખ્ખા વીતરાગ ! એટલે એ તમને મહીં મુશ્કેલી નહીં કરે. જેટલો ઉદય હોય એટલું જ કરે, પણ અમારો ખટપટિયો ઉદય હોય. ઉદય ખટપટ મિશ્રિત હોય અને ભગવાનને મિશ્રિત ના હોય. એટલે અમે ખટપટિયા વીતરાગ છીએ.
ખટપટિયા વીતરાગનો અર્થ લોકોએ પોતાની ભાષામાં નહીં લઈ જવો જોઈએ. કારણ કે તમારા હિતને માટે જ ખટપટ કરવી પડે છે. મારું પોતાનું હિત તો સંપૂર્ણ થઈ ગયેલું જ છે. એટલે ખટપટિયા વીતરાગ ! સમજાયું ને ?
પ્રશ્નકર્તા : હા. ખટપટિયા વીતરાગ વિશે હવે સમજ પડી.
દાદાશ્રી : હા. ખટપટિયા ના હોય ને, તો ગાડું કેમ ચાલે ? જલેબી ખવડાવીને વીતરાગ બનાવે. બધું ખાવ-પીવો-મઝા કરો ને વીતરાગ થાવ. રસ્તો કેવો સરળ ! સરળ માર્ગ ઉપર રાખીને વીતરાગ બનાવે.
પ્રશ્નકર્તા : આપની પાસે વિરોધાભાસ જેવી વસ્તુ જોવા મળી. ખટપટ કરનાર કોઈ દહાડો વીતરાગ હોય નહીં અને આ જોયું કે ખટપટ પણ કરે છે અને છતાં ભારોભાર વીતરાગતા છે.
દાદાશ્રી : હા. ખટપટ ના હોય તો ચાલે નહીં ને ! અને આજના લોકો ખટપટ વગર ભેગા ના થાય. જો સંપૂર્ણ વીતરાગતા હોય ને, તો મને કોઈ ભેગો જ ના થાય.