________________
૩૧૦
વાણીનો સિદ્ધાંત
જેવો હિસાબ તેવો લાભ ! પ્રશ્નકર્તા: એટલે કહેલું કે મહાવીર ભગવાનની સાથે હતા. છતાં ય હજુ રખડે છે.
દાદાશ્રી : હા. સાથે હતા. પણ મહાવીર ભગવાન ખટપટિયા નહોતા. એ તો તારે સાંભળવું હોય તો સાંભળ. ના સાંભળવું હોય તો ના સાંભળીશ. એમની તો બસ દેશના નીકળ્યા જ કરે.
વાણીનો સિદ્ધાંત
૩૧૧ દાદાશ્રી : એમાં ફેરફાર ના થાય. કારેલું કડવું ને કડવું જ રહે, ભગવાનની પાસે ફેરફાર કશો થાય નહીં. એ તો ફક્ત પુણ્ય બંધાઈ જાય, ભગવાનની દેશના સાંભળીને. એટલો વખત એને શું ગમે છે ? ભગવાનના શબ્દો ગમે છે. તે ભગવાન ઉપર એને પ્રીતિ થઈ, તેથી પુણ્ય બંધાઈ.
પ્રશ્નકર્તા : પણ એને આવો ઉદય આવ્યો કેવી રીતે ?
દાદાશ્રી : પૂર્વેના આધારે આ ઉદય આવ્યો અને ફરી પાછી નવી પુણ્ય બંધાઈ.
પ્રશ્નકર્તા : પણ એને આત્મિક લાભ ના થયો. દાદાશ્રી : એણે કશો લાભ લીધો નહીં.
પ્રશ્નકર્તા : એ લાભ કેમ ન લઈ શક્યો ?
પ્રશ્નકર્તા : એટલે મહત્ત્વતા આની કહેવાય ?
દાદાશ્રી : એ પેલી હોય તો ઉત્તમ. ના હોય તો આ તો ખરી જ. મહાવીર ભગવાન પાસે બેઠેલા અને ત્યાં બેસીને વાઈફને શું કહેતા હતા ? કે તું ઘેર જઉં છું, તો પૂરી ને શાક લાવજે, પણ પેલું લીલોતરી ના લાવીશ.” ત્યારે પેલી બાઈ કહે છે, ‘તમે ઘેર આવશો નહીં ?” ત્યારે આ કહે છે, “ના, મને તો આ સાંભળવાનું બહુ ગમે છે.” એટલે નિરંતર સાંભળવાનું ગમ્યા જ કરે. જગ્યા જ છોડવાનું મન ના થાય એવી ભગવાનની વાણી, મધુર વાણી !!
અને એ જ શેઠિયાઓ અત્યારે મેં જોયા છે કે કપડા ખેંચખેંચ કરે છે. ‘અલ્યા, ભગવાનની વાણી સાંભળીને હજુ કપડા ખેંચખેંચ કરે છે ?” ‘ત્યારે સાહેબ, બધા ય એવું જ કરે છે ને !” ‘બધાએ ભગવાનની વાણી સાંભળી નથી. એ કૂવામાં પડતા હોય તો તમારે ય કૂવામાં પડવું છે ?” ત્યારે એ કહે, “ના, મોક્ષે જવું છે. ત્યારે મેં કહ્યું, ‘આ ન હોય મોક્ષ જવાની રીત. શેનાં હારું કરો છો ?” ત્યારે એ કહે છે, “ચાળીસ મીટર હોય છે, તે અડધો મીટર વધે છે.’ ‘અલ્યા, અડધો મીટર વધતું હશે ? દુનિયામાં કોઈ જગ્યાએ વધતું નથી, તો તમારે ત્યાં કેમ વધે છે ? આ જ કૂડા તોલ ને કૂડા માપ ! એ ચાર પગની નિશાની !! વધારે ના અપાય તો સરખું આપ.”
પ્રશ્નકર્તા : તીર્થકર ભગવાનની દેશના સાંભળ્યા પછી પણ જો આવી દશા થાય, તો એની કંઈ ભૂલ રહી ગઈ વચ્ચે ?
દાદાશ્રી : એનો બીજો લાભ લેવાતો નથી. લાભ તો, મહીં અંદર જો હિસાબ હોય તો છૂટકારો થઈ જાય ત્યાં આગળ. આ તો છેલ્લા સ્ટેશનવાળાનું કામ છે. વચલા સ્ટેશનવાળાઓ તો આવીને મુસાફરી કરીને ચાલ્યા જાય એટલું જ. ત્યાં છેલ્લાં સ્ટેશનવાળાની જરૂર. છેલ્લા સ્ટેશનવાળા જોડે ભગવાન વાતે ય કરે અને તદન છેલ્લા જોડે તો વાતે ય કરવી ના પડે. તદન છેલ્લું તો, એણે આવીને ભગવાનના દર્શન કર્યા કે મહીં કમ્પ્લિટ થઈ ગયું, દર્શન કરતાંની સાથે જ. કારણ કે બધું જોયું, પણ એણે સંપૂર્ણ વીતરાગતા જોઈ ન્હોતી. એ જોયું એટલે પૂરું થઈ ગયું !
જોટો ના જડે, એ મધુરતાતો !
ભગવાન દેશના આપતા હતા, એની મેળે નીકળ્યા જ કરે. અને આજુબાજુ હજારો માણસો બધા સાંભળ્યા કરે અને લાઉડ સ્પીકર વગર. લાઉડ સ્પીકર ગોઠવ્યા ના હોય તો ય એ દેશના સંભળાય. એવી દેશના આ કાળમાં ક્યાંથી સાંભળે ? એ તો મહાવીર ભગવાનના વખતમાં હતી, તે સાંભળી હતી. બાકી અત્યારે કંઈ એવી દેશના સાંભળવામાં આવે નહીં.
પ્રશ્નકર્તા : એ દેશના એટલે ભાષાથી પર છે ?