________________
૩૧૨
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૩૧૩
દાદાશ્રી : એ ભાષાથી પર કહો કે જે કહો તે. પણ વસ્તુ જુદી છે. ને આ અમારું ભાષાની મહીં આવેલું. ભગવાન મહાવીરની દેશના ! કોઈ એવી મધુર ચીજ નથી કે આની જોડે વર્ણન થઈ શકે. એટલે એને વાણી જ કહેવાય નહીં, તેથી એને દેશના કહેલી ને ! પ્રભુની દેશના ! તે ઘડીએ દેવલોકો સમવસરણ ને બધું સ્થાપન કરી આપે. દેવલોકો પોતે પોતાની મેળે જ રચે અને ત્યાં ભગવાન દેશના આપવા બિરાજે.
પ્રશ્નકર્તા : દેશનાને પરાવાણી કહેવાય ખરી ?
દાદાશ્રી : પરાવાણી એ વાણીરૂપે છે અને દેશના એ દેશના સ્વરૂપે છે. અને દેશના એટલે તો દેશના ! એવો મીઠો ધ્વનિ નીકળે, કેટલાંક તો સાંભળવામાં તલ્લીન થયા હોય. અર્થની કંઈ પડેલી ના હોય. સાંભળવામાં જ બસ એટલું બધું મીઠું લાગે, મધુરતા એટલી લાગે, એવું અનુપમ હોય. મધુરધ્વનિ ! એનાથી કોઈ ચીજ મધુર ના હોય એવી મધુરધ્વનિ !!
એ દિવ્યધ્વતિ, તીર્થકરોની ! પ્રશ્નકર્તા : ભગવાન મહાવીરની દિવ્યધ્વનિ મુખથી છૂટે કે આખા શરીરથી છૂટે ?
દાદાશ્રી : મુખથી જ બધું છૂટે. શરીર પર કાણા નથી પડ્યા. વાણી તો મુખથી જ છૂટે. વાણી એટલે શું ? મશીનરી મારફત અવાજ આવવો. એટલે આ મશીનરી છે બધી. તમને લાગે છે મહીં મશીનરી હશે ?
પ્રશ્નકર્તા : છે જ ને ! પણ ભગવાનની વાણીને દિવ્યધ્વનિ કેમ કહેવાય ?
દાદાશ્રી : દિવ્ય જ ધ્વનિ કહેવાય. દિવ્યધ્વનિ એટલે માલિકી વગરની વાણી !
સર્યા શબ્દો જ, દેશતામાં ! પ્રશ્નકર્તા: કેટલાંક એમ કહે છે કે ભગવાન બોલતા નહોતા. ખાલી
ૐ શબ્દનો ધ્વનિ જ નીકળતો હતો.
દાદાશ્રી : ૐ કારનો ધ્વનિ, એનું નામ જ ટેપરેકર્ડ ! ટેપરેકર્ડ શબ્દ પહેલાં જાણતા નહોતા એટલે આ ૐ તરીકે મૂક્યો.
પ્રશ્નકર્તા : એ જ સમજવું હતું કે કેટલાંક એવું માને છે કે શબ્દરૂપ તીર્થંકરોની વાણી નીકળતી હતી. જ્યારે કેટલાંક એવું માને છે કે ૐ સિવાય કોઈ શબ્દ ધ્વનિ જ નહોતો એમનો. તો શું કહેવાય એ ?
દાદાશ્રી : એ ટેપરેકર્ડ જ હતી. આ આમને સમજ ના પડી એટલે એને ૐ કહે છે. બાકી બેઉ સરખા છે. પેલા ય સરખા છે ને આ ય સરખા છે. બેની ભાષા ફેર છે, સમજણ ફેર છે. બીજું કશું નહીં. આ લોકો શબ્દ કહે છે તે ય બરોબર છે અને પેલા ૐ કહે છે તે ય બરોબર છે. જ્યાં ત્યાં એમને જુદું પાડવું છે, એટલા માટે એ આવું બોલે છે. ‘અમારું ખરું છે' એમ કહેવડાવવા માટે આવું કર્યું છે. કેટલાંકે બધી વાતમાં જુદું પાડ્યું કે આત્મા શક્તિરૂપે રહેલો છે ને બીજાઓ આત્માને સત્તારૂપે રહે છે એવું કહે છે. એકનો એક શબ્દ, એની એ જ વાત, પણ જુદું પાડવું એ એમનો ધંધો.
પ્રશ્નકર્તા : પણ દેશનામાં તીર્થકર બોલતા હતા, એ નક્કી વાત
દાદાશ્રી : હા, આ ટેપરેકર્ડ જ હતી. પ્રશ્નકર્તા એ ખરું, પણ એ શબ્દરૂપે હતી ને ?
દાદાશ્રી : શબ્દો જ. બીજું શું ત્યારે ?! અને તે ય અધે માથ્થી ભાષામાં.
પ્રશ્નકર્તા : એટલે દેશનાની વાણીમાં શબ્દો હોય. દાદાશ્રી : શબ્દો હોય ને ! એ શબ્દમાં ખરું.
વાણી પ્રમાણી, વીતરાગતા થકી ! એટલે મહાવીર ભગવાનને ઓળખવાનું સાધન શું હતું ? વાણી !