________________
વાણીનો સિદ્ધાંત
૩૬૭
૩૬૮
વાણીનો સિદ્ધાંત
પ્રશ્નકર્તા : અપૂર્વ વાણી કઈ કહેવાય ?
દાદાશ્રી : પૂર્વે ક્યારેય પણ ના સાંભળી હોય, કોઈ દહાડો વાંચી ના હોય, જાણી ના હોય, જોઈ ના હોય, એ બધી અપૂર્વ વાણી.
પ્રશ્નકર્તા : અને એનાં સ્પંદને ય ના થાય.
દાદાશ્રી : હા, એનાં સ્પંદને ય ના થાય. નહીં તો બીજી બધી પૂર્વાનુપૂર્વી વાણી કહેવાય. એને પછી આપણી ભાષામાં પરંપરા કહે.
આધ્યાત્મિક પ્રગતિની પારાશીશી !
જ્ઞાની પુરુષના એક જ વાક્ય પ્રમાણે આખી જીંદગી નીકળશેને, તો કલ્યાણ કરી નાખે. એક જ વાક્ય જો કદિ જ્ઞાનીનું ઉતરી જાય તો આખી જીંદગી કલ્યાણ કાઢી નાખે. જ્ઞાની પુરુષ કોઈ દહાડો હોય નહીં અને હોય તો બુદ્ધિવાળા જ્ઞાનીઓ હોય. બુદ્ધિવાળા જ્ઞાનીઓ ચાલે નહીં. બુદ્ધિવાળા હરીફવાળા હોય. એક એકથી ચઢતા હોય. બુદ્ધિ વગરના જ્ઞાની હોય તે પૂર્ણ હોય. અમારે બુદ્ધિ ના હોય, બીલકુલે ય નહીં.
કેવળજ્ઞાન સહિત વાણી છે આ. એટલે આ લોકોને બહુ લાભકારી થાય. કષાયો મંદ થઈ જાય. ફક્ત કેવળજ્ઞાનમાં ચાર અંશ ઓછા એટલી વાણી પણ તેનો વાંધો નહીં. ચાર અંશ ઓછા તે ચાલી શકે.
આ અમારા શબ્દો તમારી મહીં પેઠા તો તે કામ કરશે. એટલે અમે તો નિરંતર બોલ બોલ કરીએ. કારણ કે અવ્યક્ત રહેશે તો છેવટે એણે લાકડામાં બાળી મૂકશે. કારણ કે એ શબ્દો યુ બળવા જેવી ચીજ છે.
પ્રશ્નકર્તા : બળવા જેવી ચીજ છે ?
દાદાશ્રી : હાસ્તો ને ! લાકડા જેવી જ, શબ્દોમાં ને લાકડામાં ફેર નહીં. એ હઉ સળગે, શબ્દો હઉ સળગે. કારણ કે ટેપરેકર્ડ છે.
અપૂર્વ વાણી છે આ ! અને હું તો આ જોઈને કહું છું, તદન સાચી જ વાત છે. ભલે તદન નવી લાગતી હોય, વાંચેલી ના હોય, જોયેલી ના હોય, જાણેલી ના હોય, એવી વાત છે અપૂર્વ ! આ પરંપરાની વાત નથી. છતાં આપણો આત્મા કબૂલ કરે તો માનવી. આપણો આત્મા છે ને, તે તો ખબર પડે ને કે આત્મા કબૂલ કરે છે ને !
પ્રશ્નકર્તા : અપૂર્વ વાણી એટલે શું ?
દાદાશ્રી : એ ય ટેપરેકર્ડ. પૂર્વ વાણી હોય તે ય ટેપરેકર્ડ. ઉત્તર વાણી હોય તે ય ટેપરેકર્ડ અને અપૂર્વ વાણી તે ય ટેપરેકર્ડ ! વાણી માત્ર ટેપરેકર્ડ
પ્રશ્નકર્તા: માણસ કેટલી ડિગ્રી સુધી પહોંચ્યો છે, તે શી રીતે ખબર પડે ?
દાદાશ્રી : એની વાણી પરથી ખબર પડે. ૧૮૦ ડિગ્રીએ પહોંચે ત્યાં સુધી કશું વજન પડે નહીં એનું. એ તો ૩૦૦ ડિગ્રીએ આવે ત્યારે કંઈ રાગે પડે. ૩૬૦ ડિગ્રીએ પહોંચવાનું છે. વાણી વીતરાગી હોય, રાગવૈષ ના હોય એવી વાણી હોય તો એનું વજન પડે અને વાદી-પ્રતિવાદી બેઉ કબૂલ કરે, એ ચાદ્દવાદ વાણી !
પ્રશ્નકર્તા : પણ આધ્યાત્મિક ‘સ્ટડી” કરનારો એ પૂર્ણતાએ પહોંચ્યો, એની કેવી રીતે ખબર પડે ?
દાદાશ્રી : એની વાણી વીતરાગ હોય, વાત વીતરાગ હોય, વર્તન વીતરાગ હોય. એની દરેક બાબતમાં વીતરાગતા હોય. કોઈ ગાળ ભાંડે. તો ય વીતરાગતા અને કોઈ ફૂલ ચઢાવે તો ય વીતરાગતા હોય. એમની વાણી સ્યાદ્વાદ હોય એટલે કે કોઈ ધર્મનું, કોઈ જીવનું પ્રમાણ ના દુભાય.
બીજુ તો કંઈ નહીં પણ એની વાણી ઉપરથી ખબર પડે કે કેટલા અવતાર બાકી રહ્યા છે ! કારણ કે વાણી એ અવતાર કેટલાં બાકી છે. એ દેખાડનારું સાધન છે. એ સ્થૂળ વાણી છે, સૂક્ષ્મ વાણી છે, સૂક્ષ્મતર છે, સૂક્ષ્મતમ છે, એમાં ક્યા પ્રકારની વાણી છે ? એટલે વસ્તુસ્થિતિમાં કઈવાણી છેલ્લી કહેવાય ? કે બધા ધર્મવાળા બેઠા હોય, કોઈને ય દુ:ખ