________________
વાણીનો સિદ્ધાંત
ઘરમાં વહુને ટૈડકાવે તો એ જાણે કે કોઈએ સાંભળ્યું જ નથી ને ! આ તો એમ ને એમ જ છે ને ! નાનાં છોકરાં હોય ત્યારે એમની હાજરીમાં ધણી-બૈરી ગમે તેવું બોલે. એ જાણે કે આ નાનું છોકરું શું સમજવાનું છે ? અલ્યા, મહીં ટેપ થાય છે, તેનું શું ? એ મોટું થશે ત્યારે એ બહાર પડશે !
૪૧૫
આ કાળમાં કોઈને સમજાવવા જવાય એવું નથી. જો સમજાવતાં આવડે તો સારા શબ્દોમાં સમજાવો કે એ ટેપ થાય તો ય જવાબદારી ના આવે. માટે ‘પોઝિટિવ’ રહેજો. જગતમાં પોઝિટિવ જ સુખ આપશે અને નેગેટિવ બધું દુઃખ આપશે. માટે કેટલી બધી જોખમદારી છે ?!
ત ઘટે પ્રતિપક્ષી ભાવ !
સામાન્ય વ્યવહારમાં બોલવાનો વાંધો નથી. પણ દેહધારી માત્રને માટે કંઈ આડુંઅવળું બોલાયું તો તે મહીં ટેપરેકર્ડ થઈ ગયું. આ સંસારના
લોકોની ટેપ ઉતારવી હોય તો વાર કેટલી ? એક જરાક સળી કરો તો પ્રતિપક્ષી ભાવ ટેપ થયા જ કરશે. તારામાં નબળાઈ એવી છે કે સળી
કરતાં પહેલાં જ તું બોલવા મંડીશ.
પ્રશ્નકર્તા : ખરાબ બોલવું તો નહીં, પણ ખરાબ ભાવ પણ ના આવવો જોઈએ ને ?
દાદાશ્રી : ખરાબ ભાવ ના આવવો જોઈએ, એ વાત ખરી છે. ભાવમાં આવે છે, તે બોલમાં આવ્યા વગર રહેતું નથી. માટે બોલવું જો બંધ થઈ જાય ને, તો ભાવ બંધ થઈ જાય. આ ભાવ એ તો બોલવા પાછળનો પડઘો છે. પ્રતિપક્ષી ભાવ તો ઉત્પન્ન થયા વગર રહે જ નહીં ને ! અમને પ્રતિપક્ષી ભાવ ના થાય અને એવું, ત્યાં સુધી તમારે પણ આવવાનું છે.
એટલી આપણી નબળાઈ જવી જ જોઈએ કે પ્રતિપક્ષી ભાવ ઉત્પન્ન ના થાય. અને વખતે થયા હોય તો આપણી પાસે પ્રતિક્રમણનું હથિયાર છે, તેનાથી ભૂંસી નાખીએ. પાણી કારખાનામાં ગયું હોય, પણ બરફ થયું નથી ત્યાં સુધી વાંધો નથી. બરફ થઈ ગયા પછી હાથમાં ના રહે.
વાણીનો સિદ્ધાંત
આપણે કાગળમાં કોઈના માટે શું ખોટું લખાઈ ગયું હોય. પણ એ કાગળ નાખ્યો નથી ત્યાં સુધી ફરી પાછું નીચે લખી શકાય કે ‘ઉપર તમારા માટે બે શબ્દ ખરાબ લખી નખાયા છે તે, તે ઘડીએ મારા મગજમાં કંઈ ગાંડપણ ભરાયું હશે તેથી લખાયું. માટે માફ કરજો.’ આવું લખો તો બધું માફ થઈ જાય. પણ તે ઘડીએ આમની આબરૂ જાય, એટલે ના લખે. આ આબરૂદારના કટકા બધા ! કેટલાંય કપડાં રાખે ત્યારે આબરૂ રહે છે. તે ય પાછું ફાટ્યું હોય તો સાંધવું પડે, કપડું મેલું થયું હોય તો કકળાટ માંડે કે ‘મારી સફેદ ટોપી ધોઈ જ નથી તમે, નાવડી છાપ પહેરતો હતો તે ? ઈસ્ત્રી કેમ ના કરી ?” હવે ઈસ્ત્રી માટે કકળાટ માંડે. શેનાં હારું
આબરૂ રાખે છે આ ? નાગો ફરું તો ય લોક પૂજા કરે એવી આબરૂ ખોળી
કાઢ.
૪૧૬
મહીં અનંતી શક્તિઓ છે. જેવી ફેરવવી હોય, તેવું ફેરવી શકો તેમ છો, રસ્તો જાણવાની જરૂર છે.
કેવી શક્તિ, પરમાણુમાં !
અમને તો કવિરાજના પદો ‘એક્ઝેક્ટ’ એ જ અવાજમાં, એ જ રાગમાં, બે-બે, ત્રણ-ત્રણ કલાક નિરંતર સંભળાયા જ કરે. એ શું હશે ? આ તો મશીન છે. આ ય મોટામાં મોટું સાયન્સ છે. પેલું મનુષ્ય બનાવેલું છે અને આ તો અનુપચારિક છે. માણસથી બની શકે જ નહીં, એવું આ મશીન છે. આમાં ઇલેક્ટ્રિક કરંટ ના જોઈએ, બેટરી ના જોઈએ, રાતેદહાડે, વરસાદ પડે, તાપ પડે, હિમ પડે તો ય આ મશીન ચાલુ રહે.
પંદર વરસ ઉપર આપણે કોઈ માણસ જોયો હોય, તેને આજે જોઈએ તો ય તે આપણને ફરી યાદ આવે કે જોયેલો હતો. એવું આ મશીન છે.
પરમાણુ પરમાણુમાં ટેપ કરવાની શક્તિ છે. આંખોને ફિલમ ઊતારવાની શક્તિ છે. મહીં પાર વગરની શક્તિ છે. આ એક મહીંની મશીનરી પરથી આ બીજી બધી પાર વગરની મશીનરીઓ બને છે. એટલે
આ મશીન જબરજસ્ત પાવરફૂલ છે.