________________
૪૧૦
વાણીનો સિદ્ધાંત
[3] શબ્દોથી સર્જાતાં અધ્યવસતો.
અવળી વાણીતી અસરો અનેકગણી ! આ પેલાં તાર વાગે છે ને, તે એક જ તાર ખખડાવો તો કેટલાં અવાજ થાય છે મહીં ?
‘તમે નાલાયક છો” એવું બોલીએને, એ શબ્દ એને તો સાંભળીને દુઃખ થયું જ. પણ આનાં જે પર્યાય ઊભાં થાય, તે તમને બહુ દુ:ખ આપે અને તમે કહો, બહુ સારા માણસ, તમે બહુ ભલા માણસ છો. તો તમને મહીં અંદર શાંતિ આપશે. તમારું બોલેલું પેલાને શાંતિ થઈ ગઈ. તમને ય શાંતિ. એટલે આ જ ચેતવાની જરૂર છે ને !
દુનિયામાં કોઈને ‘અક્કલ વગરનો’ કહેશો નહીં. ‘તું ડાહ્યો છે” એવું જ કહેજો તો તમારું કામ થશે.
પ્રશ્નકર્તા : આપણે પાંચ મિનિટ સુધી કડક બોલ્યા હોઈએ, પછી એની પાછળની ઈફેક્ટો બીજી પચાસ મિનિટ ખાઈ જાય છે.
દાદાશ્રી : એ તો ખાઈ જાય ને ! તમે એક શબ્દ બોલો કે “આ નાલાયક છે', તો ‘લાયક'નું વજન એક રતલ હોય ને ‘નાલાયક'નું વજન ચાલીસ રતલ હોય છે. એટલે ‘લાયક' બોલશો એનાં અંદન બહુ ઓછાં થશે, હલાવશે ઓછું અને “નાલાયક’ બોલશો તો ચાલીસ રતલ હલાહલ કરશે. બોલ બોલ્યા એનાં પરિણામ !
પ્રશ્નકર્તા : એટલે ચાલીસ રતલનું પેમેન્ટ ઊભું. દાદાશ્રી : છૂટકો જ નહીં ને ! પ્રશ્નકર્તા : પછી અમારે બ્રેક કેવી રીતે લાગે ? એનો ઉપાય શું?
દાદાશ્રી : ‘આ વાણી ખોટી છે” એવું લાગે એટલે દહાડે દહાડે ફેરફાર થતો જાય.
પ્રશ્નકર્તા : એ પણ મશીનગન ફૂટી ગયા પછી ખોટી લાગે છે.
દાદાશ્રી : ના, પણ પછી ય ખોટી લાગે છે ને ? એમ કરતાં કરતાં રાગે આવશે.
પ્રશ્નકર્તા : પણ એ રાગે આવવાનું ક્યારે પતશે ?
દાદાશ્રી : અરે, પેલું તો અબજ અવતારે ય ઠેકાણું ના પડે ને આ તો થોડા વખતમાં જ ઠેકાણું પડી જશે.
પ્રશ્નકર્તા : ઘણાં વાગે.
દાદાશ્રી : એક જ ખખડાવો તો ય ? એવું આ એક જ શબ્દ બોલવાનો થયો, તેની મહીં કેટલાંય શબ્દો ઊભાં થઈ જાય છે. એને ભગવાને અધ્યવસન કહ્યા. અધ્યવસન એટલે ના બોલવા હોય, તો ય તે ઊભાં થઈ જાય બધાં. પોતાને બોલવાનો ભાવ થઈ ગયો, એટલે પેલાં એની મેળે બોલાઈ જાય. જેટલી શક્તિ હોયને તે બધી ઊભી થઈ જાય, ઇચ્છા નથી તો ય ! અધ્યવસન એટલાં બધાં ઊભાં થાય કે કોઈ દહાડો મોક્ષમાં જવા ના દે. તેથી તો અમે અક્રમ વિજ્ઞાન મૂક્યું, કેવું સુંદર અક્રમ વિજ્ઞાન છે. કોઈ પણ બુદ્ધિશાળી માણસ આ પઝલનો અંત લાવી દે એવું વિજ્ઞાન છે.