________________
૩૮૮
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૩૮૭ પ્રશ્નકર્તા : લાગે, જરૂર લાગે.
દાદાશ્રી : એ કંઈ આપણને અડે છે ? ઢેખાળો જો મારે તો અડે, લાકડી અડે.
પ્રશ્નકર્તા : પણ વચનની અસર તો થાય છે, વધારે થાય. દાદાશ્રી : વગર અશે, આમ અડે નહીં તો ય ? પ્રશ્નકર્તા : રૂઝ ના વળે જલ્દી.
દાદાશ્રી : હા, પેલા મારે તે બે-ચાર દહાડામાં રૂઝ આવી જાય ને આ વચનના બાણ તો રૂઝાય નહીં. આ વચનનાં બાણથી રાતે ઊંઘ ના આવે.
દુઃખ આપે તે અપશબ્દ !
શબ્દ કોઈને બોલીએ અને એને ખરાબ લાગે તો એ શબ્દ અપશબ્દ કહેવાય. તે અમથા અમથા ય અપશબ્દ બોલતો હોય ને, તો ય જોખમ. અને સારા શબ્દો અમથો અમથા બોલતા હોય તો ય હિતકારી છે. પણ ખોટા શબ્દો, અપશબ્દો અમથા અમથા બોલતા હોય તે અહિતકારી. કારણ કે અપશબ્દ કોને કહેવાય ? બીજાને કહીએ ને એને દુઃખ થાય એ બધા ય અપશબ્દ કહેવાય. બહાર તો પોલીસવાળાને કંઈ કહે નહીં. ઘરમાં જ કહે ને ! પોલીસવાળાને અપશબ્દ બોલનારો મેં કોઈ જોયો નથી એવો બહાદુર. (!) પોલીસવાળો તો આપણને પાઠ ભણાવે. ઘરમાં પાઠ કોણ ભણાવડાવે ? આપણે નવો પાઠ તો શીખવો જોઈએ ને ?!
એ થઈ તીજ ભાવહિંસા !
‘તા બોલવા'ની કળા. આ સંસારનું તો શું આઘુંપાછું થાય એવું નથી. સંસારમાં તો ‘તમારે” “ચંદુભાઈને કહેવું, કામ કર્યું જાવ. કોઈને વઢશો નહીં, લઢશો નહીં ને કામ કર્યું જાવ. વઢવા-લઢવાની તો આમાં વાત જ નથી.
પ્રશ્નકર્તા : વેપારમાં સામો વેપારી જે હોય, તે ન સમજે ને આપણાથી ક્રોધાવેશ થઈ જાય, તો શું કરવું ?
દાદાશ્રી : વેપારી જોડે તો જાણે કે વેપાર માટે છે, ત્યાં તો બોલવું પડે. ત્યાં ય ‘ના બોલવાની કળા છે. ત્યાં ના બોલે તો બધું કામ થાય એવું છે. પણ એ કળા નથી જલ્દી આવડે એવી, એ કળા બહુ ઊંચી છે. માટે ત્યાં લઢજો ને, હવે ત્યાં જે ફાયદો (!) થાય એ જોઈ લેવાનો, એ પછી જમે કરી લેવાનો. લટ્યા પછી જે ફાયદો (!) થાય ને, એ ચોપડે જમા કરી લેવાનો. બાકી ઘરમાં બિલકુલ વઢવું નહીં. ઘરમાં પોતાના માણસ કહેવાય.
પ્રશ્નકર્તા : આ “ના બોલવા’ની કળાની વાત કરો જરા.
દાદાશ્રી : “ના બોલવા’ની કળા, એ તો બીજાને નથી આવડે એવી. બહુ અઘરી છે કળા.
એ કળામાં તો શું કરવું પડે ? “એ તો સામો આવ્યો છે, તે પહેલા એના શુદ્ધાત્મા જોડે વાતચીત કરી લેવાની અને એને ઠંડું પાડી દેવાનું, ને ત્યાર પછી આપણે બોલ્યા વગર રહેવાનું. એટલે આપણું બધું કામ પતી જાય.” હું તમને ટૂંકમાં કહી દઉં છું. બાકી સૂક્ષ્મકળા છે એ. એટલે એ ટાઈમ તમારો આવે ત્યારે મને પૂછજો ને, બધું વિગતવાર દેખાડી દઈશ. એ પગથિયું આવે ત્યારે શીખજો. હમણાં ઘરમાં તો વઢવાડ બંધ કરી દો.
- અહીં આપણી આર્યતા ! આ શબ્દો જે નીકળે છે ને, એ શબ્દોમાં બે જાત, આ દુનિયામાં શબ્દ જે છે એની બે ક્વૉલિટી. સારા શબ્દો શરીરને નીરોગી બનાવે અને ખરાબ શબ્દો શરીરને રોગીષ્ટ કરે. માટે શબ્દ પણ અવળો ના નીકળવો
આ કડક શબ્દ કહ્યો, તો એનું ફળ કેટલાય વખત સુધી તમને એના સ્પંદન વાગ્યા કરશે. એક પણ અપશબ્દ આપણા મોઢે ના હોવો જોઈએ. સુશબ્દ હોવો જોઈએ. પણ અપશબ્દ ના હોવો જોઈએ. અને અવળો શબ્દ નીકળ્યો એટલે પોતાની મહીં ભાવહિંસા થઈ ગઈ, એ આત્મહિંસા ગણાય છે. હવે આ બધું લોકો ચૂકી જાય છે અને આખો દહાડો કકળાટ જ માંડે છે.