________________
વાણીનો સિદ્ધાંત
તેથી ચેતન છે. તે સામાનાં અનંતા ભવનાં પાપોને બાળીને ભસ્મીભૂત કરે
છે.
૩૭૧
પ્રશ્નકર્તા : વાણી ભગવાનને સ્પર્શીને નીકળે છે, એટલે કેવી રીતે સ્પર્શ થતો હશે ?
દાદાશ્રી : ભગવાન અંદર ક્લિયર અને આ વાણી ક્લિયર એટલે એને અડીને, સાધારણ જોડે જ છે ને બધું. પેલું ય (બીજી વાણી) પણ સ્પર્શીને જ નીકળવાની, પણ એ વાણી ક્લિયર નહીં ને ! વીતરાગ વાણી નહીં ને ! રાગ-દ્વેષી વાણી એટલે પડવાળી વાણી. તે ભગવાનને અડે જ નહીં ને ! આ તો વીતરાગ વાણી અને વચનબળવાળી, એમ ને એમ મોંઢે જ રહ્યા કરે. જ્ઞાનવાણી છૂટે (નીકળે) તો તેનો વાંધો નથી, પણ અજ્ઞાનવાણી ના બોલાય તે સારું.
મમતારહિતતા ‘આ' વાણીમાં !
આ બધી વાણીઓમાં અહંકાર હોય, જ્યાં મમતા ત્યાં વીતરાગ વાણી ના હોય. કંઈ પણ મમતા છે, ત્યાં વીતરાગ વાણી ના હોય.
પ્રશ્નકર્તા : સમતા હોય ત્યાં હોય.
દાદાશ્રી : મમતા જ ના હોય તો વીતરાગ વાણી હોય. એવા સમતાવાળા તો બહુ સાધુઓ જોયા. પણ મમતા છૂટી ના હોય. તે મમતા છૂટે ત્યારે વીતરાગતા આવે. સમતા તો અડચણ ના હોય એટલે રહે. આ કૂતરાને ય રાતે બે પૂરીઓ ખવડાવીએને, તો આખી રાત નિરાંતે સમાધિમાં રહે. એ સમતા ચાલે નહીં. એનામાં મમતા સહેજ પણ ના જોઈએ. ખૂણેખાંચરે પડી રહેલી મમતા ના ચાલે.
અમે ક્ષત્રિય કહેવાઈએ. અને ક્ષત્રિય સિવાય વીતરાગી વાણી જ ના નીકળે. કારણ કે વૈશ્યનો સ્વભાવ શું ? ગમે એવો મોટો આચાર્ય હોય તો પણ મમતા હોય જ. એ વૈશ્યનો સ્વભાવ જ છે. જન્મજાત સ્વભાવ છે. એટલે ભગવાને શું કહ્યું હતું કે વૈશ્ય કેવળી થઈ શકે પણ તીર્થંકર ના થાય.
વાણીનો સિદ્ધાંત
કોઈ શાસ્ત્રમાં આવું વાક્ય નીકળશે નહીં. શાસ્ત્ર મમતાવાળાએ લખેલાં છે અને મમતભણી ખેંચી જનારાં છે. આ વીતરાગ વાણી છે કે જેનો માલિક નથી, જ્યાં રાગ-દ્વેષ નથી. એક કલાક સાંભળે તો ય કલ્યાણ થઈ જાય. રાગ ના આવે ને એક કલાક સારી રીતે સાંભળે તો ય કલ્યાણ થઈ જાય. સ્યાદ્વાદ વાણી છે !
નિષ્પક્ષપાતી તે તિઅહંકારી...
૩૭૨
તે કેટલાંક માણસો પૂછે કે વીતરાગ વાણી એટલે શું ? બે જાતની વીતરાગ વાણી. એક તો નિર્અહંકારી વીતરાગ વાણી. જેને વીતરાગ કહેવામાં આવે છે તે અને બીજી અહંકારી વીતરાગ. એટલે પેલા પરે ય પક્ષપાત નથી ને આના પરે ય પક્ષપાત નથી.
પ્રશ્નકર્તા : અહંકારી વીતરાગ એટલે એ અહંકાર કેવો હોય ?
દાદાશ્રી : નિષ્પક્ષપાતી હોય. સંસારમાં નિષ્પક્ષપાતી માણસ હોય ને ! પોતાનો છોકરો ને બીજાનો છોકરો, બેમાં પક્ષપાત જુએ. પણ તેમાં ય નિષ્પક્ષપાતીપણું રાખનારા હોય તો કોઈ એવો મળી આવે. એ વીતરાગ જ કહેવાય ને (એક જાતનો) ! એ અહંકારી વીતરાગ કહેવાય. હવે એ અહંકારી વીતરાગ વાણી ભૌતિકમાં હેલ્પ કરે. અને નિર્અહંકારી વીતરાગ વાણી ભૌતિકમાં અને અધ્યાત્મમાં, બન્નેમાં હેલ્પ કરે. એટલે જેટલી વીતરાગ વાણી છે, નિષ્પક્ષપાતીથી માંડીને ઠેઠ વીતરાગ સુધીની વાણી હેલ્પીંગ છે.
તથી વીતરાગતા સંપ્રદાયમાં !
પ્રશ્નકર્તા : તો વીતરાગ વાણી છે, ત્યાં આટલા બધા ભાગલા કેમ થઈ ગયાં ?
દાદાશ્રી : એ તો સાંપ્રદાયિક છે. ત્યાં વીતરાગ વાણી જ નથી. પ્રશ્નકર્તા : એમ કેમ બન્યું ?
દાદાશ્રી : સ્વછંદથી. સાચા જ્ઞાની પુરુષ ના મળ્યા.