________________
વાણીનો સિદ્ધાંત
સ્યાદ્વાદને અને સ્પિરિચ્યુઅલને, બેને મેળ ખાય નહીં. અને તે અમારે તો કૃપા છે, તે વળી આ મેળ ખાય છે. નહીં તો આ બેનો મેળ જ ના ખાય કોઈ દહાડો ય ! એ તો દૂધ અને છાશ, એ બે ભેગું કરે એના જેવું. અને પાછું આ ચા બનાવી આપો, એવું કહેશે એના જેવી વાત. મુશ્કેલીને ! હવે શું થાય તે ? જ્ઞાનીની પાસે બધા અખતરા કરાવડાવે.
પ્રશ્નકર્તા : એ જ્ઞાની જ કરે. બીજા કોઈ ના કરે.
૩૪૯
દાદાશ્રી : બીજા કોઈનું ગજું જ નહીં. બીજા કોઈનું કામ જ નહીં. સ્યાાદતો હેતુ !
વાણીનું એવું છે કે એ બે વ્યુપોઇન્ટ એટ-એ-ટાઇમ' ના બતાવી શકે. એટલે વ્યક્ત કરવા બીજું વાક્ય બીજી વખત બોલવું પડે. ‘દર્શન’માં ‘એટ-એ-ટાઇમ’ સમગ્ર રીતે જોઇ શકાય, પણ તેનું વર્ણન કરવું હોય તો કોઇ પણ માણસ એટ-એ-ટાઇમ’ વ્યક્ત ના કરી શકે. તેથી વાણી સ્યાદ્વાદ કહેવાય છે.
વાણીમાં નેગેટિવ અને પોઝિટિવ, એ બે એકી સાથે બોલી શકાય નહીં. એકી સાથે બોલે તો કાં તો નેગેટિવ બોલે તો પોઝિટિવ અધુરું રહી જાય અથવા પોઝિટિવ બોલે તો નેગેટિવ અધુરું રહી જાય. એટલે એકી સાથે ના બોલાય ને ?! એટલે પછી વીતરાગોથી કહેવું પડ્યું કે જગત અનાદિ-અનંત છે ! પોઝિટિવ ને નેગેટિવ સાથે ના બોલાયું, એટલે આવું અનાદિ-અનંત કહેવું પડ્યું !
સ્યાદ્વાદ એટલે શું કહેવા માગે છે ? શબ્દો આપણો ભાવ પૂર્ણપણે દર્શાવી શકતા નથી. એક શબ્દથી આપણે બે ભાવ બતાવી શકતા નથી. બેઉ ભાવ બતાવવાની ઇચ્છા હોય તો ય નહીં. એટલે શબ્દ પછી લઢશે
બધા. માટે બને એટલું ઓછું બોલો. અને બહુ જરૂરનું હોય તો લખીને આપવું. એમાં બધા ભાવ બતાવી શકાય. આગળનું વાંચવાનું અને પાછળનું વાંચવાનું. અને બોલવામાં તો એક શબ્દમાં બે ભાવ હોઈ શકે નહીં. એટલે ભગવાન ‘સ્યાદ્વાદ’ બોલ્યા. અને મેં કહ્યું કે ‘આ બોલે છે એ બધી ટેપરેકર્ડો' !
વાણીનો સિદ્ધાંત
પ્રશ્નકર્તા : સ્યાદ્વાદનો ઉપયોગ વધારે વ્યાજબી નિર્ણય લેવામાં થાય ? કે ઈન્ડીસીસન તરફ લઈ જાય ?
૩૫૦
દાદાશ્રી : મામાનો છોકરો ભાઈ થતો હોય ને કોઈ રીતે સાળો પણ થતો હોય. તો એટ-એ-ટાઈમ, બે ના બોલાય. એટલે એક જ વસ્તુ બોલવી પડે. બે સાથે કેવી રીતે બોલાય ?
પ્રશ્નકર્તા : એ શક્ય જ નથી.
દાદાશ્રી : એટલે આ સ્યાદ્વાદ તો ભગવાને એટલા માટે મૂકેલો કે આત્મા કર્તા છે ! તો કહે કે કોઈ અપેક્ષાએ કર્તા પણ છે અને કોઈ અપેક્ષાએ કર્તા નથી. સ્યાદ્ અસ્તિ, સ્યાદ્ નાસ્તિ.
પ્રશ્નકર્તા : સ્યાદ્ અસ્તિ, સ્યાદ્ નાસ્તિ અને અંગ્રેજીમાં ઈન્ડીસિસન કહેવાય ? અનિર્ણય કહેવાય ?
દાદાશ્રી : અનિર્ણય એ તો છે જ. પણ એ અનિર્ણયનો સવાલ નથી. પણ આત્માને કર્તા કહેવો છે અને આત્મા ખરી રીતે છે અકર્તા.
છતાં કહેવો પડે છે કર્તા. એટલે ભગવાને આ સ્યાદ્વાદ મૂકેલું. આ અપેક્ષાએ આત્મા કર્તા છે અને આ અપેક્ષાએ કર્તા નથી. સ્યાદ્ અસ્તિ, સાદું નાસ્તિ.
કારણ કે આવી સ્યાદ્વાદ વાણી વર્લ્ડમાં કોઈ દહાડો સાંભળી જ ના હોય. આ સ્યાદ્વાદ એટલે શું, એ સમજણ પડે તો ને ? ને ના સમજાય તો પછી આદુ ને લસણ ! એ પેલી એકાંતિક વાણી કહેવાય. આખા જગતમાં બધાંની વાણી એકાંતિક હોય ને આ સ્યાદ્વાદ કહેવાય. એટલે આ ય કરેક્ટ છે અને આમે ય કરેક્ટ છે.
કોઈ પણ માણસ એક જ શબ્દમાં બધી રીતે વ્યક્ત ના કરી શકે. એટલે અમારા શબ્દ એવા લાગે અને ભગવાનના શબ્દ ય તેથી એવા
લાગતા હતા. હવે લોકોએ આ સમજવું જોઈએ ને ! એટ-એ-ટાઈમ બન્ને વાત વાણી વ્યક્ત ના કરી શકે. એ તમને સમજાયું બધું ? તેથી સ્યાદ્વાદ કહેવાય છે ને.