________________
વાણીનો સિદ્ધાંત
સ્યાદ્વાદમાં વાત સીધી એને કામ લાગે એવી જ હોવી જોઈએ. તે અમારી વાણી સ્યાદ્વાદ હોય. દરેકને અનુકૂળ આવે. ગમે તે ધર્મ પાળતો હોય તો ય અનુકૂળ આવે.
૩૪૧
કો’કના ધર્મનું પ્રમાણ દુભાય ત્યારે એને દુઃખ થાય. બધા ધર્મોવાળા ભેગા થાય પણ કોઈનું પ્રમાણ ના દુભાય એવી વાણી બોલવી તે આ સ્યાદ્વાદ, વાણી બોલીએ ત્યારે અહીં બધાં ધર્મના ભેગા થાય. ત્યારે હિંસા કોઈ ધર્મની સ્ટેજે ય ના થાય.
અહીં આગળ એક સાધુ આવે, તે કહે છે ‘ભઈ, અમારે તો ગુરુનું બહુ કામ નથી. અમે તો દેરાસર, મૂર્તિનું જ વધારે ધ્યાન રાખીશું.’ તો ય ભગવાન કહેશે કે ‘એ એની દ્રષ્ટિથી બરોબર છે.’ ત્યારે એક જણ કહેશે
કે ‘ના ભઈ, અમને તો ગુરુ ઉપર જ મમતા છે, મૂર્તિ ઉપર બહુ મમતા
નથી.’ તો ય ભગવાન કહે છે, ‘બરોબર છે.' કોઈ માણસ આવ્યો, એ કહે છે, ‘સાહેબ, હું તો તપ જ કરવાનો.' તો ય ભગવાન કહે છે, ‘બરાબર છે.’ એનું નામ સ્યાદ્વાદ.
એક છતાં જુદાં...
સ્યાદ્વાદ કોનું નામ કહેવાય કે એકમાં ને એકમાં રહેવું અને જુદા જુદા ભાવે રહેવું. હા, રહેવું એકમાં ને એકમાં, એટલે હોમ ડિપાર્ટમેન્ટમાં રહેવું અને જુદા જુદા ભાવમાં લાઈટ કરવી.
પ્રશ્નકર્તા : સ્યાદ્વાદ એટલે એકમાં ને એકમાં રહેવું અને જુદા જુદા ભાવે રહેવું, એ સમજાવો.
દાદાશ્રી : એ એવું કહેવા માગે છે કે પોતાના સ્વરૂપમાં રહેવું અને બીજી ડીગ્રીઓવાળાને એક્સેપ્ટ કરવું આપણે. ગમે તે ધર્મવાળો હોય તો એના વ્યુપોઈન્ટને, આપણે એક્સેપ્ટ કરવું જોઈએ. કે એ એના વ્યુ પોઈન્ટથી, એની દ્રષ્ટિએ બરોબર છે. આપણે આપણા હિસાબથી બરોબર છીએ, પણ આ એમના હિસાબથી બરાબર છે. પોતાના ભાવમાં રહીને બધા ભાવોમાં આપણે રહેવું જોઈએ. એટલે કોઈને ખોટું છે એવું થાય નહીં, ક્યારેય પણ. સ્યાદ્વાદ એટલે દરેકનું પોતપોતાના વ્યુપોઈન્ટથી
વાણીનો સિદ્ધાંત
બરોબર જ છે, એવું આપણે કહેવા માંગીએ છીએ. પોતાનું બરોબર છે એમ જાણે પણ પોતાનું બરોબર છે માટે સામાનું ખોટું છે. એ વાત ચોક્કસ છે પણ તે ખોટું ઠરાવીએ તો એને દુઃખ થાય છે એ પણ ચોક્કસ છે. કોઈને દુઃખ કરવું એ ધર્મ જ ના કહેવાય, એ પણ ચોક્કસ છે. માટે એ બધું આવરી લેવામાં આવેલું છે આ. કોઈને કશી અડચણ ના પડે એવો એ સ્યાદ્વાદ માર્ગ.
૩૪૨
આપણે અહીં બધા ધર્મના લોક ભેગા થાય. પણ હું બોલું તો કોઈને ય પક્ષપાતી ના લાગે. કારણ કે મારા વિચારો જ પક્ષપાતી નથી ત્યાં. કોઈ ગચ્છમાં પેઠેલો હોઉં તો હું પક્ષપાતી થઈ ગયેલો હોઉં. એટલે કે કોઈ એક ધર્મવાળા સાધુ કંઈ વાતચીત કરતા હોય ને જો બીજા ધર્મવાળા સાધુ ત્યાં આગળ આવે તો એને કષાય ચઢે કે આ વળી પાછો ક્યાં પેસી ગયો ?! અને એ વાતચીત કરે, તે ય સહુ સહુના પક્ષની જ વાતો કરે. એટલે આપણને ખબર પડી જાય કે આ અમુક ધર્મવાળા છે, આ અમુક ધર્મવાળા છે. એવી આપણને ખબર હઉ પડી જાય કે કઈ દુકાનો છે ! અને સ્યાદ્વાદ એટલે અમારી કોઈ દુકાન નહીં, ‘બધું' તે અમારું અને નિશ્ચયથી, ‘અમારું’ તે અમારું.
બહુ સુંદર વાતો છે આ. ભગવાનની વાત તો બહુ ઊંડી અને ઝીણી, સમજવા જેવી છે. અમારી વાત તો સમજણ પડતાં વાર લાગે એવું છે. પણ જો સમજ્યા તો કામ નીકળી જાય. પૂછવાની પણ છૂટ છે બધાંને આવીને. સેન્ટરમાં રહેલાને...
પ્રશ્નકર્તા : સ્યાદ્વાદ વાણી બોલવા, ક્યા ક્યા મુદ્દાઓને ધ્યાનમાં લેવા જોઈએ ?
દાદાશ્રી : સ્યાદ્વાદ વાણીમાં ૩૬૦ ડિગ્રીનાં બધા પ્રમાણમાંથી કોઈ પ્રમાણ ન દુભાય, એવી રીતે વાણી બોલવી. એ પછી મુસ્લીમ ધર્મનો બેઠો કે જૈન ધર્મનો બેઠો હોય કે ગમે તે ધર્મનો બેઠો હોય, પણ દુ:ખ ના થાય. એક પક્ષીય વાણી ના હોય, એનું નામ સ્યાદ્વાદ વાણી. આ બધા ધર્મવાળા એક ડીગ્રીવાળા,
સ્યાદ્વાદ એટલે ૩૬૦ ડિગ્રી.