________________
વાણીનો સિદ્ધાંત
૩૩૯
૩૪૦
વાણીનો સિદ્ધાંત
પ્રશ્નકર્તા : તો ય બંને બાબામાં ગયાં.
દાદાશ્રી : બેઉ બાબા. પણ બંનેને સંતોષપૂર્વક ચાલે. અને આપણું આ જ્ઞાન શીખવાડેલું હોય તો બાબાને મૂંઝવી નાખે. દસ વર્ષની છોડી બીજી દસ વર્ષની છોડીને કહે તે એક્ઝક્ટ જ્ઞાન હોય. બંને સામસામી સમજી જાય. એટલે જ્યાં આગળ જે છે, એ બરોબર છે.
વાણી, સાપેક્ષ-નિરપેક્ષ ! પ્રશ્નકર્તા : આનંદઘનજીએ એક સ્તવનમાં આપેલું છે કે “વચન નિરપેક્ષથી વ્યવહાર જૂઠો, વચન સાપેક્ષે સાચો.’ એ જરા સમજાવો.
દાદાશ્રી : વચન સાપેક્ષ એટલે સ્યાદ્વાદ વાણીથી વ્યવહાર સાચો અને નિરપેક્ષ વાણીથી વ્યવહાર ખોટો. જ્યાં જ્યાં જે યોગ્ય છે ને, એ યોગ્યતા ના જુએ, ને નિરપેક્ષ ગમે તેમ બોલે એ વ્યવહાર, વ્યવહાર નહીં. વ્યવહાર તો સ્યાદ્વાદ હોવો જોઈએ.
હવે ધર્મ કેટલા હશે ? દસ-પંદર-વીસ ? ના. જેટલાં મનુષ્યો છે, એટલાં બધા જ ધર્મ છે. તે કોઈ પણ ધર્મનું પ્રમાણ ન દુભાય, એનું નામ સ્યાદ્વાદ અને એ સાપેક્ષવાણી કહેવાય. એ વ્યવહાર સાચો. લખનારે સાચી વાત લખી છે !
સ્વરૂપ સ્યાદ્વાદd... પ્રશ્નકર્તા : સ્યાદ્વાદનું સંક્ષિપ્તરૂપ સમજાવો.
દાદાશ્રી : સ્યાદ્વાદ એટલે જે વાણી કોઈ ધર્મને કિંચિત્માત્ર નુકસાન ના કરે એવી વાણી. આટલા બધા ધર્મો છે, એમાં કોઈ ધર્મને સહેજે હિંસા ના થાય. એથી વધારે ઊંડા ઊતરીએ તો કોઈ માણસના વિચારોને ય હેજ પણ હિંસા ના થાય, એનું નામ સ્વાવાદ વાણી. કોઈ ધર્મની નિંદા થાય, તે એમાં પછી પોતે સાચો ઠર્યો ને પેલાને ખોટો ઠરાવ્યો, એ સ્વાવાદ ના હોય. સ્યાદ્વાદ વાણીમાં હિંસા ના હોય..
પ્રશ્નકર્તા : સ્યાદ્વાદમાં અહિંસાનું જ નિરૂપણ હોય કે બીજા કોઈ
એંગલ ખરાં ?
દાદાશ્રી : ના. એ અહિંસાનું જ, બીજું કશું નહીં. અહિંસામાં કોઈ ચીજ એવી નથી કે ના આવે. અહિંસાનું જે વિવરણ તમે સમજો તો આ દુનિયામાં કોઈ ચીજ એવી નથી કે જે અહિંસામાં પેસતી ના હોય.
વાણી સ્યાદ્વાદને લાગુ થાય છે અને પ્રમાણ એ અનેકાંતને લાગે છે. કોઈ ડીગ્રીનું પ્રમાણ ન દુભાય, કોઈ ધર્મનું પ્રમાણ ન દુભાવું જોઈએ. આ અમે બોલીએને, પણ પ્રમાણ નહીં દુભાય અને પ્રમાણ દુભાય તો અમે માફી માગી લઈએ. એ હોવું જ ના જોઈએ, એ ઘટે જ નહીં ને ! પ્રમાણ તો કેમ દુભાવવું જોઈએ ? પ્રમાણ દુભાવવા માટે આપણો માર્ગ નથી. કારણ કે એનું માનેલું, દરેકનું પ્રમાણ જુદું જુદું જ હોય અને કોઈ માંસાહાર ખાય, તેથી કંઈ અમારે એમાં એવું હાથ ઘલાય નહીં. અને કોઈ ફૂટ ખાતો હોય ને કોઈ ફૂટ ના ખાતો હોય, તો ય અમારે એવું હાથ ઘાલવા નહીં.
સ્યાદ્વાદ વાણી એટલે વીતરાગ વાણી, જેનાથી કોઈનું પ્રમાણ ના દુભાય. ભલેને પછી કોઈ કસાઈ આવે. કસાઈ એ એના ધર્મમાં જ છે. દરેક પોતપોતાના ધર્મમાં જ છે. જે ભગવાનને નથી માનતો ને, તે ય ધર્મમાં જ છે. ધર્મની બહાર તો એ ય નથી રહેતો ઘડીવાર. ધર્મ વગર તો મનુષ્ય અહીં જીવી શકે નહીં એક ક્ષણવાર. પણ જોડે અધર્મમાં હોય છે. પ્રમાણ અધર્મનું વધી જાય છે. આત્મા છે, તો ધર્મ હોવો જ ઘટે. એ છેવટે ભગવાનને ના માનતો હોય, મૂર્તિઓને ના માનતો હોય, લોક એને નાસ્તિક કહેતા હોય, છતાં ય એ નીતિને માનતો હોય ને નીતિ તો ભગવાનની આજ્ઞા છે. એ મોટામાં મોટો ધર્મ કહેવાય. એટલે કંઈનું કંઈ માનતો હોય. માન્યા વગર જીવાય જ નહીં ને ! એટલે આ બધું સારું કહેવાય.
કોઈ ધર્મનું કિંચિત્માત્ર પ્રમાણ ના દુભાય એટલે આદિવાસીઓ આવડો પથ્થર લઈને પૂજતા હોય અને એની શ્રદ્ધા ઉપર જો કદી તમે તરાપ મારો તો ય સાદ્વાદ વાણી નથી. દરેકની શ્રદ્ધાને જે વાણી એક્સેપ્ટ કરે, તે વાણીને ચાલ્વાદ કહેવાય.