________________
૨૮૪
આ આદેશનો અર્થ તમને સમજાયો ?
પ્રશ્નકર્તા : હા, હવે એ સમજાય છે.
ઉપદેશ એટલે...
વાણીનો સિદ્ધાંત
પ્રશ્નકર્તા : પછી, ઉપદેશમાં કેવું હોય ?
દાદાશ્રી : ઉપદેશ વસ્તુ જુદી છે. એમાં હુકમ હોતો નથી. ઉપદેશવાળા આદેશ કરે નહીં. ઉપદેશ કરનારાઓથી ઉપદેશ થઈ શકે. ઉપદેશમાં અહંકાર હોય, પણ ઓર્ડર નહીં. બધાને, કોઈનું નામ દીધા વગર કહ્યું કે, ‘ભઈ, આ પ્રમાણે કરવા જેવું છે.’ તો એ ઉપદેશ કહેવાય.
ઉપદેશ એટલે શું ? સામાન્યભાવે બધાને કહેવું. સહુ સહુને જેટલું અનુકૂળ આવે, એ પ્રમાણે ગ્રહણ કરે. હું બોલું અને તમને અનુકૂળ આવે, તે પ્રમાણે એનો અર્થ સમજીને કરો. આમાંથી તમે જે સાર ગ્રહણ કરો, એ પ્રમાણે છોડો યા ના છોડો, એમાં મારાથી બોલાય નહીં. એવું બોલવું એટલે આદેશ થઈ જાય. ઉપદેશવાળો એવું બોલે નહીં. ઉપદેશવાળો એટલું જ કહે કે આ કરેક્ટ છે અને આ ઈન્કરેક્ટ છે.
વિવેક આચરે, કર્તાભાવે !
પ્રશ્નકર્તા : ઉપદેશમાં ચેતનતા ના હોય !
દાદાશ્રી : ઉપદેશમાં ચેતનતા હોય જ નહીં ને ! ઉપદેશમાં ચેતનતા હોય તો, તેને ઉપદેશ કહેવાય જ કેમ ? ઉપદેશમાં ચેતનતા હોતી હશે ? ચેતનતા તો આદેશમાં ય ના હોય. ચેતનતા શબ્દમાં હોય નહીં, વર્લ્ડમાં ય. શબ્દ બોલે છે, ભાષા બોલે છે, ત્યાં ચેતનતા ના હોય.
ઉપદેશમાં વિધિપૂર્વકનું હોય કે ‘ભઈ, આમ કરજો, આમ કરવા જેવું છે, આ કરવા જેવું નથી. આમ શોભે, આમ ના શોભે.' એટલે એ પોતે કર્તા અને બીજાને ય કર્તા બનાવે કે તું ય કર્તા થા અને હું ય કર્તા
થઉં. એટલે બોલનારનો ય કર્તાભાવ હોય અને સાંભળનારનો ય કર્તાભાવ હોય, ત્યાં ઉપદેશ છે.
વાણીનો સિદ્ધાંત
૨૮૫
પ્રશ્નકર્તા : સાંભળનારનો કર્તાભાવ હોય ?
દાદાશ્રી : એમણે જે શીખવાડ્યું હોય, એ પેલો કરે. પોતે કર્તા હોય ને પેલાને ય કરવાનું કહે. પોતે આચાર પાળે અને બીજા પાસે
પળાવડાવે.
પ્રશ્નકર્તા : આમાં તો એને ક્રિયાની રીતની સમજણ પાડવામાં આવે
છે ને ?
દાદાશ્રી : હા, શી રીતે એ કરી શકે, એ રીત સમજાવે છે. અને પેલો રીત સમજી જાય છે એટલે કરવા માંડે છે અને એ બાપજીને ય
પેલા ઉપરવાળાએ શીખવાડ્યું હોય, તે બાપજી કરે.
ઉપદેશ, ત્યાં માય સ્પીચ !
ઉપદેશ તો અહંકારહિત કરી શકાય. નહીં તો એમ ને એમ અહંકાર વગર ઉપદેશ ના અપાય. પોતે અહંકારવાળો હોય, તે ય ઉપદેશ આપી શકે અને અહંકાર ઓછો થયેલો હોય તો ય ઉપદેશ આપી શકે. કંઈક એમને અહંકાર હોય તો જ ઉપદેશ આપે ને !
‘હું આ વ્યાખ્યાન કરું છું, મારો ઉપદેશ છે આ.' અને પછી વ્યાખ્યાન કરે. ઉપદેશ છે તે માલિકને ય પહોંચે અને સાંભળે તેને ય પહોંચે. આ ઉપદેશ બોલનાર “ધીસ ઈઝ માય સ્પીચ’ એમ કહે છે. પછી ‘હું કેવું બોલ્યો હતો’ એવું હઉ કહે. ‘સારું બોલ્યા’ એમ જાણીને તો ખુશ થઈ જાય.
પ્રશ્નકર્તા : ‘કેવું લાગ્યું’ કહે.
દાદાશ્રી : હા. ‘કેવું લાગ્યું' એમ કહે. એટલે ઉપદેશમાં અહંકાર અને મમતા બેઉ હોય.
જોડે સમ્યક્ દ્રષ્ટિ જોઈએ !
હવે એક બાજુ સમકિત થયેલું હોય, આત્મા પ્રાપ્ત કર્યો હોય ને થોડો અહંકાર બાકી હોય, ત્યારે એ ઉપદેશ આપી શકે. એટલે સમકિત