________________
૨૭૮
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૨૭૯
પ્રશ્નકર્તા: ક્રમિકમાર્ગમાં એવું કહેવામાં આવે છે કે ઉપદેશબોધ જ્યાં સુધી પરિણામ નહીં પામ્યો હોય ત્યાં સુધી સિદ્ધાંતબોધની સમજણ નહીં પડે.
દાદાશ્રી : પણ ઉપદેશ તો અનંતકાળથી સાંભળ સાંભળ કરીએ જ છીએ ને ! સિદ્ધાંત કે' દહાડે આવ્યો ? કોને ઘેર આવ્યો ? ઉપદેશ એકવચનીય છે, બહુવચનીય નથી અને લોકોએ બહુવચનીય કરી નાખ્યું. ઉપદેશ કાઢી નાખવા જેવી વસ્તુ નથી. આ તો બહુવચનીય કરી નાખ્યું ત્યારે પેલામાં શું રહ્યું ? અને સિદ્ધાંત તો, ઉપદેશ કશું ય ના સમજતો હોય તેને ય સમજણ પડે.
પ્રશ્નકર્તા : ઉપદેશ એકવચનીય અને સિદ્ધાંત બહુવચનીય, એટલે શું? એ સમજવું છે.
દાદાશ્રી : એવું છે ને, ઉપદેશ એકવચનીય છે, એટલે કાઢી નાખવા જેવી વસ્તુ નથી, એવું કહેવા માગીએ છીએ. અને સિદ્ધાંત, એમાં જ જીવન કાઢવા જેવી વસ્તુ છે. આ બહુવચનીયનો અર્થ. ઉપદેશ કાઢી નાખવા જેવો હોય તો તો બહુ ઊંધું થાય. લોકોએ એકવચનીયને બહુવચનીય કર્યું, એટલે પેલું રહી ગયું અને ભટક ભટક કરે છે. એકવચનીય હોય, તેને બહુવચન ના કરી નાખવું જોઈએ.
સિદ્ધાંત, તેની જ કિંમત. આ શું છે, તે શું, આ શું, તે શું, એ બધું પૂછો એટલે ઉકેલ આવી ગયો. તમને અનુભવ થાય તો પૂછો અને અનુભવ થવા માટે અમે પહેલાં તમારાં પાપો ભસ્મીભૂત કરીએ. શેનાથી પાપો ભસ્મીભૂત થાય ? જ્ઞાનાગ્નિથી. એ ભસ્મીભૂત થાય એટલે તમને એમ ઠંડક લાગે ને ! આ બધી આમ જાગૃતિ રહે એટલે તેમને સમજાય કે ધેર ઈઝ સમથિંગ. એને તમે શું કહો ? “કંઈક છે' એવું કહો ને ? ‘કંઈક છે', એનું નામ દર્શન. અને ‘આ છે', એનું નામ જ્ઞાન. પછી ડીસાઈડ કરવાનું.
પ્રશ્નકર્તા : સિદ્ધાંતનો કોઈ સાદો ઘરગથ્થુ દાખલો આપો. દાદાશ્રી : સિદ્ધાંત એટલે “આત્મા’ અંદર જુદો છે, “તું” પણ જુદો છે
અને ‘દેહ પણ જુદો છે. પેલું છે તે કર્તાભાવથી દેહાધ્યાસ ઘટાડતા ઘટાડતા જવાનું. ત્યાં જો ‘આત્મા જુદો છે” એવું બોલવામાં આવે ને, તો બધું આખું ઊંધું જ થઈ જાય, એટલે ત્યાં બધા ‘આ જ આત્મા’ એવું માનીને જ ચાલે. તો જ એ ત્યાગ કરી શકે. નહીં તો ત્યાગ કરી શકાય નહીં ને ! અને સિદ્ધાંતમાં તો કશું ય નહીં, આ ચોખ્ખચોખ્ખું. આ બે ફાડિયાં. તેથી તો કલાકમાં પાર આવે. પણ અક્રમ કોણ આપી શકે ? સિદ્ધાંત કોણ આપી શકે ? કે જે આત્માને સંપૂર્ણ પર્યાયથી જાણી શકે અને તે પાછી થિયરી ના ચાલે. થિયરમ જોઈએ. થિયરી તો પુસ્તકમાં હોય.
વ્યાખ્યાઓ, ફોડકારી ! પૂછો ને ! બોલો, બોલો ને ! અહીં કશી ફી લેવાતી નથી, પુછવાની ફી નથી. ખોટું પુછાશે તો ય વાંધો શો છે ? ભૂલ થશે તો કંઈ વાંધો છે આપણે ? તો હું સમું કરી આપીશ. અને એક શબ્દ ઉપર તો કેટલી બધી વાત નીકળે, ઘણી વખત તો. અને પૂછનાર જોઈએ, તો આ બધાને સાંભળવાનું મળે ને ! તમે ને હું, બે એક જ છીએ. આપણે જુદા નથી. હું ઉપદેશક નથી કે તમે ઉપદેશ સાંભળનાર નથી. કારણ કે આ અક્રમ વિજ્ઞાન છે.
પ્રશ્નકર્તા : આદેશ, ઉપદેશ અને દેશના. એની વ્યાખ્યા કરવી હોય તો કેવી રીતે કરી શકાય ?
દાદાશ્રી : એ ત્રણ શબ્દો છે ગુજરાતીમાં. એક તો એવો શબ્દ છે, આદેશ ! કોઈ બાપજીને વાંદવા ગયો તો બાપજી એને આદેશ આપે, ‘તારે આમ કરવું જ પડશે', એનું નામ આદેશ કહેવાય.
અને બીજો શબ્દ છે, ઉપદેશ ! તે ઉપદેશ બોલે એટલું જ, પછી કંઈ નહીં, કરો-ના કરો, તેનો વાંધો નહિ.
અને ત્રીજો શબ્દ છે, દેશના ! જે વાણીનો માલિક નહીં, તે દેશના કહેવાય. અમારી દેશના કહેવાય. તીર્થંકરોની દેશના કહેવાય !
આદેશ એટલે... પ્રશ્નકર્તા : આદેશ એટલે, એમાં વિગતવારમાં શું હોય ?