________________
૧૭૬
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૧૭૩
વાત ના કરી શકે.
છેલ્લા સ્ટેશતતી વાતો ! આ પ્રવચન ન હોય કે વ્યાખ્યાન ન હોય. વ્યાખ્યાન તો કોણ કરે ? ઉપદેશક હોય તે કરે. વ્યાખ્યાનકાર તો પોતે બોલનારા હોય, વક્તા હોય.
જ્યારે અમારે તો ટેપરેકર્ડ બોલે છે. વ્યાખ્યાન તો વચલા ગાળામાં, વચગાળામાં હોય. અહીં અમે વ્યાખ્યાન કરતા નથી. કારણ કે આ છેલ્લું સ્ટેશન છે. અહીં તો પ્રશ્નોત્તરીરૂપે હોય. અહીંથી આગળ બીજું કોઈ સ્ટેશન નથી. પછી રેલવે બંધ થઈ જાય છે. તમારે છેલ્લા સ્ટેશને ઊતરવું છે ? બાકી વચલે સ્ટેશને જવું હોય તો જઈ શકાય છે.
પ્રશ્નકર્તા : ના. હવે તો છેલ્વે સ્ટેશન જ જોઈએ.
દાદાશ્રી : હંમેશાં લાસ્ટ સ્ટેશન, છેલ્લામાં છેલ્લી હદ ક્યારે આવે ? રેલવે ક્યારે પૂરી થાય ? કે જ્યારે પ્રશ્નોત્તરી થાય ત્યારે. પ્રશ્નોત્તરી થાય કે જાણવું કે હવે અહીં ગાડી બંધ થવાની, એટલે મુક્તિ ! જેને છેલ્લે સ્ટેશને જવું હોય તેણે પ્રશ્નોના ઉત્તરરૂપી ખુલાસા કરી લેવા. બાકી બીજા બધાં વચલાં સ્ટેશનો છે. એ સ્ટાન્ડર્ડો છે, તેમાં પ્રશ્નોત્તરી ના હોય. ત્યાં આગળ શાસ્ત્રનું વાંચન હોય, એવું તેવું બધું હોય. તેમાં વ્રત-નિયમો હોય. એટલે બધી ય જાતની જરૂર ને ! સ્ટાન્ડર્ડની ય જરૂર, ઉપલા સ્ટાન્ડર્ડની ય જરૂર અને આઉટ ઓફ સ્ટાન્ડર્ડની ય જરૂર. આઉટ ઓફ સ્ટાન્ડર્ડ એટલે મુક્ત જ થઈ ગયો.
આખી ગીતા પ્રશ્નોત્તરી રૂપે છે. અર્જુન પ્રશ્ન પૂછે છે ને કૃષ્ણ ભગવાન જવાબ આપે છે. કૃષ્ણ ભગવાને ગીતામાં કંઈ પ્રવચન નથી કર્યું. પ્રશ્નો પૂછયા તેના જવાબ જ આપ્યા છે. એ પ્રવચન કરે જ નહીં ને ! છેલ્લું વિજ્ઞાન વ્યાખ્યાન રૂપે ના હોય, પ્રશ્નોતરી રૂપે હોય. અંતે અર્જુનને જે સંદેહ થયો, એને શંકા થઈ એના જવાબ આપ્યા છે બસ. એનું નામ ધર્મ. ગીતા એ ‘પરિપ્રશ્નન’ થયેલું છે. પરિપ્રશ્નન એટલે અર્જુને પ્રશ્નો પૂછ્યા અને કૃષ્ણ ભગવાન જવાબ આપે. એ આખી ગીતાનો સાર છે.
એટલે કૃષ્ણ ભગવાને શું કહ્યું? પરિપ્રશ્ન એટલે પ્રશ્નો પૂછી અને
છેલ્લા સ્ટેશને આવજો. બાકી પ્રશ્નો વગર છેલ્લા સ્ટેશને અવાય નહીં.
અને મહાવીર ભગવાને પણ પ્રશ્નોત્તરી રૂપે જ કહ્યું છે. ભગવાન મહાવીર અને ગૌતમસ્વામી, એમનું ય પ્રશ્નોત્તરી રૂપે ! ગૌતમસ્વામી, એ બધા અગિયાર ગણધરો પૂક્યા કરે છે અને ભગવાન મહાવીર જવાબ આપે છે. એ ગણધરોએ જે પૂછયું, એ જ આખું મહાવીર ભગવાનનું શાસ્ત્ર લખાયેલું છે.
તીર્થંકરો વેદાંતનું બધું ય કહેતા હતા. વેદાંતના જવાબ આપતા હતા. ગૌતમસ્વામીએ પૂછયા હતા, એ બધા ય જવાબ વેદાંતના આપ્યા. આ જૈનોના જવાબ આપત તો તે માનત નહીં. ગૌતમસ્વામીએ જે પ્રશ્ન પૂછયા એ વેદાંતના આધારે જ બધા જવાબ આપ્યા. જે જવાબ આપેલા, તે વેદાંતમાં બધા જડે. નહીં તો ગૌતમ સ્વામી પાછા જતા રહેત કે, “આ તો જૈનોના છે, આ વાત અમને ગમતી નથી.’ એમ એ કહેત.
પ્રશ્નકર્તા: આ બધા આપની પાસે રોજ આવે છે, તો એ બધા આખી જિંદગી આવ્યા જ કરશે ?
દાદાશ્રી : ના ના. આ જ્ઞાન લીધા પછી બધા પ્રશ્નોનો એન્ડ આવી જાય. પછી પ્રશ્ન જ ના ઉગે. પછી વાંધો જ ક્યાં રહ્યો ? બધા પ્રશ્નોના જ્ઞાતા તમે થઈ જાવ. પછી પૂછવાનું જ ક્યાં રહ્યું ? અને અહીં ય પ્રશ્નોત્તરી રૂપે જ છે આ બધું. આપણું આ જ્ઞાન કેવું આપ્યું છે ? પ્રશ્ન ઊભા જ ના થાય ને !
અલૌકિક ફળ, અહીં ! પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષને પૂછનારને કયું ફળ મળે ?
દાદાશ્રી : જ્ઞાની પુરુષને પૂછનારને અલૌકિક ફળ મળે છે. અને અજ્ઞાનીને પૂછનારને લૌકિક ફળ મળે છે. નથી મળતું લૌકિક ફળ ? તમે અજ્ઞાનીને કોઈ દહાડો પૂછયું નહીં હોય કે ‘આ સ્ટેશનનો રસ્તો ક્યાં આગળ છે ? કે મુંબઈમાં આ ક્યાં આવ્યું ?” તરત લૌકિક ફળ મળે. અને એવું આ અલૌકિક ફળ મળે.