________________
વાણીનો સિદ્ધાંત
દાદાશ્રી : તો બીજું શું મળે અત્યારે તો ? આ જે વાણી છે ને આગ્રહવાળી, એનાથી એવા એવા દોષ બેસે છે, કે એને તીર્થંચનું રીઝર્વેશન મળી જાય છે, ચાર પગવાળાનું. એટલે પછી એને રીઝર્વેશન કરાવવું ના પડે. તૈયાર રીઝર્વેશન મળતું હોય, શું ખોટું ? ચાર પગને એક પૂંછડું બસ. ખઈ-પીઈ ને મોજ !! એની ટિકિટ એનું રીઝર્વેશન મળી જાય છે. એને અત્યારે કેટલા ટકાએ અહીં આગળ રીઝર્વેશન કરાવ્યું છે, એ જો હું કહું તો ખોટું દેખાય. માટે એ હું કહેતો નથી કોઈને. નહીં તો અહીં છે ત્યાં સુધી અહીંનું જે સુખ છે તે ય થોડો વખત યાદ રહેશે નહીં. જો કે થોડો વખત યાદ રહે તો ય પણ એનું સુખ જતું રહે ઉલ્ટું.
૧૯૦
એવું છે ને, અમારે કોઈના માટે કંઈ બોલવું પડે તો તે ના બોલાય. કોઈને માટે મારાથી બોલાય નહીં. કોઈ જીવમાત્રને માટે હું નથી બોલતો.
પ્રશ્નકર્તા : તમારા બોલવાથી કોઈનું ભલું થતું હોય તો એટલું તો તમારે બોલવું જોઈએ ને ?
દાદાશ્રી : ભલું તો હું એટલું કહું કે ભઈ, તને અંતર ઠરે, એવું જ્ઞાન પ્રાપ્ત થાય તો તું ત્યાં આગળ જજે. પણ એવું જ્ઞાન ત્યાં છે નહીં ક્યાંય !
સંતવાણીતી સહાય શુભાશુભ સુધીતી !
પ્રશ્નકર્તા : તો પછી સંતોની વાણી ખોટી કે નહીં ?
દાદાશ્રી : ના. ખોટી નહીં. એ એટલે શુભાશુભ અશુભ છોડાવીને સારું કરાવડાવે છે. ‘ખરાબ કાર્યો છોડી દો અને સારું કરો, તો તમને સુખ થશે.’ એમ કહે છે એ. એ કંઈ ખોટું કહેતા નથી. પણ બેમાં અહંકાર
જ છે. ‘સારું કરો’ એ પણ અહંકાર ને ‘ખોટું કરો’ એ પણ અહંકાર ને ! તમને કેમ લાગે છે ? અને એ કોઈને કરવાની સત્તા હશે ખરી ? વર્લ્ડમાં કોઈ માણસને સંડાશ જવાની શક્તિ હશે ? આ તો બધા ગાયા કરે છે, એટલું જ છે. નિમિત્ત છે એક જાતનું, સંતો બિચારા ‘દારૂ છોડી દો, ફલાણું છોડી દો’ બોલ્યા કરે ને પેલો પીયા કરે. ચાલ્યા કરે છે ને ?! છતાં એવા ય સંતો છે કે જે વચનબળવાળા હોય છે. પેલાને કહે ને ‘તારે દારૂ છોડી દેવો પડશે.' તો પેલાને દારૂ છૂટી જાય છે. છે એવા !!
વાણીનો સિદ્ધાંત
૧૯૧
એ માવઠું કહેવાય !
એટલે આ લોકો શું માગે છે ? ‘ગૂંચવાડા કાઢી આપો’ કહે છે, ત્યારે ઉપદેશકો ઉપદેશ આપ આપ કરે છે કે ‘દયા રાખો, શાંતિ રાખો !’ અલ્યા શાની શાંતિ રાખવાની ?’ અત્યારે દયા રહેતી હશે આ કાળમાં ?
આ કાળમાં શી રીતે દયા રાખે ? એટલે ચોપડીઓ લોકોએ અભરાઈ પર મૂકી દીધી. કારણ કે કામ લાગતું નથી. એમાં જે લખ્યું છે એવું અત્યારે એડજસ્ટ થતું નથી, એટલું ઊંચું મૂકી દીધું. હવે આ કાળમાં ઉપદેશ આપવા નીકળ્યા છે !
હિન્દુસ્તાનના લોકોને ઉપદેશ આપવાની જરૂર નથી. અહીં તો ગૂંચવાડા કાઢનાર માણસોની જરૂર છે. એમનો ગૂંચવાડો કાઢી આપે તો ઘણું છે, ઉપદેશ તો આ દેશમાં આપવાના હોતાં હશે ? એ લોકો બધું ય જ્ઞાન સમજે છે. આ તમે બધું જ્ઞાન નથી સમજતા ? હું ઉપદેશ આપું, તે તમે ના સમજો કે શાંતિ રાખવા જેવી છે ?
બાકી આ લોકોના ઉપદેશો તો નકામા જાય છે. વાદળાનાં ગડગડાટ આવે છે ને જાય છે ને કમોસમે વરસાદ પડે છે, તે માવઠાં કહેવાય. તે આપણે કબૂતર માટે ચણ નાખ્યું હોય, તે ઊગી નીકળે. પછી કબૂતરાં બિચારાં ભૂખે મરે.
વાસિત્ બોધ !
પ્રશ્નકર્તા : એક સ્તવનમાં જ આવે છે કે ‘વાસિત બોધ આધાર’.
દાદાશ્રી : હા. વાસિત બોધ આધાર એ બહુ જ મોટી વાત છે. અહીં કહે છે, ‘હે ભગવાન ! અમારે ભાગ તો વાસીત બોધ આધાર આવ્યો.’ બોધ મળે છે પણ વાસિત.
પ્રશ્નકર્તા : વાસિત એટલે જૂનો ?
દાદાશ્રી : ના. જૂનો નહીં, જૂનો હોય તો તો સારો. વાસિત એટલે જે માણસ વાસનાવાળા છે, તેનો બોધ અમને મળે છે. એટલે એ અમને નિર્વાસિત બનાવતા નથી. બોધ નકામો જાય છે. બોધ નિર્વાસિત જોઈએ.