________________
વાણીનો સિદ્ધાંત
એવિડન્સ, એની મેળે જ ગોઠવાયેલું હોય એવી રીતે બહાર નીકળ્યા કરે. તેથી ટેપરેકર્ડ કહું છું ને ! તમને લાગે છે, સો ટકા ખાતરી છે, ટેપરેકર્ડ છે એવું ?
પ્રશ્નકર્તા : પણ છે બહુ મુશ્કેલ.
દાદાશ્રી : હા, અનુભવવી તમને બહુ મુશ્કેલ પડી જાય છે ? પ્રશ્નકર્તા : એ તો આપની સહજવાણી નીકળે છે.
૨૩૨
દાદાશ્રી : નીકળે છે, તે જોઈએ તો આપણને આવડી જશે. એક માણસ મને કહે છે, ‘આ બધું કામ મને નહીં ફાવે.' મેં કહ્યું, ‘તને આ બધું કામ કરવામાં શું હરકત આવે છે ? શું વાર લાગે છે ?” ત્યારે કહે છે, ‘મને સૂઝ પડતી નથી, એક ફેરો તમે કરી બતાવો.’ હું કહું ‘અલ્યા, કરી બતાવું તો તરત ?” ત્યારે કહે, ‘હા, એક ફેરો કરી બતાવો.’ એ કરી બતાવે એમ કરવા માંડે. એટલે આ હું બોલું છું ને, તે કરી બતાવું એટલે તમે કરવા માંડો, ધીમે ધીમે. એકદમ બીજે દહાડે તો ના થઈ જાય. પણ એ તમારી અંદર ગોઠવણી એવી થઈ જાય.
પ્રશ્નકર્તા : અમે એ દિવસની રાહ જોઈએ છીએ.
દાદાશ્રી : પછી રાહ જુવે ત્યારે.....
પ્રશ્નકર્તા : તો શું કરીએ દાદાજી પણ તો ?
દાદાશ્રી : કોઈ પણ વસ્તુની રાહ જોવી, તે ઘડીએ થાક લાગે. શા સારું આપણે રાહ જોઈએ. ઊલ્ટો એ દિવસ આપણી રાહ જુએ. હું તો એવો માથે પડેલો, તે એ દરેક વસ્તુ એ પોતે આપણી રાહ જોતી હોય. તે આપણે માનભેર ત્યાં આગળ જઈએ.
અમે સહજ હોઈએ. અમારી હરેક ક્રિયા સહજ હોય, કર્તાપણાના ભાન વગરની હોય. એટલે સહજની જોડે બેસીએ ત્યાંથી સહજ થઈ જાય. અને અહંકારીની જોડે બેસીએ તો ના હોય તો ય અહંકાર ઊભો થઈ જાય.
વાણીનો સિદ્ધાંત
આ વાણીના સાહિજક શબ્દ છે, તે ડીક્ષનરીમાં ના હોય તો ડીક્ષનરી ખોટી. જ્ઞાની પુરુષના સાહજિક શબ્દો હોય. ડીક્ષનરીની ભૂલ કહેવાય, પણ આ જ્ઞાની પુરુષની કેમ ભૂલ કહેવાય ?
૨૩૩
પ્રશ્નકર્તા : પછી એક જણ આપ જે કહો છો, એવું સાહજીક, એનો અર્થ પછી પાછળથી કરેલો કે દાદાની વાત ખરી હતી.
દાદાશ્રી : એટલે કલ્પિત વાણી ને સાજિક વાણીમાં બહુ ફેર ! સાહજિક વાણી એટલે નિરાલંબ વાણી કહેવાય, કવિઓની વાણી નીકળે ને ? તે નિરાલંબ વાણી કહેવાય, કેટલાક સાહિત્યકારોની પણ નિરાલંબ વાણી હોય છે પણ તે સાંસારિક. અને આ જ્ઞાનીઓની ભાષા તો નિરાલંબ જ હોય ! કારણ કે એના માલિક જ નથી, તો ખોટી નીકળે જ કેવી રીતે ? માલિકીવાળો ખોટી કાઢે. માલિક નથી તો ખોટી નીકળે કેવી રીતે ? તો પછી ડીક્ષનરી ફેરવવી જોઈએ. અહીં આગળ દોઢ ડહાપણ કરવા જાય ને હાથ દઝાય પછી ! પણ જગતને ‘ઓડિટ’ કરવાનો અધિકાર ખરો ને ! ભલેને ‘ઓડિટર’ હશે કે નહીં હોય, પણ ‘ઓડિટ’ કરવાનો અધિકાર તો ખરો ને ! કે નહીં ?
સાંભળીને ઊતારે તેનાં જોખમો ભયંકર !
દાદાની વાણી લખતી ઘડીએ તારે કોઈ શબ્દ મહીં રહી જાય ? પ્રશ્નકર્તા : રહી જાય.
દાદાશ્રી : ત્યારે લખે છે શું કરવા ? કોણે તને ઊંચે બાંધ્યો હતો ? આવી શર્ત કરી છે કંઈ ? લખવું છે તો એક શબ્દ રહી ના જવો જોઈએ. કારણ કે જવાબદારી આવે ને ! આ લખેલું વાંચીને લોક તો એમ જાણેને કે દાદા જ એવું બોલ્યા છે ! બાકી એક શબ્દ ય આઘોપાછો થાય તો એની સેન્સ જ ઊડી જાય હંમેશાં !
પ્રશ્નકર્તા : શબ્દ આઘોપાછો નહીં કરીએ પણ આપ એક સૂત્ર બોલ્યા તો એ લખી લઈએ.
દાદાશ્રી : તેનો વાંધો નહીં. પણ સૂત્ર પૂરું લખવું જોઈએ. પછી