________________
૨૪૪
વાણીનો સિદ્ધાંત
વાંચવા જેવી આપ્તવાણી જ !
પ્રશ્નકર્તા : પણ દાદા, શું થાય છે ? પુસ્તકોમાં પંડીતાઈનો આગ્રહ વધારે રહે છે.
દાદાશ્રી : પંડીતાઈ પેસે, એમાં પંડીતાઈનું ભૂત પેસે છેવટે. ભૂત ન્હોતું ને, મહીં શરીરમાં તે પેસે. નહીં તો ગોખી નાખે. હા, કૃપાળુદેવનાં પુસ્તક ગોખનારાં બધાં કેટલાં હશે ? ગોખી નાંખ્યું એ જાણે થઈ ગયો સાક્ષાત્કાર (!) આ.
પ્રશ્નકર્તા : ના, એમાં શું થાય, નિઃશંક થવાને બદલે ગૂંચવાડો ઊભો થાય છે. આ મોટાં મોટાં ગ્રંથો વાંચવાથી કન્ફયુઝન થાય છે.
દાદાશ્રી : આ ગ્રંથો વાંચવા માટે છે નહીં. પણ આ કળિયુગમાં જ આ લોકોએ વધાર્યા ગ્રંથો. ગ્રંથો વધારીને લોકોને કન્ફયુઝન કર્યું અને વિપરીત બુદ્ધિ થઈ ગઈ. ગ્રંથોમાં વાત સાચી લખેલી નથી. બધી બુદ્ધિની જ ભાંજગડ છે, બુદ્ધિની જ ! મારી પાસે બધાં પુસ્તક લાવો તમે તો સર્ટિફિકેટ આપું કે, આ પુસ્તક વાંચવા જેવા જ ન હોય.
પ્રશ્નકર્તા : બુદ્ધિ વગર કોઈ પણ પુસ્તક લખી શકાય ?
દાદાશ્રી : હા, આ આપણી આપ્તવાણીઓ બધી બુદ્ધિ વગરની લખાઈ છે ને !
પ્રશ્નકર્તા : લેખક તરીકે જે લખે છે, જે લેખક થઈને લખે છે, તે બુદ્ધિ વગર લખી શકે ?
દાદાશ્રી : એ તો કોઈનાં કામની જ નહિ. લેખક થઈને નીકળી ને, એ તો વાત, એ તો આપણાં એમાં જાય, પેલાં આ જે બહાર પરચૂરણ વાંચવાનાં હોય છે ને ? એને શું કહે છે ? બહારનાં વાંચનને શું કહે છે ? પ્રશ્નકર્તા : મેગેઝીનો કહે છે.
દાદાશ્રી : હા, બહારનાં માણસોને ટાઈમ કાઢવા માટેનાં વાંચન. હા, ને બધા એ લેખકોનું બધું. મનને શાંતિ રાખવા માટે, એ એકાગ્રતા
વાણીનો સિદ્ધાંત
કરવા માટે મનનો ખોરાક !
પ્રશ્નકર્તા : નહીં એ કોઈ હેતુ નથી સરતો. મન શાંત રહેતું નથી એ કશાથી, એટલું બધું પછી ચાલવા માંડે છે, એ પુસ્તકો વાંચવાથી મનોરંજન પણ થતું નથી !
૨૪૫
દાદાશ્રી : મનોરંજને ય થાય નહીં અને પુસ્તકો વાંચવાથી મન જડ થતું જાય. કારણ કે નિયમ એવો છે કે બહુ વાંચવાથી મનન શક્તિ ઘટે છે. એટલે મન જડ થતું જાય છે. બહુ મનન કરવાથી નિદિધ્યાસન શક્તિ ઘટે છે. બહુ વિચાર વિચાર કરે, ‘સુરસાગર’ ખોળી કાઢે પછી. (આપઘાત કરે.) એની હદ હોય. દરેક વસ્તુની હદ હોય. હદ હોય કે
ના હોય ?
આપણે કેવું છે ? ‘સમભાવે નિકાલ કરો.' છે કશી ભાંજગડ ? ભાંજગડ જ નહીં ને !
પ્રશ્નકર્તા ઃ તમારાં જે પુસ્તકો છે ને, એ લખેલા નથી, વાણી છે. દાદાનાં પુસ્તકો છે તે તો આપ બોલો છો, જે વાણી નીકળી તેનાં ઉપરથી એ થયેલાં છે.
દાદાશ્રી : એ જ વાણી લખાયેલી છે ને ! એટલે આ ટેપરેકર્ડ નીકળી છે ને, તે માલિકી વગરની વાણી છે, એ વીતરાગ વાણી કહેવાય છે ! એટલે પુસ્તક વાંચીને લોકો કહે છે કે ‘આ વીતરાગી વાત છે બધી આ દાદાની. ઓહોહો ! આવાં પુસ્તક !' અને તે વીતરાગી વાત છે, એવું ઘણાં લોકોને સમજાઈ ગયું છે. ઘણાં મોટાં મોટાં શેઠિયાઓને, બધાંને. કારણ કે સમજણ પડી જાય ને કે આ વાત કેવી વાત છે !! જે વાંચનાર છે, આની અલૌકિકતા ઉપર એ આફરિન રહ્યા કરે છે. આ પુસ્તક તો હજારો વર્ષ સુધી ખૂબ કામ આપશે. આ ચૌદ આપ્તવાણીઓ થશે ને, બીજા પુસ્તકોને લોકો અભરાઈ ઉપર મૂકી દેશે. નકામાં બધાં
ચીતરામણા છે બધાં. તે નામ કાઢવા સારું છપાવેલા.
ભાષા ફેર, સંજોગાધીત !
પ્રશ્નકર્તા : છેવટે બધાયને એ સમજાય કે ગમે તેટલું વાંચ્યું, ગમે