________________
વાણીનો સિદ્ધાંત
ને ? ઉપદેશક તો, એવો બોલ બોલે ને, તો આપણને વિષય ઉપર વૈરાગ આવે કે આવું હોય ?! વિષયનું સ્વરૂપ તો જો જ્ઞાની પુરુષ પાસે સાંભળેને, તો એ તો જીવતું નર્ક છે. વિષયને જો જ્ઞાની પુરુષ પાસે સમજી લે, કે ઓહોહો, આખા જગતની દુર્ગંધ એમાં છે ! આખા જગતનું દુઃખ એમાં છે !! આખા જગતની બધી મુશ્કેલીઓ એમાં છે !!! આ તો કશું લોક જાણતા જ નથી. તેથી મૂર્ખાઈને લઈને આ બધું ઊંધું ચાલ્યા કરે છે.
૧૯૬
ઉપદેશક બે જાતના હોવા જોઈએ. કાં તો જ્ઞાની હોવો જોઈએ ને અજ્ઞાની હોય પણ શીલવાન હોય તો ચાલે ! શીલ ના હોય તો તો કશું કોઈનો દહાડો ય ના વળે. ઊલટાં એમને મળવાથી દુ:ખ વધી જાય. સંપૂર્ણ ચારિત્ર તો કોને કહેવાય ? શીલને ચારિત્ર કહેવાય. શીલ એટલે વિષયનો વિચાર ના આવે. અમને વિષયનો એક પણ વિચાર ના આવે. અમારું ચારિત્ર એ ચારિત્ર કહેવાય. સંયમ પરિણામી એને કહેવાય કે જેને વિષયનો વિચાર જ ના આવે !
‘આ’ પબ્લિક ટ્રસ્ટ એવું છે કે સંપૂર્ણ નીરોગી છે. વર્લ્ડનું ટોપમોસ્ટ છે આ ! તમારે જે રોગો કાઢવા હોય તે કાઢી શકાય એમ છે ! જે સુંદર બ્રહ્મચર્ય પાળતા હોય એમને આધીન રહીને બ્રહ્મચર્ય પાળી શકાય, નહીં તો એ જ પાળતા ના હોય, એમની મહીં ગુપ્ત ડિફેક્ટ હોય, તો ત્યાં પોતાને જ પાળવાની મુશ્કેલી પડી જાય. એટલે બ્રહ્મચર્યની વાત કોઈ કરતું જ નથી ને ? આખા હિન્દુસ્તાનમાં કોઈ જગ્યાએ બ્રહ્મચર્ય સંબંધી વાત કોઈ કરતું જ નથી ને ?! હું જેમાં ‘હન્ડ્રેડ પરસેન્ટ' કરેક્ટ હોઉં તેનો જ તમને ઉપદેશ આપું, તો જ મારું વચનબળ ફળે. પોતામાં સહેજ પણ ‘ડિફેક્ટ’ હોય તો બીજાને ઉપદેશ શી રીતે આપી શકાય ?
વિષયની જોખમદા૨ી બહુ જ મોટી છે. મોટામાં મોટી જોખમદારી હોય તો તે વિષયની છે. એનાથી પાંચે ય મહાવ્રત અને અણુવ્રત તૂટે છે. પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષનાં વાક્યો વિષયનું વિરેચન કેવા પ્રકારે કરાવે ?
દાદાશ્રી : વિષય બંધ થતા જાય દહાડે, દહાડે. નહીં તો લાખ અવતાર ચોપડીઓ વાંચે તો ય કશું ના વળે.
વાણીનો સિદ્ધાંત
૧૯૩
પ્રશ્નકર્તા : એમનું વાક્ય શાથી આવું અસરકારક થઈ શકે છે ?
દાદાશ્રી : એમનું વાક્ય બહુ જબરજસ્ત હોય, જોરદાર હોય ! જુલાબ આપે એવા શબ્દ હોય, એમ કહ્યું, ત્યારથી જ ના સમજીએ કે એમના શબ્દમાં કેટલું બળ છે !
પ્રશ્નકર્તા : એ વચનબળ જ્ઞાનીને કઈ રીતે પ્રાપ્ત થયું હોય ? દાદાશ્રી : પોતે નિર્વિષયી હોય તો જ વચનબળ પ્રાપ્ત થાય, નહીં તો વિષયનું વિરેચન કરાવે એવું વચનબળ હોય જ નહીં ને ! મન-વચનકાયાથી સંપૂર્ણ રીતે નિર્વિષયી હોય ત્યારે એમના શબ્દથી વિષયનું વિરેચન થાય. ‘જ્ઞાની પુરુષ’નાં વાક્યો વિષયનું વિરેચન કરાવનારાં છે. વિષયનું વિરેચન ના કરાવતાં હોય તો એ ‘જ્ઞાની પુરુષ’ જ નથી.
ત પકડાયો, પડછાયો પણ !
પોતાનામાં જે પરિવર્તન પામેલું હોય એટલું જ માણસને ઉપદેશ આપવાનો અધિકાર છે. હું બ્રહ્મચારી હોઉં તો મારે બ્રહ્મચર્યનો ઉપદેશ
આપવાનો અધિકાર છે. તો આત્મા સંબંધમાં કોઈને ઉપદેશ આપવાનો અધિકાર જ ના હોય. એ આત્મજ્ઞાની સિવાય બીજા કોઈને અધિકાર જ
નથી. આ તો ગમે તે માણસ આત્માની વાત કરવા બેસી જાય છે. હજુ તો અધ્યાત્મમાં આવ્યો નથી.
અધ્યાત્મમાં આવ્યો ક્યારે કહેવાય ? કે આત્મસન્મુખ થાય ત્યારે. આત્મસન્મુખ દિશા પકડે ત્યારે આત્મસન્મુખ થાય. આ તો આત્મસન્મુખ જ નથી ને, દિશા જ નથી પકડાઈ ને.
પ્રશ્નકર્તા : એટલે ત્યાં ચેતનતા હોય જ નહીં.
દાદાશ્રી : ચેતનતા હોતી હશે ? ચેતનતા આ જગતમાં કોઈ જગ્યાએ ના હોય. એક આ ‘અક્રમ વિજ્ઞાન’માં, રિયાલિટીમાં જ હોય. એટલે ચેતનતાની તો વાત જ કોઈએ ના કરવી. એ પછી મોટા આચાર્ય હોય કે બધાં, પણ ચેતનતાની વાત કોઈએ કરવી નહીં. ચેતનતા હોતી હશે ? ચેતનતાનો પડછાયો નથી ને ! પડછાયાની જો વાત કરતા હોય