________________
૨૨૪
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૨૨૫
વાણી !!!” પછી પુરીઓ ને શાકે ય ત્યાં મંગાવીને ખાધેલું. વાઈફ (પત્ની)ને કહે, ‘તું પુરી ને શાક અહીં આગળ લઈ આવ. કંદમૂળ ના લાવીશ !' પણ ગમે કેવું ? ભગવાનની વાણી કેવી ગમતી હતી ! મનને જ ગમે, હૃદયને નહીં. મનને એવી મીઠી લાગે !!
પણ બધાનો પંજો તીર્થકરો કાઢે નહીં અને તીર્થકરો ચરમ શરીરી કહેવાય અને જ્યાં પગલું પડે ત્યાં તીર્થ ઊભાં થાય એવા તીર્થકરો, એમને તો આ પૂંજો કાઢવાનો હોય જ નહીં. પણ આ ગણધરોએ ય કાઢ્યો નહીં અને મારે ભાગે આવ્યો આ બધો. મેં તો ઘણું ય ભગવાનને કહ્યું કે મારે ભાગે આ પંજો ? ત્યારે કહે છે, એ પૂછો તો કાઢ્યા વગર છૂટકો જ નહીં ને !
આ ક્યારે ઊજળું થાય ? “કભોટે' પડી ગયેલા વાસણ માટે, કઈ જાતનો એસિડ વાપરવો તે જ મને સમજાતું નથી. બહુ વરસો થયાં નથી, ૨૫૦૦ વર્ષ જ થયાં ભગવાન મહાવીરને ગયે. એમાં પ00 વર્ષ સુધી તો સારું રહેલું ને ૨00 વર્ષમાં આટલો બધો કાટ ?! કણ ભગવાનને ગયે ૫૧૦૦ વર્ષ થયાં, તેમાં કેટલો બધો કાટ ચઢી ગયો ?!
વીતરાગો પણ કોઈને વઢયા નથી. કેવા ડાહ્યા છે વીતરાગો ! વીતરાગો તો મૂળથી જ વઢવાડિયા નહીં, એમના શિષ્યો દગો કરે પણ એ વઢે નહીં. આપણે પણ એ જ ધ્યેય છે ને ? આ તો અમારે ભાગે આવ્યું છે ! ચોવીસ તીર્થંકરો માલ મૂકી ગયા કે જાવ, પાછળ ‘દાદા' થવાના છે ત્યાં જાવ. તે “અમારા’ ભાગે આવ્યું છે. ‘અમારો' ઠપકો તો ‘કરુણાનો ઠપકો છે. ‘અમારો’ સ્વભાવ તો વીતરાગ છે. પણ ‘જેવા રોગો તેવાં ઔષધ, શ્રીમુખ વાણી ઝરતે.” જેવો સામે રોગ હોય, તેવી આ નૈમિત્તિક વાણી નીકળે.
અમારી કારુણ્યબુદ્ધિથી બહુ કડક શબ્દો નીકળે અને કાળે ય એવો છે. આ ફ્રીઝમાં ઠરી ગયેલું શાક હોય તો શું થાય ? પછી સોડા ને બીજું નાખીએ ત્યારે શાક ચઢે. તે અમારે સોડા બધું નાખવું પડે છે ! અમને તે આવું ગમતું હશે ?!
આ અમારી વીતરાગ વાણી જ બધો કચરો સાફ કરી આપશે ! અમારે જાતે જવું ના પડે. અમે કહીએ છીએ કે ૨૦૦૫ની સાલમાં તો
બહારના બધા દેશો હિન્દુસ્તાનને વર્લ્ડનું કેન્દ્ર ગણી અહીં ધર્મ શીખવા આવશે ! અને ત્યારે ભ્રષ્ટાચારનો એક વાળે ય નહીં હોય અને કોઈ કાળે જે સુખ નહોતું એવું સત્યુગનું સુખ લોકો ભોગવશે ! ભગવાન મહાવીરનું શાસન બીજા તીર્થંકરો કરતાં અજોડ એવું ઊભું થશે ! બીજા કોઈ પણ તીર્થકરોનું શાસન આવું અજોડ નહીં હોય !
દાદાવાણી ધારણ કરે તેતે... અમારી વાણી તો કોઈ કાળે સાંભળી ના હોય તેવી ગજબની અપૂર્વ છે. આ વાણી સાંભળી સાંભળીને મહીં ધારણ કરે અને ધારણ કરીને એના એ જ શબ્દો પોતે બોલે. અને ધારણ રહે એ ટાઈમમાં ચિત્તની ગજબની એકાગ્રતા થયા કરે છે ! શુદ્ધ ચિત્ત તો શુદ્ધ જ છે, પણ વ્યવહારિક ચિત્ત છે. તે આ ધારણ થવાથી તત્ક્ષણ શુદ્ધ થઈ જાય છે. સિનેમાનાં ગીતો સાંભળવાથી તેટલો ટાઈમ ચિત્ત અશુદ્ધ થયા કરે છે. મૂળથી અશુદ્ધ તો હતું, ને તે વધારે અશુદ્ધ થાય ! વગર સમજયે આ નાનો બાબો પદ ધારણ કરીને બોલે છે છતાં તે બહુ કામ કાઢી જાય. ધારણ થયા વગર બોલાય ? ધારણ કરી બોલે તેટલો વખત મહીં પાપ બધાં ધોવાઈ જાય ! બહાર લૂગડાં ધોતા તો આવડે પણ મહીંનું શી રીતે ધૂએ ? આ જગતમાં ચિત્તશુદ્ધિની દવા બહુ ઓછી છે. બહાર વીસ વર્ષ સુધી બધું ગાય ને, તેમાં જેટલી શુદ્ધિ ના થાય તેટલી શુદ્ધિ આ અહીં અમારી હાજરીમાં એક વખત આ પદ ગાય તેટલામાં ચિત્ત શુદ્ધ થઈ જાય છે ! પોતે બોલે અને પછી ધારણ કરે અને એવું જ ફરી બોલે ને તો એનાથી ગજબની ચિત્તશુદ્ધિ થાય ! ચિત્ત શુદ્ધિ થાય તેટલો આનંદ એને રહ્યા કરે.
અસરો, જ્ઞાતીના સંગતી ! પ્રશ્નકર્તા : આપણને જે આનંદ થાય એવો આનંદ બીજાને થાય, એના માટે શબ્દ સિવાય બીજું કોઈ માધ્યમ ખરું ?
દાદાશ્રી : શબ્દ સિવાય સંગે ય માધ્યમ છે. મારા સંગમાં રહે ને ખાલી, તો સંગમાં જ સુખ હોય. નર્યું સુખ જ હોય. મારા સંગમાં રહેતો હોય, તેને તો ખસવાનું મન ના થાય. એ તો મુંબઈ શહેર જોવાય ના