________________
૧૮૨
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૧૮૩
પ્રશ્નકર્તા : નકામો જાય. દાદાશ્રી અને કિન્ડર ગાર્ટનવાળાને મેટ્રિકમાં બેસાડે તો ? પ્રશ્નકર્તા : એનો વખત નકામો જાય.
દાદાશ્રી : હા, તે એના સ્થળમાં એ જે કરે છે એ બરાબર છે. જેને ના ગમતું હોય હૃદયથી જ, હલકું લાગતું હોય કે આ હલકું સ્ટાન્ડર્ડ છે, એવું પોતાને સમજાતું હોય તો પછી ના જ જાય ને !
પ્રશ્નકર્તા : મેટ્રિકવાળાને પહેલી ચોપડીમાં બેસાડી દીધાં એવું લાગે.
દાદાશ્રી : હા, અને જે જ્યાં જ્યાં જાય છે ને, તે એની ચોપડી પ્રમાણે જાય છે. ને જો ત્યાં અસંતોષ રહેતો હોય તો આપણે કહેવું કે ભઈ, ઠંડો ત્યાં આગળ. પણ પેલાને સંતોષ રહેતો હોય તો આપણે કહેવું કે, બહુ સારી વાત છે.
પ્રશ્નકર્તા : પણ આ કથા આટલા બધા લોકો સાંભળે તો એમને કંઈ લાભ થાય કે નહીં..
દાદાશ્રી : થાયને. આ તો લોકોને માટે સારા ભાવ કરે છે બિચારા. પૈસો લેતાં નથી, લેવાની જગ્યા છે અને જોઈતા હોય તો ભેગા થાય એવા છે, છતાં લેતાં નથી. એટલે લોકોને લાભ થાયને, બહુ થાય, પણ આમાં જ્ઞાનમાં સાચી વાત નહીં. સૈદ્ધાંતિક વસ્તુ નહીં આમાં. આ એક પ્રકારની ગાંડીધેલી પણ ભગવાનની ભક્તિ છે. છતાં સૈદ્ધાંતિક વાત નથી, એટલે આપણને ફરી પાછી આમાં ભૂગ્લ ના થાય, એવી વાત નથી. આ તો ગાડાં ગબડ્યા કરે.
પ્રશ્નકર્તા : એટલે વાણી વિલાસ ખરોને ત્યાં ?
દાદાશ્રી : એ વાણી વિલાસ નથી. આ વાણી એની રસાળી છે. વાણી વિલાસ તો ક્યારે કહેવાય ? ખાલી વાણીના જ રૂપાળા ભાવ કરવા. આ તો રસાળી વાણી છે. તેથી લોકોને બહુ મહીં ઈન્ટરેસ્ટ પડે છે ને તેથી કાળજે ઠંડક થાય છે. કારણ કે હંમેશાં ચોખ્ખા માણસની વાણી રસાળી હોય. એટલે બહુ લોકોને ઠંડક થાય મહીં. બળે દહાડા સુધી તો એવી
સરસ ઊંઘ આવે, એટલું બધું હોય, જાણે એમણે શું ય આપી દીધું. પણ ઊઠી ગયા પછી કશું નહીં ! જેમ નાહીને નીકળ્યા પછી, હતો એવો ને એવો થઈ જાય છે ને ? એવું આ બધું.
ત્યાં લાખો લોકો આવે પણ એ એકે ય માણસ સુધરે નહીં. પ્રશ્નકર્તા : થોડો ઘણો તો ફેરફાર થાય કે નહીં ? દાદાશ્રી : સુધરે નહીં. પ્રશ્નકર્તા ત્યાં એટલો વખત એને સ્મશાન વૈરાગ્ય જેવું રહે ?
દાદાશ્રી : ના, સ્મશાન વૈરાગ્યની તો વાત જ નહીં. એટલો વખત આનંદ થાય, એકાગ્રતા રહે ને, તે આનંદ થાય. એટલો વખત આ સાચું કહે છે, “આ આવું હોય તો સારું,’ એમ રહે.
આ તો કહેશે, કથામાં દસ હજાર માણસ ભેગું થયું. કથા સાંભળીને આવ્યા. આવ્યા પાછા તેનાં તે જ. ઘેર વઢવાડ ચાલતી જ હોય, તે બોલે ય ખરાં અંદરખાને, કશું કોઈ માણસ સુધરતો નથી. શી રીતે સુધરે તે ? જ્ઞાન હોવું જોઈએ.
આ બધા ય એવું કહે, ‘ભગવાને આ બનાવ્યું.” પછી શી રીતે એ માણસ સુધરે ? આ તો વૈજ્ઞાનિક રીત જાણવી જોઈએ. ‘કોણે બનાવ્યું ? કેવી રીતે છે આ ?!' નહીં તો ફેરફાર ના થાય. એક માણસ સુધરતો મેં જોયો નથી. તમને લાગે છે ફેરફાર થાય એવું ?
પ્રશ્નકર્તા : ફેરફાર થતો નથી. ઘણાને શાંતિ મળે છે.
દાદાશ્રી : શાંતિ એટલે સગડી શાંતિ. સગડીની પાસે બેસીએને, એટલો વખત ટાઢ ઉડે એટલું જ.
એટલે એવું એક જણે મને કહ્યું કે, આપણે ત્યાં વધારે માણસ કેમ આવતા નથી ? મેં કહ્યું, હિન્દુસ્તાનમાં અબજોપતિ કેટલા ? એ અબજોપતિ જેમ પુણ્યશાળી હોયને, તેમ અહીં પુણ્યશાળી હોય તે જ ભેગો થાય. બાકી અહીં માલ બીજો ના હોય.