________________
વાણીનો સિદ્ધાંત
કે વિજ્ઞાન છે ને બુદ્ધિ કૂદાકૂદ કરતી હોય તો જાણવું કે વિજ્ઞાન નથી. વાત પૂછવા જેવી છે, પૂછજો. આ ફરી ફરી કંઈ આ જ્ઞાની નહીં ભેગા થાય. આ તો તમારું કંઈ પુણ્ય જાગ્યું છે. તે ભેગા થયા છે. કલ્પનામાં આવે તે પૂછજો. હું તમને જવાબ તો બધા આપીશ.
૧૭૪
આ દર્શન ના થાય. આ દર્શન વર્લ્ડની અજાયબી કહેવાય. આ તો અગિયારમું આશ્ચર્ય છે. કોઈ પણ જાતના પ્રશ્નો પૂછો, કરોડો પ્રશ્ન પૂછો. એ જોઈને કહેશે. શાસ્ત્રનો શબ્દ ના હોય. અહીં એક મિનિટમાં તો ઘણું
કામ થાય.
પૂછવાનો ફરી ફરી રસ્તો નહીં મળે. અમે તમને વિનંતિ કરીને કહી દઈએ છીએ કે અહીં બધું પૂછજો. જે પૂછવું હોય તે પૂછજો. આજ દાદા ભેગા થયા છે તો પૂછી લેજો. કોઈ પણ પ્રશ્ન પૂછો તો કરેક્ટ જવાબ મળે. કોઈ પણ ગમે તેવો પ્રશ્ન હોય, તમે પૂછી શકો છો. વેદાંતના, જૈનીઝમના કોઈ પણ પ્રશ્ન પૂછો. પૂછો, પૂછો. પૂછવામાં કશો વાંધો ના રાખશો. બ્રેઈનમાં આવે એટલું પૂછાય. પણ આપણી આંટી રહેવી ના જોઈએ. પાછલા જ્ઞાનની જોડે આંટી ના પાડશો અહીં. મારે શા માટે કહેવું પડે છે ચોખ્ખું ? કારણ કે ગાંઠ બીલકુલ હોવી ના જોઈએ. અને આ આધાર લાસ્ટ આધાર કહેવાય. જે વાણીમાં બુદ્ધિ નથી, એ લાસ્ટ આધાર કહેવાય. બધી બુદ્ધિવાળી વાણીઓ કાચી. હવે આ મારી વાણી નથી, બુદ્ધિ વગરની વાણી છે, મારી માલિકીવાળી વાણી નથી આ. અત્યારે જે બધા પ્રશ્નો પૂછાતા હતા, તે બુદ્ધિના હતા અને જવાબ મારા જ્ઞાનના હતા. અને જ્ઞાનનો જો જવાબ હોય તો બુદ્ધિ કૂદાકૂદ ના કરે. નહીં તો સામે પાછો વિવાદ કરે. અમને વિવાદ ના કરે. છતાં ય કોઈ માણસ વિવાદ કરે તો આપણે સમજી જઈએ કે આડાઈ મહીં ભરેલી છે.
પ્રશ્નકર્તા : તમે જે જવાબ આપતા હતા કે એક જ સવાલના જવાબમાં સામાનું જો ઓપન માઈન્ડ હોય તો એને પૂરો ખ્યાલ આવી જાય કે આ જ્ઞાની બોલી રહ્યા છે.
દાદાશ્રી : બધો ખ્યાલ આવી જાય. પણ એવું છે ને, જાણી જોઈને આડાઈ કરવી હોય તેને શું થાય ! અરે, ઊંઘતો બોલે, પણ જાગતો ના બોલે.
વાણીનો સિદ્ધાંત
ઊંઘતો સહજ સ્વભાવે બોલી દે. પણ જાગતો તો બોલે જ શાને માટે ? એવી રીતે આ જાણી જોઈને આડાઈ કરવી હોય, એનો તો ઊપાય જ શો છે ? અમારા પાંચ વાક્યોનું સોલ્યુશન જો સાંભળે, તો એ તરત સમજી જાય કે આ જ્ઞાની પુરુષ સિવાય આવું કોઈ સોલ્યુશન આપી શકે નહીં.
૧૭૫
પ્રશ્નકર્તા : અહીં શુદ્ધવાણીનો લાભ અત્યાર સુધી મળ્યો નથી. દરેક ઠેકાણે થોડો થોડો વાણીનો લાભ આપો. તો અમારા જેવા અબુધ આત્માર્થીઓને સમજવાનો લાભ મળે.
દાદાશ્રી : આ વાણી તો પુસ્તકમાં વાંચવાની મળે. એવું વ્યાખ્યાન રૂપે આ ના હોય. વ્યાખ્યાન રૂપે વાણી એ વાણી જ ના કહેવાય, એ તો ભાષણ કહેવાય. હા, પણ આપણે અહીં આગળ પૂછેને, એટલે તો ચાર કલાક સુધી વાણી નીકળ્યા જ કરે.
આ તો ગૂંચ ઉકેલનું સ્થાત !
પ્રશ્નકર્તા : આપ જે વાર્તાલાપ કરો છો, એની બહુ અસર થાય છે.
દાદાશ્રી : હા, અહીં વાતચીત થાય એના પરથી બહુ અસર થાય, ઘણી અસર થાય. કારણ કે એ એના ગૂંચવાડાની વાતો કરે એટલે એનો ગૂંચવાડો નીકળી જાય, એટલે એને બહુ અસર થાય. દરેક માણસ પોતપોતાના ગૂંચવાડાની વાત કરે. અમે તો એને પ્રશ્ન પૂછવાનું કહીએ એટલે પછી એ પોતાનો ગૂંચવાડો ઊભો થયેલો હોય, તે મૂકે. એટલે પછી એનો ગૂંચવાડો નીકળી જાય, એને સમાધાન થઈ જાય, એને આનંદ થઈ
જાય.
પ્રશ્નકર્તા : પણ આવો તો વ્યવહાર ક્યાંય છે જ નહીં કે સામે બેસીને પ્રશ્નોની આપ-લે થાય.
દાદાશ્રી : હોય જ નહીંને, આવું કરી શકે જ નહીં ને ! એક પ્રશ્ન જીરવી શકે નહીં માણસ. આ બધા પ્રવચનકારો છે એમાં એક પણ પ્રવચનકાર પ્રશ્નોના જવાબ આપી શકે નહીં. જવાબ ક્યાંથી આપે તે ? એ તો બહુ ત્યારે શાસ્ત્રની વાત કરે, કે ‘શાસ્ત્રમાં આવું કહ્યું છે.’ બીજી