________________
વાણીનો સિદ્ધાંત
એક જણ અહીં આવ્યા હતા. તે ડૉક્ટર હતા. તે કહે કે, ‘કોઈ જગ્યાએ પૂછવા દેતા નથી. અને મેં એક જગ્યાએ પૂછ્યું તો મને કહે છે કે એ નોટ એલાઉડ (એની પરવાનગી નથી)! મને કાઢી જ મેલ્યો. અને આપ એમ કહો છો કે જે પૂછવું હોય એ બધું પૂછજો !' ત્યારે મેં એને કહ્યું, ‘એ શાથી નથી પૂછવા દેતા ? એનું શું કારણ ? એ જાણે કે કંઈક એવું ઊંધું પૂછશે તો મને મૂરખ બનાવી દેશે.’
પ્રશ્નકર્તા : સાવ સાચી વાત છે.
૧૭૦
દાદાશ્રી : પૂછીને ખોપરી તોડી નાખે એવા લોક છે. માટે કોઈ પૂછવાનું ખુલ્લું ના કહે કે ‘ભઈ, તમે પૂછજો.’ પોતે બાઉન્ડ્રી જ બાંધી દે કે કંઈ પૂછવાનું નહીં બા ! સાંભળ સાંભળ કર્યા કરો ! એ એટલી બાઉન્ડ્રી બાંધે જ, નહીં તો લોક તો માથું તોડી નાખે. આ તો વીતરાગ વિજ્ઞાન છે. તો હું તમને કહી શકું છું. અને હું તો કેવળજ્ઞાનમાં જોઈને કહું છું તેથી આનો જવાબ મળે છે, નહીં તો જવાબ મળે નહીં ને ! એટલે આપણે અહીં કહેવાય છે કે તમારા ખુલાસા અહીં કરજો. આપણે અહીં આગળ આ દુકાન એવી છે કે બધા ખુલાસા થઈ શકે એમ છે. એટલે હું તમને કહું છું અને તમને પૂછતાં ના આવડે તો હું તમને સમજણ પાડું કે આ રીતે પૂછજો. તમને પૂછતાં ના આવડે એ ગુનો નથી. મને જવાબ આપવામાં ભૂલ થાય એ ગુનો છે !!!
પ્રશ્નોત્તરી જ પમાડે સધર્મ !
જ્ઞાની પુરુષ સિવાય પ્રશ્નોત્તરી બીજા કોઈ કરી શકે નહીં. પ્રશ્નનો ઉત્તર આપવો, એ કોઈ બીજા માણસનું કામ જ નહીં. કારણ કે ચાર ઉત્તર આપે અને પાંચમો આપે તે ઘડીએ વાદ ઉપર વિવાદ થાય અને છઠ્ઠો
આપે એટલે મારામારી થાય ! એટલે આ લોકોએ પ્રશ્નો પૂછવાનું બંધ કરી દીધું. પ્રશ્ન પૂછવાના થાય ત્યારે કહે કે નહીં, પૂછવા-કરવાનું નહીં. કારણ કે જાતજાતનાં મગજ ! શું ય પૂછીને ઊભો રહે, શું કહેવાય ?
પ્રશ્નકર્તા : તમારી પાસે જો કે હું પહેલી વહેલી જ આજ આવેલ છું. કેટલાક સંતો, પ્રવચનકારો તમારી જેવા જ ઉપદેશ ચલાવી રહ્યા છે,
વાણીનો સિદ્ધાંત
અત્યારે એમનો ઉપદેશ અને તમે જે આ કહો છો, તેમાં મને બહુ સામ્ય લાગે છે. તો એ પણ તમારી જેમ આગળ વધેલા છે કે શું ?
૧૭૧
દાદાશ્રી : એવું છે ને, પહેલાં તો એ સરખાપણું લાગે છે ખરું પણ હું બોલું છું અને એ બોલે છે, એમાં એ તો મોટા માણસ છે અને હું તો નાના માણસ છું. મારું બોલવું ને એમનું બોલવું, એ બે સરખામણી ના કરશો. સરખાવશો નહીં. ક્યાં એ ને ક્યાં હું ! કારણ કે હું જે બોલી રહ્યો છું ને, એ કોઈની સાથે, આ જગતમાં કોઈ જન્મ્યો નથી કે જેની જોડે સરખામણી કરી શકાય, અત્યારે આ કાળમાં. માટે સરખામણી કરનાર જોખમદાર બનશે. એ તો મોટા માણસ છે, એની જોડે આ સરખામણી કરશો નહીં. મોટા માણસની મોટી વાતો છે. એમનું મોટું છે. એ અમે કબુલ કરીએ છીએ. અમે ક્યાં એમ કહીએ છીએ કે એમનું નાનું છે.
એટલે આ વાણી સમજવી બહુ સહેલી નથી. આ વાણીનો ભેદ સમજણ પડે ને, તો જય થઈ ગયો કહેવાય. બાકી બધું આવું જ લાગે, આ ય ઘાસપૂંજો છે ને પેલો ય ઘાસપૂંજો છે (!)
જ્ઞાતીતી વાણી, આપે પ્રશ્નોતા ખુલાસા !
જેની વાણી ચૈડા, જવાન, બાળકો, બહેનો, સ્ત્રીઓ, છોકરાં, બધાંને માફક આવે, એનું નામ જ્ઞાની. ત્યાં વાદ સરખો નથી તે જ્ઞાની, સંવાદ સરખો નથી તે જ્ઞાની. આ બહાર જે સંવાદ-વિવાદ નથી દેખાતા, એ તો આપણા લોકોએ સાયકોલોજિકલ ઈફેક્ટ કહી છે કે (આપણાથી) આમ ના બોલાય. અને હું કહું છું કે બોલ. તો ય અહીં બોલતા નથી. બીજે તો કશું (બોલો) તો લોકો માથું તોડી નાખે એવા લોકો છે. હિન્દુસ્તાનના લોકો એવા પ્રશ્ન પૂછે છે કે માથું તોડી નાખે, એવા બુદ્ધિના એક્કા છે. પ્રશ્ન પૂછવામાં બહુ જબરાં છે.
જેટલી બુદ્ધિ વધીને ત્યાં સુધીના પ્રશ્નો ઊભા થાય. બુદ્ધિથી એને એમ સમજાય કે હું જેટલું જોઉં છું એ બરોબર છે.
આમાં સમજાય એવી વાત છે તમને ? એટલે એ બધું ફેરફાર થઈ જશે. એટલે ધર્મભાવના લુબ્ધ થઈ જાય છે. હવે વધારે વધશે. આ અમને