________________
૧૬૬
વાણીનો સિદ્ધાંત
હોય સાચો ધર્મ, પ્રશ્નોત્તરી રૂપે !
કેટલાક વાંચીને પ્રવચન બોલે છે, તો તેના કરતાં આપણે વાંચી લઈએ એ શું ખોટું ? એટલે પ્રશ્નો અને એનું સમાધાન, એ જ છેલ્લામાં છેલ્લી વાત. પ્રવચન તો સાચી વાત જ ન હોય. પ્રવચન અને ધર્મને કશું લેવાદેવા નથી. પ્રશ્ન પૂછવા અને જવાબ મળવા, એનું નામ ધર્મ. પ્રવચનને ધર્મ કહેવાય જ કેમ કરીને ? ખાલી વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ એનર્જી.
ધર્મ પ્રશ્નોત્તરી રૂપે હોવો જોઈએ. અને જ્યાં પ્રશ્નોત્તરી રૂપે નથી, ત્યાં આગળ ધર્મ નથી. ત્યાં તો ખાલી એક જાતની સમાજ સુધારણા છે. ધર્મ એ તો માનસિક ખુલાસો છે. અને પેલું બધું તો બુદ્ધિની કસરતો છે, એ બધું સમાજ સુધારણા કહેવાય.
પ્રવચન તહીં, ખુલાસો ખપે મતતો !
અહીં કેટલાક ચોખ્ખા હોય છે, તે પ્રવચન કરે. તો તેમને કહીએ કે હવે પ્રશ્નોના કંઈ જવાબ આપો ને ! તમે આવું આમ ને આમ પ્રવચન કરો, તે કામનું નહીં. રેડિયો ય પ્રવચન કરે છે અને તમે ય પ્રવચન કરો છો. તો પછી પ્રવચનમાં ને રેડિયામાં શું ફેર ? અમારે તો મનનો ખુલાસો માંગવો છે. અમે પૂછીએ તેનો તમે જવાબ આપો, તો અમારે સાંભળવું છે, નહીં તો અમારે સાંભળવું નથી. મનના પ્રશ્નોનું સમાધાન થાય તો જ માણસ આગળ વધે. નહીં તો આગળ વધે કેવી રીતે ?
પહેલાં મને જ્ઞાન નહોતું થયું ? ત્યારે એક જણ મને કહે, ‘આજે વ્યાખ્યાનમાં આવશો ? મેં કહ્યું, ‘વ્યાખ્યાનમાં આવું તેના કરતાં હું પુસ્તકમાં વાંચી લઈશ, વળી ત્યાં આગળ આવવું-જવું ! મારે વ્યાખ્યાન નહીં જોઈએ, પણ મારા પ્રશ્નનો જવાબ આપે, મારા મનનો ખુલાસો કરી આપે તો હું આવું. દેહના ખુલાસા કરનારા ડૉકટર મેં જોયા, પણ મારા મનને જુલાબ આપી, મારા મનને ખુલાસો કરે એવો ડૉકટર હું ખોળું છું !' મનનો ખુલાસો જોઈએ કે ના જોઈએ બળ્યો ?
પ્રશ્નકર્તા : જોઈએ.
દાદાશ્રી : એટલે મેં અહીં બધાને છૂટ આપી. મેં કહ્યું, ‘હજારો પ્રશ્નો
વાણીનો સિદ્ધાંત
૧૬૭
પૂછો તમારી મેળે, તમારું મન ખુલ્લું થઈ જશે. ભલે તમે આ જ્ઞાન સમજો કે ના સમજો, મારે કંઈ લેવાદેવા નથી.’ આ જ્ઞાન કંઈ ક્વૉન્ટિટી (સંખ્યા) ભેગી કરવા નથી હું આવ્યો કે ભઈ, મારે મોટી ગાદીનું સ્થાપન કરવું છે. મારે કશું જોઈતું જ નથી જ્યાં આગળ ! હું તો લઘુતમ ભાવે રહું છું. લોકો કહે છે, “તમે ભગવાન થઈ બેઠા !' મેં કહ્યું, ‘ના. હું લઘુતમ છું. મારે ભગવાન થઈને શું કામ છે ?” શું ફાયદો કાઢવાનો ? હું એનો ભગવાન થઉં, એના કરતાં મને ભગવાન વશ થયા છે એ શું ખોટું છે ? ભગવાન મને વશ થયા છે એની હું ગેરન્ટી આપું છું. તો એ સારું કે ભગવાન થવું એ સારું ?
અહીં તો તમારે બધું જ પૂછાય. કેમ છો ? કેમ નહિ ? બધું જ પૂછાય. ત્યાં આવું કશું ના પૂછાય. ત્યાં કહેશે, વ્યવહારની વાત ના થાય. જ્યાં સત્સંગમાં જઈએ ત્યાં વાત ના થાય. પણ વ્યવહાર, એ તો નિશ્ચયનું બેઝમેન્ટ છે. બેઝમેન્ટ વગર નિશ્ચય હોઈ શકે નહીં. વ્યવહાર જોડે જ ચાલવો જોઈએ.
આ તો વિજ્ઞાન છે. એટલે આપણે અહીં તો વાત કરો ને, તે વાતના તમે જ્ઞાતા હો. અને ત્યાં તો (ક્રમિક માર્ગમાં) વાતનો કરનારો જ પોતે. એટલે અહીં તો બેઉ કામ થાય. વાતે ય થાય અને એના જ્ઞાતા પણ રહેવાય.
જ્ઞાતા જાણે કે આ વાત છે અને પેલું તો અવરોધ કરે. બીજી વ્યવહારની કે લગનની વાતો અવરોધ કરે. માંદા-સાજાનું ય ત્યાં ના પૂછાય. જ્ઞાતી-વાણી, જ આધારી !
પ્રશ્નકર્તા ઃ મને અહોભાવ થયેલો કે આ એક જ એવા જ્ઞાનીપુરુષ છે, કે પ્રત્યેક વાક્યમાં આધાર છે. જ્યારે જગતમાં જે પણ સંતપુરુષો થઈ ગયા અથવા અત્યારે છે, એના વાક્યમાં કોઈ ઠેકાણે આધાર નથી.
દાદાશ્રી : અત્યારે કોઈ જગ્યાએ એકુંય વાક્યનો આધાર નથી. એ પોતે જ નિરાધાર છે. હું એને કહી દઉં કે તું પોતે જ નિરાધાર છે. તો તારા વાક્યનો શી રીતે આધાર હોય ? એ મને પૂછે કે હું નિરાધાર શી રીતે ? તો હું એને સમજણ પાડી દઉં. એને વળી આધાર શો ? હમણે બે-ચાર ધોલો મારીને પાંચ-સાત ગાળો ભાંડી કે મૂંઆ આવી ગયો તારો કિનારો !