________________
૧૪)
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૧૩૯ કરતા આવડવું જોઈએ. નહીં તો પીસ્તાનો ઘાટ બતાડે આમ. એ બધા સંકેતો છે.
ક્રિયાઓ અનેક, છતાં.... પ્રશ્નકર્તા: કશુંક પુસ્તક વાંચતા હોય, એ પાના પરના અક્ષરો વંચાય.... એ વાંચીને બોલે તો એ પ્રમાણે વાણી નીકળે. અને અંદર લખેલી વાતની સૂઝ પડે છે. આ ત્રણેયનું કનેકશન કેવું હોય છે અંદર ?
દાદાશ્રી : બધું પારદર્શક છે ને પેલું આમ એક જ બટન દબાવે છે, ને આખો ફોટો પડી જાય છે ને ? આંખો, નાક, બધું ય ઘડીવારમાં ફોટામાં આવી જાય ને ! એવું આ યુ પારદર્શક. પેલા પારદર્શક પર કશું ઊંધું-ચત્તે ચોપડેલું હોય તો ચોખ્ખો ફોટો ના પડે, એટલે પારદર્શક ના જોઈએ ?
પ્રશ્નકર્તા : એ તો આપની વાત થઈ. પણ કોઈ પણ માણસ એ વાંચતો હોય. તે ઘડીએ એ શબ્દો વાંચી શકે છે, એ જ શબ્દો વાંચતી ઘડીએ બોલી શકે છે અને એ જ શબ્દો વાંચતી ઘડીએ સમજી શકે છે. આ ત્રણેયનું અંદર શું કનેકશન છે, શી પ્રક્રિયા થાય છે ?
દાદાશ્રી : આ વાંચનાર ને આ બધી મહીં જુદી જુદી મશીનરી છે. વાંચનારો જુદો છે. એ દરેકની પ્રક્રિયા તે બધી જુદી મશીનરી છે.
પ્રશ્નકર્તા : એ ત્રણે જુદું છે એ સમજાય છે. પણ આ ત્રણેય એટ એ ટાઈમ, ક્યા આધારે બની શકે છે ?
દાદાશ્રી : કેમ નહીં ? આપણે રસ્તામાં ઠંડતા જઈએ છીએ, આમ જોતા જઈએ છીએ અને ચવાણું ફાકતા જઈએ છીએ. નથી ફાકતા ?
પ્રશ્નકર્તા: હા, બને.
દાદાશ્રી : પણ જો બધું જોડે ચાલે છે ને, ગાડું ? રસ્તે ચાલે ય છે, તે જોવાનું ય ચાલે છે અને ચવાણું ચવાય છે ય ખરું, તો ય જીભ કચરાતી નથી !
અંત:કરણ, બાહ્યકરણ સમયે ! પ્રશ્નકર્તા : આ વાંચવાનું, સમજવાનું, બોલવાનું, એમાં અંતઃકરણમાં કોનું કોનું કાર્ય સમાય ?
દાદાશ્રી : બધાં ય કાર્ય અંતઃકરણનાં. અંતઃકરણની મદદ વગર કશું જ થાય નહીં.
પ્રશ્નકર્તા: તેમાં અક્ષરો વાંચવાનું કામ કોનું કહેવાય ?
દાદાશ્રી : વાંચવાનું ? એ બધું ચિત્તનું કામ છે. ચોખ્યું હોય, એ પ્રમાણે બધું કામ થાય.
પ્રશ્નકર્તા: પછી સમજ પડવી, એ કોનું કામ ? દાદાશ્રી : એ બુદ્ધિનું કામ. પ્રશ્નકર્તા : અને તે જ ઘડીએ આ શબ્દો નીકળ્યા ?! દાદાશ્રી : એ બધું અહંકારનું કામ. પ્રશ્નકર્તા ઃ તો મનનું શું કામ રહ્યું ?
દાદાશ્રી : મન આમાં ભાગ નથી લેતું. મન એનું જુદું હોય. એનો વોટ જુદો. આ તો ચિત્ત, બુદ્ધિ ને અહંકાર ત્રણ વોટ એક બાજુ અને એક વોટ પેલા એકલાં મનનો જુદો. જેના વોટ જીતવાના હોય, તેના ભાગે ત્રણ હોય.
પ્રશ્નકર્તા : વાંચેલું ધારણે ય થઈ જાય, એ કોનું કામ ?
દાદાશ્રી : એ અહંકારનું કામ. એ ધારણ કરે. આંધળો છે, પણ ધારણ કરી શકે.
પ્રશ્નકર્તા : અને ના ધારણ થતું હોય તો ? દાદાશ્રી : તો એટલી અહંકારમાં બરકત નહીં.