________________
વાણીનો સિદ્ધાંત
૧૩૭
૧૩૮
વાણીનો સિદ્ધાંત
પ્રશ્નકર્તા : એટલે આવરણ તોડીને બિલિફમાં આવે, એ મહત્ત્વનું ને ? યાદ રહેવું, એ મહત્ત્વનું નથી ને ?
દાદાશ્રી : યાદનું તો, એનું મહત્ત્વ જ નથી. યાદ આવવું એટલે તો, ભૂલાઈ ગયેલી વસ્તુ હોય તે જ યાદ આવે. યાદગીરીને લેવાદેવા જ નથી.
પ્રશ્નકર્તા : આપની વાણી બધી અસર કરતી હોય કે કોઈક વાણી અસર કર્યા વગર જતી રહે ?
દાદાશ્રી : આપણું ધ્યાન ના હોય તો જતી રહે. પ્રશ્નકર્તા : ધ્યાન રાખ્યું હોય તો ય જતી રહે ?
દાદાશ્રી : સમજમાં ના આવ્યું હોય, એ જતું રહે, શું કહેવા માગે છે, એ સમજમાં ના આવે. એટલે એમ ને એમ જતું રહે. આ કેટલાંયને આમાં જતું રહેલું હશે.
પ્રશ્નકર્તા : ઘણું સાંભળ્યું એ મહત્ત્વનું નથી. કેટલું સમજાય એ મહત્ત્વનું છે ને !
દાદાશ્રી : મહત્ત્વ તો સમજાય એટલું જ ને ! છતાં સાંભળેલું ય ખોટું નહીં જ ને ! કાનમાં જાય તો કાન પવિત્ર કરે.
પ્રશ્નકર્તા : સમજાય છતાં યાદ ના રહે તો ?
દાદાશ્રી : યાદ રાખીને શું કામ છે ? દર્શનમાં આવેલી ચીજને યાદ ના જોઈએ. એ દર્શન કહેવાય. આ આનાથી તો આવરણ તૂટે અને દર્શનમાં આવે. યાદગીરી એ તો જડ વસ્તુ છે. યાદ ના રહે, તેને જ દર્શન ખીલે. યાદવાળાને દર્શન ખીલે નહીં. એટલે યાદશક્તિની જરૂર નહીં આમાં. આમાં દર્શનમાં આવે. દેખ્યા પછી પ્રતીતિ બેસે. પ્રતીતિ એમ ને એમ બેસે નહીં. તે આપણાં લોક ‘દર્શન’ ના બોલે, પણ “મને સમજાય છે,’ એમ કહે. પછી પ્રતીતિ બેસે.
સાંધો, શબ્દ તે સમજતો ! પ્રશ્નકર્તા: શબ્દ અને સમજનું અનુસંધાન શું છે ?
દાદાશ્રી : હું હમણાં એવું કહેતો હતો કે મારે જોઈતા હતા પીસ્તા, અને હું બોલતો હતો કે ‘કાજુ લાવ !” અને પેલો કાજુ લાવતો હતો. ત્યારે મેં એને કહ્યું, ‘અલ્યા, આ શું કરવા આપ આપ કરે છે ?’ એટલે સમજમાં હોય કે પીસ્તા જોઈએ છે.
પ્રશ્નકર્તા : ત્યારે આપે કહ્યું કે અમને પીસ્તા પર રાગ ના હોય, માટે આવા શબ્દો નીકળે કે કાજુ લાવ. પેલા પર બહુ રાગ હોય તો ચોક્કસ શબ્દ નીકળે.
દાદાશ્રી : એ તો ગમતું હોય તો એની પર જાગૃતિ વર્તે. હા, એટલે પછી રાગ હોય તો તો તે ભૂલાય જ નહીં. અને શબ્દ ય ભૂલાય નહીં. નામે ય ભૂલાય નહીં અને રૂપે ય ભૂલાય નહીં. આ તો રૂપ યાદ હોય અને નામ ભૂલી જવાય અને રાગ હોય તો બધું યાદ રહે.
પ્રશ્નકર્તા સમજનું અનુસંધાન શબ્દ સુધી કેવી રીતે પહોંચે છે ? દાદાશ્રી : એ બેને અનુસંધાન છે જ નહીં, લેવાદેવા નથી.
પ્રશ્નકર્તા: હવે તમે એવું બોલ્યા કે કાજુ લાવ. તો પેલા સાંભળનારને પણ સમજ ઉત્પન્ન થાય છે ને ?
દાદાશ્રી : હા. તે થાય ને ! એ શબ્દને સમજી જાય. શબ્દને ઓળખી જાય કે શું કહેવા માગે છે તે. કારણ કે સંજ્ઞાસૂચક વસ્તુ છે.
' શબ્દ એ મૂળ વસ્તુ નથી, એ સંજ્ઞા કરાવનારી છે. મોઢામાં જીભ હોય તો પેલી શબ્દની સંજ્ઞા કરે. એ સંકેત કહેવાય. આ મૂંગાઓ કરે છે એને ય સંકેત કહેવાય.
પ્રશ્નકર્તા : એટલે સમજ પ્રદર્શિત કરવા વ્યવહાર બધો શબ્દ થકી નીકળે છે ને ?
દાદાશ્રી : નહીં. સમજ અને જ્ઞાન, બે વસ્તુ જુદી છે. અને આ શબ્દ એ તો સંકેત દર્શાવવાનું સાધન છે. મને સમજ અને જ્ઞાનમાં હોય કે પીસ્તા આવાં હોય, એવું તેવું બધું, પણ હવે એ શી રીતે સામાને ઠસાવવું? એ સાંકેતિક શબ્દો જોઈએ. શબ્દો ન હોય તો આમ હાથથી