________________
વાણીનો સિદ્ધાંત
૩૯
પ્રશ્નકર્તા : બોલે ને.
દાદાશ્રી : તે હઉ વાણી બોલે ? હવે પાછો ‘હું બોલ્યો’, કહેશે. તમે બોલો છે એ જુદું અને એ બોલે છે એ જુદું. આ ‘જ્ઞાન’ મળ્યા પછી, તમે બોલો છો એ નિર્બીજ છે, જેમાંથી અહંકાર ફરી ઊગતો નથી, એ આથમી જાય છે અને એ બોલે છે, તે એમાં બીજ પડે છે. પાછું ‘હું બોલું છું’ એવું ભાન છે ને ! ‘અમે કેવું બોલ્યા’ એ વાણીનો પરિગ્રહ.
આપણે કહીએ કે ભઈ, ઘડીવાર એક અરધો કલાક એમ ને એમ બેસી રહેજો, કશું બોલશો - કરશો નહીં. તો ય બોલ્યા વગર રહે નહીં ને ! કારણ કે અહંકાર છે, એટલે બોલ્યા વગર રહે નહીં !
ટેપ ઉતારી કોણે ?
બોલે છે કો'ક અને પોતે માથે લઈ લે છે. આ તો અહંકાર કરે છે, કે હું બોલું છું. એ અહંકારથી રેકોર્ડ થાય છે. અહંકારથી ફરી પાછો ટેપરેકર્ડ ઉતરે છે. ફરી પાછા અહંકાર કરે છે. અહંકાર ના હોય તો ટેપરેકર્ડ થાય નહીં.
પ્રશ્નકર્તા : આપ બોલો છો, એ કઈ રીતે બોલાય છે ?
દાદાશ્રી : આ ટેપરેકર્ડ ઉતરેલી છે તે.
પ્રશ્નકર્તા : કોણે ઉતારી ?
દાદાશ્રી : એ ગયા અવતારના અહંકારે ઊતારી. હવે ના ઉતરે. આ ચાર્જ થયેલી છે, તે આ ડિસ્ચાર્જ થઈ રહી છે. એક્ઝોસ્ટ થઈ રહેલી
છે.
પ્રશ્નકર્તા : આ ક્યાં સુધી ચાલવાનું ?
દાદાશ્રી : આ દેહ હશે ત્યાં સુધી ચાલ્યા કરશે. અગર પહેલાં વાણી ખલાસ થઈ જાય અને પછી મૌન હોય, એ ટેપરેકર્ડ ખલાસ થઈ જાય, એટલે મૌન થઈ જાય. પણ આ ડિસ્ચાર્જ છે. વાણી એક્ઝોસ્ટ થઈ રહેલી છે અને આ ભવમાં જ્યાં સુધી ‘હું બોલું છું’ એમ કહો છો, ત્યાં
વાણીનો સિદ્ધાંત
સુધી પેલું ડિસ્ચાર્જ થાય છે અને નવું ચાર્જ પણ થાય છે. જૂની ને નવી, બે બેટરીઓ ચાલ્યા જ કરે છે.
८०
પ્રશ્નકર્તા : એનો અર્થ એવો કે આપણે આ જે બોલીએ છીએ, તે અહમ્ ઓછો થઈ જાય, ધીમે ધીમે ‘હું બોલું છું’ એવું ઓછું થતું જાય, તો પછી એ ટેપ છે તો ચાર્જ ના થાય.
દાદાશ્રી : આ ‘હું બોલું છું' ઓછું થાય તો ય ચાર્જ થાય. કારણ
કે અહંકાર જીવતો રહે ને ?
પ્રશ્નકર્તા : અહંકાર ઓછો થઈ જાય તો ?
દાદાશ્રી : એ તો બોલવામાં ઓછો થઈ જાય. બીજામાં વધી જાય.
પ્રશ્નકર્તા : ઓછો થાય જ નહીં, અહંકાર ?
દાદાશ્રી : ના, અહંકાર ઓછો ના થાય. અહંકાર જ્ઞાની એકલાં જ ઓછો કરી આપે. ઊડાડી મેલે હપૂચો. ઓછો કર્યે ના પાલવે. બિલકુલ ફ્રેકચર કરી નાખે.
વાણી-અહંકાર, કાર્ય-કારણ રૂપે !
પ્રશ્નકર્તા : ‘વાણી એ ખુલ્લો અહંકાર છે' એ જરા સમજવું છે.
દાદાશ્રી : વાણી બંધ થઈ જાય તો ખલાસ થઈ ગયું, મોક્ષે જાય. વાણીથી જ બધો અહંકાર ઊભો થયો છે.
પ્રશ્નકર્તા : પેલુ વાક્ય છે ને ‘સૂક્ષ્મ અહંકારી, વાણીનું હથિયાર.' એટલે અહંકાર અને વાણીને સંબંધ છે.
દાદાશ્રી : હા.
પ્રશ્નકર્તા : અહંકારનું હથિયાર, એને વાણી કીધી. તો અહંકારી એ વાણીને હથિયાર રૂપે વાપરે છે. એવું થયું ને ?
દાદાશ્રી : એ હથીયાર નહીં, અહંકાર જ છે. વાણીથી જ બધો